Home /News /sport /

કેપ્ટનના એક નિર્ણયે બદલ્યું આ ખેલાડીનું નસીબ, કર્યો ફોર-સિક્સરોનો વરસાદ

કેપ્ટનના એક નિર્ણયે બદલ્યું આ ખેલાડીનું નસીબ, કર્યો ફોર-સિક્સરોનો વરસાદ

કેપ્ટનના એક નિર્ણયે બદલ્યું આ ખેલાડીનું નસીબ

ન્યૂઝીલેન્ડના યુવા બેટ્સમેન ટિમ સેફર્ટે વેલિંગ્ટન ટી-20માં ટીમ ઇન્ડિયા સામે શાનદાર બેટિંગ કરી

  ન્યૂઝીલેન્ડના યુવા બેટ્સમેન ટિમ સેફર્ટે વેલિંગ્ટન ટી-20માં ટીમ ઇન્ડિયા સામે શાનદાર બેટિંગ કરી હતી. તેણે 43 બોલમાં 7 ફોર અને 6 સિક્સરની મદદથી 84 રનની ઇનિંગ્સ રમી હતી. જે તેનો આ ફોર્મેટમાં સર્વોચ્ચ સ્કોર છે.

  આ યુવા બેટ્સમેનને કેપ્ટન કેન વિલિયમ્સને પ્રથમ વખત ઓપનિંગમાં મોકલ્યો હતો. જેમાં તેણે આક્રમક બેટિંગ કરીને બધાના દિલ જીતી લીધા હતા. આ ભારત સામે ટી-20 ક્રિકેટમાં કોઈપણ ન્યૂઝીલેન્ડના બેટ્સમેનનો ત્રીજો બેસ્ટ સ્કોર છે.

  આ પણ વાંચો - IND vs NZ : ભારત 139માં આઉટ, ટી-20માં સૌથી મોટો પરાજય

  આ પહેલા સેફર્ટે ત્રમ મેચમાં ત્રીજા ક્રમાંકે બેટિંગ કરતા 7 ની એવરેજથી 14 રન બનાવ્યા હતા. જ્યારે સાતમાં નંબરે ચાર વખત બેટિંગ કરતા 8.33ની એવરેજથી 25 રન અને આઠમાં નંબરે એક વખત બેટિંગ કરતા 3 રન બનાવ્યા હતા. આ પછી તેને ઓપનિંગમાં મોકલવાનો નિર્ણય કર્યો હતો. સેફર્ટે ઓપનિંગમાં પોતાની ઉપયોગિતા બતાવવા 84 રન ફટકારી દીધા હતા. તેણે પોતાની પ્રથમ 8 મેચમાં ફક્ત 42 રન બનાવ્યા હતા.

  સેફર્ટ અત્યાર સુધી 9 ટી-20 સિવાય ત્રણ વન-ડે પણ રમ્યો છે. ત્રણ વન-ડેમાં તેણે 16.50ની એવરેજથી 33 રન બનાવ્યા છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: T20, ભારત

  આગામી સમાચાર