પેને પંતની સ્લેજિંગ કરતા કહ્યું - ધોની વન-ડેમાં આવી ગયો તુ હેરિકેન્સ તરફથી રમજે

પેને પંતની સ્લેજિંગ કરતા કહ્યું - ધોની વન-ડેમાં આવી ગયો તુ હેરિકેન્સ તરફથી રમજે

ઓસ્ટ્રેલિયન ટીમનો સુકાની અને વિકેટકિપર ટીમ પેન રોજ નવા-નવા સ્લેજિંગ કરી રહ્યો છે

 • Share this:
  ઓસ્ટ્રેલિયન ટીમનો સુકાની અને વિકેટકિપર ટીમ પેન રોજ નવા-નવા સ્લેજિંગ કરી રહ્યો છે. મેલબોર્નમાં રમાય રહેલી ત્રીજી ટેસ્ટમાં તે સતત ભારતીય બેટ્સમેનોને ઉશ્કેરવાનું કામ કરી રહ્યો છે. મેલબોર્ન ટેસ્ટના ત્રીજા દિવસે તે રિષભ પંતને પરેશાન કરતો જોવા મળ્યો હતો.

  ટીમ પેને પંતને કહ્યું હતું કે વન-ડે શ્રેણી માટે મહેન્દ્રસિંહ ધોની આવી ગયો છે. આ યુવક (રિષભ પંત)ને હેરિકેન્સ (હોબર્ટ)ની ટીમમાં સામેલ કરવો જોઈએ. તેમને એક બેટ્સમેનની જરુર છે. આ કારણે તારો (પંત) ઓસ્ટ્રેલિયામાં હોલિડે વધી જશે. હોબર્ટ સુંદર શહેર છે. આને એક વોટર ફ્રન્ટ એપાર્ટમેન્ટ આપી દઈએ.પેન અહીંથી અટક્યો ન હતો. પેને કહ્યું હતું કે શું મારા બાળકોની સંભાળ રાખીશ. હું મારી પત્નીને ફિલ્મ જોવા લઈ જઈશ અને તું મારા બાળકોની સંભાળ રાખજે.

  આ પણ વાંચો - ઓસીના સુકાનીએ આપી રોહિતને ઓફર, સિક્સર મારીશ તો કરીશ આ કામ

  મેલબોર્ન ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં પંત એક ખરાબ શોટ રમીને આઉટ થયો હતો. આ કારણે પેને ભારતના યુવા વિકેટકિપર સામે સ્લેજિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વન-ડે ટીમમાં પંતના સ્થાને ધોનીનો સમાવેશ કરાયો છે. જેથી આ મુદ્દે પંતની ઉશ્કેરણી કરી રહ્યો હતો.  ભારતે બીજા દાવમાં 54 રનમાં 5 વિકેટે ગુમાવી દીધી હોવા છતા ભારતે મજબુત સ્થિતિમાં છે. ભારતે લીડ સાથે 346 રન થઈ ગયા છે. ભારતને પ્રથમ દાવમાં 292 રનની લીડ મળી હતી.

  આ પણ વાંચો - માતાની એક વાતે બુમરાહને બનાવી દીધો ઘાતક બોલર, આવી હતી શર્ત!
  Published by:Ashish Goyal
  First published: