પ્રેસ કોન્ફરન્સમાં વાગી પત્રકારના ફોનની રિંગ, ઓસી.ના સુકાનીએ કેવી રીતે કરી વાત

પ્રેસ કોન્ફરન્સમાં વાગી પત્રકારના ફોનની રિંગ, ઓસી.ના સુકાનીએ કેવી રીતે કરી વાત

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આવેલા ફોનને તેણે જે રીતે હેન્ડલ કર્યો તે જોઈને ત્યાં બેસેલા બધા પત્રકારો હસી પડ્યા

 • Share this:
  ભારત સામે રમાય રહેલી ચોથી ટેસ્ટમાં બીજા દિવસના અંતે પ્રેસ કોન્ફરન્સમાં ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના સુકાની ટીમ પેન સાથે એક અજીબ ઘટના બની હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટેબલ પર રાખેલો કોઈ પત્રકારના ફોનની રિંગ વાગી હતી. આ સમયે પેને ફોન ઉઠાવીને વાત કરવા લાગ્યો હતો.

  પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આવેલા ફોનને તેણે જે રીતે હેન્ડલ કર્યો તે જોઈને ત્યાં બેસેલા બધા પત્રકારો હસી પડ્યા હતા. સિડની ટેસ્ટના પ્રથમ બે દિવસ 167.2 ઓવર વિકેટકિપિંગ કર્યા પછી પેન પ્રેસ કોન્ફરન્સમાં થાકીને આવ્યો હતો. આ મેચમાં તેમની ટીમ ભારતના 622/7 સ્કોર પછી બેકફુટ પર છે. આમ છતા ટીમ પેન બિલકુલ શાંત જણાયો હતો અને પ્રેસ કોન્ફરન્સનો માહોલ હસી-મજાક ભર્યો બનાવી દીધો હતો.

  આ પણ વાંચો - રિષભ પંતે સ્વીકારી ટિમ પેનની બેબીસિટર બનવાની ઓફર!

  પેને પ્રેસ કોન્ફરન્સમાં પોતાની સ્પીચ રોકીને પત્રકારનો ફોન રિસીવ કર્યો હતો અને કોલરને જવાબ આપ્યો હતો. આ ખેલાડીએ આમ કરીને સાબિત કરી દીધું છે કે તેનામાં ગજબની સેન્સ ઓફ હ્યુમર છે.  પેને કોલરને આવી રીતે આવ્યો જવાબ

  હેલ્લો ટીમ પેન બોલી રહ્યો છું...
  કોણ બોલો છો? તમારે કોની સાથે વાત કરવી છે?
  (ફોન માર્ટિન (પત્રકાર) માટે હતો)
  પેને માર્ટિન માટે સંદેશો પણ લીધો હતો. પેને કહ્યું હતું કે તે હાલ પ્રેસ કોન્ફરન્સમાં છે. ચિંતા ન કરો હું તેમને કહીં દઈશ કે પોતાનો ઇ-મેલ ચેક કરે. પછી કહ્યું હતું કે માર્ટિન તમારો ઇ-મેલ ચેક કરો.
  Published by:Ashish Goyal
  First published: