Tokyo Olympics 2020: ગેમ્સ વિલેજમાં લાગેલા બેડ્સ જોઈ ખેલાડી ભડક્યા, આની પર કેવી રીતે યૂઝ કરીએ 1 લાખ 60 હજાર Condom?

Tokyo Olympics 2020: અમેરિકન એથ્લીટ Paul Chelimoએ ગેમ્સ વિલેજમાં લાગેલા બેડ્સની ટ્વીટ કરી ઉડાવી આવી મજાક

Tokyo Olympics 2020: અમેરિકન એથ્લીટ Paul Chelimoએ ગેમ્સ વિલેજમાં લાગેલા બેડ્સની ટ્વીટ કરી ઉડાવી આવી મજાક

  • Share this:
    ટોક્યો. ઓલિમ્પિક (Olympic)ની તૈયારીઓ લગભગ પૂરી થઈ ગઈ છે. ટોક્યો ઓલિમ્પિક 2020 (Tokyo Olympics 2020)ની શરૂઆત 23 જુલાઈથી થશે. દુનિયાભરથી આવનારા ખેલાડીઓને રહેવા માટે ઉત્તમ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેવા આવનારા એથલેટ્સના રૂમોમાં જે બેડ પાથરવામાં આવ્યા છે તેને લઈને અમેરિકાના એથ્લેટ પૉલ ચેલિમો (Paul Chelimo)એ ટ્વીટ કર્યું છે. રિયો ઓલિમ્પિક 2016ના વિજેતા પૉલે પોતાના ટ્વીટમાં બેડ્સની મજાક ઉડાવી છે. આ વખતે કોરોના (Corona Pandemic)ને ધ્યાનમાં લઈને સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing)નું ધ્યાન રાખવા માટે કાર્ડબોર્ડના બેડ બનાવવામાં આવ્યા છે. આ બેડ્સની મજબૂતીને લઈ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

    અમેરિકાના એથ્લીટ પૉલ ચેલિમોએ પોતાના ટ્વીટર એકાઉન્ટથી ટ્વીટ કરીને મજાકમાં લખ્યું કે, ટોક્યો ઓલિમ્પિક વિલેજમાં પાથરવામાં આવેલા બેડ્સ કાર્ડબોર્ડથી બનેલા હશે, તેનો ઉદ્દેશ્ય એથ્લીટોને ઇન્ટીમસીથી બચાવવાના છે. રમત ઉપરાંતની પરિસ્થિતિઓથી બચવા માટે બનાવવામાં આવેલા બેડ શું એક વ્યક્તિનો ભાર સહન કરવામાં સક્ષમ હશે. મને ડિસ્ટન્સ રનર્સથી કોઈ મુશ્કેલી નથી. અમે તેને પણ કરી શકીએ છીએ. પૉલે આ બાબતને લઈ અનેક ટ્વીટ કર્યા.

    આ પણ વાંચો, Messi Beedi: ફૂટબોલરના નામે વેચાતી બીડીના પેકેટની તસવીર વાયરલ, લોકોએ કરી આવી કોમેન્ટ

    પોતાના બેડની તસવીરો જોઈ ખેલાડીઓ રોષે ભરાયા છે. તેમનું કહેવું છે કે આખ બેડ તેમનો પોતાનો ભાર પણ સહન નહીં કરી શકે. સાથોસાથ બેડની સાઇઝ પણ ઘણી નાની છે. જો રાત્રે ઊંઘ નહીં આવે તો સારું પફોર્મ નહીં કરી શકીએ. બીજી તરફ, કેટલાક ખેલાડીઓએ કહ્યું કે જો આવા બેડ્સ પર સૂવાડવાના છો તો કોન્ડોમ કેમ વહેંચી રહ્યા છો?

    આ પણ વાંચો, India Vs Sri Lanka ODI Series: શ્રીલંકામાં સફળતાના 'શિખર' સર કરશે IPLના સિતારા!

    નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા ટોક્યો ઓલિમ્પિકમાં ખેલાડીઓ માટે જે રૂમ તૈયાર કરવામાં આવ્યા છે તેની તસવીરો સામે આવી છે. તેમાં ખેલાડીઓને સૂવા માટે જે કાર્ડ બોર્ડના બેડ બનાવવામાં આવ્યા છે તે ખૂબ નાના અને નબળા છે. તેને લઈને ઘણો વિવાદ થયો હતો અને તેની પર અનેક ખેલાડીઓએ આપત્તિ વ્યક્ત કરી છે. આ બેડ્સને લઇને કહેવામાં આવી રહ્યું છે કે જો આ પલંગ તેમનો જ ભાર ઉઠાવી શકે તો ઘણું છે. આ ઉપરાંત ખેલાડીઓ માટે અલગથી ડાઇનિંગ એરિયા અને શોપિંગ કોમ્પલેક્સ પણ ઊભા કરવામાં આવ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published: