Home /News /sport /ન્યુઝીલેન્ડનાં દિગ્ગજે લીધી હેટ્રીક, પંડ્યા સહિતનાં ત્રણ દિગ્ગજોને ત્રણ બોલમાં ચાલતા કર્યા, મલિંગાની બરાબરી કરી

ન્યુઝીલેન્ડનાં દિગ્ગજે લીધી હેટ્રીક, પંડ્યા સહિતનાં ત્રણ દિગ્ગજોને ત્રણ બોલમાં ચાલતા કર્યા, મલિંગાની બરાબરી કરી

Tim Southee Hat Trick

Tim Southee Hat Trick: ભારત સામેની ટી-20 મેચમાં 20 ઓવરમાં ન્યુઝીલેન્ડમાં ફાસ્ટ બોલર ટીમ સાઉધીએ હેટ્રીક લીધી હતી અને મલિંગાના રેકોર્ડની બરાબરી કરી હતી.

    છેલ્લી ઓવરમાં સાઉધીએ માત્ર પાંચ રન આપ્યા

    ન્યુઝીલેંડ તરફથી ટીમ સાઉધીએ હેટ ટ્રિક લીધી હતી. મેચની છેલ્લી ઓવરમાં ટેને શાનદાર બોલિંગ પ્રદર્શન કરતાં ટિમ ઈન્ડિયાને 191 રન સુધી જ સીમિત રાખી હતી. છેલ્લી ઓવરમાં સાઉધીએ માત્ર પાંચ રન આપ્યા હતા. તેણે એક પણ બેટ્સમેનને રન બાઉન્ડ્રી ફટકારવાનો ચાંસ નહોતો આપ્યો. કેપ્ટન હાર્દિક પંડ્યાને આઉટ કર્યા બાદ તરત જ વિસ્ફોટ્ક બેટ્સમેન ઓલરાઉંડર દિપક હુડા આવ્યો હતો તેને સાઉધીએ પહેલા જ બોલે ચાલતો કર્યો હતો અને લોકિ ફર્ગ્યુસને તેનો કેચ કર્યો હતો. ત્યાર બાદ વોશિંગ્ટ્ન સુંદર બેટિંગમાં આવ્યો હતો જેનો કેચ નિશામે કર્યો હતો અને સાઉધીએ હેટ ટ્રિક લીધી હતી.

    ભારતે 20 ઓવર્સમાં 191 રન બનાવ્યા

    ન્યૂઝીલેન્ડે આજની મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવર્સમાં 191 રન બનાવ્યા હતા જેમાં સૂર્યકુમારના 51 બોલમાં 111 રનનો પણ સમાવેશ થાય છે.

    આ પણ વાંચો: ફરી ઝળહળ્યો સૂર્યા! ન્યુઝીલેન્ડનાં બોલર્સ સામે ફરી વળ્યો, માત્ર 49 બોલમાં ફટકારી દીધી સદી

    ઋષભ પંત ફરી નિષ્ફળ

    ભારતે પ્રથમ બેટિંગ કરતા ઈશાન કિશન અને વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને ઓપનર્સ તરીકે ઉતાર્યા હતા. ઋષભની આજે પણ નિષ્ફળતા ચિંતાનો વિષય બની હતી. તો ઈશાન કિશને થોડી સ્થિરતા ભરી શરૂઆત કરતાં 31 બોલમાં 36 રન કર્યા હતા.



    સૂર્યકુમાર યાદવ ચારે તરફ ફરી વળ્યો

    આજે ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીની બીજી ટી-20 મેચમાં ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવ ચારે તરફ ફરી વળ્યો હતો. તેની સ્ટાઈલ મુજબ ટી-20માં ફરીથી કોઈ ખરાબ સપનાની જેમ બોલર્સની ચારે તરફ ધોલાઈ કરી હતી અને માત્ર 49 બોલમાં જ સદી પૂરી કરી હતી.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Cricket News Gujarati, IND vs NZ, India vs new zealand, T20 cricket, ક્રિકેટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन