Home /News /sport /સેક્સટિંગ સ્કેન્ડલ ભરખી ગયું, ઓસ્ટ્રેલિયના પૂર્વ કેપ્ટનની નિવૃત્તિ, જતાં જતાં ભાવુક થઇ ગયો

સેક્સટિંગ સ્કેન્ડલ ભરખી ગયું, ઓસ્ટ્રેલિયના પૂર્વ કેપ્ટનની નિવૃત્તિ, જતાં જતાં ભાવુક થઇ ગયો

tim paine retired

TIM PAINE: ઓસ્ટ્રેલિયન પૂર્વ ક્રિકેટ કેપ્ટન ટીમ પેઇને આપી દીધું રાજીનામુ. સેક્સ ચેટથી થયો હતો બદનામ.

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન ટિમ પાઈને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાની જાહેરાત કરી દીધી છે. તેણે બેલેરીવ ઓવલ ખાતે ક્વીન્સલેન્ડ સામે તાસ્માનિયાની શેફિલ્ડ શીલ્ડ મેચમાં આ જાહેરાત કરી હતી. આ મેચમાં તેમણે વિકેટ કીપિંગ કરી પોતાની કારકિર્દી સમાપ્ત કરી હતી.

બોલ ટેમ્પરિંગના ગંભીર આરોપો

પાઈને વર્ષ 2018 થી 2021ની શરૂઆત સુધીમાં 23 ટેસ્ટ મેચોમાં ઑસ્ટ્રેલિયા માટે સુકાની તરીકે જવાબદારી સાંભળી હતી. આ સમયગાળા દરમ્યાન તેણે 35 ટેસ્ટ રમી હતી. ઉલ્લેખનીય છે કે રિટાયરમેન્ટની જાહેરાત બાદ પોતાની અંતિમ મેચમાં મેદાન છોડતા પહેલા તેને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ટિમ પાઈન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો 46 મો ટેસ્ટ કેપ્ટન હતો. જો કે, વર્ષ 2018 ના ઓસ્ટ્રેલિયાના દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન તેના પર મુકવામાં આવેલા બોલ ટેમ્પરિંગના ગંભીર આરોપો બાદ તેને કપ્તાન પદેથી દૂર કરવામાં આવ્યો હતો.

38 વર્ષીય ક્રિકેટરની ફાઇનલ આઉટિંગ મહત્વની બાબત હતી, જેમાં તાસ્માનિયા અને ક્વીન્સલેન્ડના કપ્તાન ચોથા દિવસે ટી બ્રેક સમયે વહેલી સમાપ્તિ માટે સંમત થયા હતા. ક્વીન્સલેન્ડના ઓપનર બ્રાઇસ સ્ટ્રીટે અગાઉ અણનમ 102 રન ફટકારીને તેની ટીમને 1-184 સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. મેચ ડ્રો જાહેર કરવામાં આવી ત્યારે જીત માટે ટીમ 248 રન દૂર હતી.

વાંધાજનક મેસેજ વાયરલ થયા

પાઈને 2017માં ક્રિકેટ તસ્માનિયાના કર્મચારીને મોકલેલા વાંધાજનક મેસેજ વાયરલ થયા હતા. જેથી 2021-22ની એશિઝ સિરીઝની લીડ-અપમાં તેણે ટેસ્ટ કેપ્ટન તરીકે પદ છોડ્યું હતું. તે સમયે ક્રિકેટ તાસ્માનિયા અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા જવા દેવાયો હતો. જોકે, આ પ્રકરણમાં અનેક તર્ક વિતર્ક થયા હતા.

અહીં ઉલ્લેખનીય છે કે, હોબાર્ટમાં જન્મેલા પાઈને 153 ફર્સ્ટ ક્લાસ મેચમાં વર્ષ 2005માં ડેબ્યૂ કર્યા પછી 18 વર્ષથી વધુ સમય સુધી તાસ્માનિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તાસ્માનિયાના કેપ્ટન જોર્ડન સિલ્કે પાઈનની નિવૃત્તિની જાહેરાતને લઈને કહ્યું કે, તે અસાધારણ ખેલાડી રહ્યો છે, તેની પાસે જે કરિયર છે તે મેળવવા માટે તેણે અવિશ્વસનીય પ્રયાસો કર્યા છે. મને ખાતરી છે કે ઘણા લોકો કહેશે કે ઓસ્ટ્રેલિયામાં ટિમ પાઈન જેટલો સારો કીપર ક્યારેય નહોતો. તેની ઉંમરને ધ્યાનમાં રાખીને, તે હજી પણ તેનુ સ્ટાન્ડર્ડ પાછુ મેળવવા માટે સક્ષમ હતો.

તેના વિશે વધુ વાત કરતા સિલ્ક કહે છે કે, અમને તેમની સાથે રમવાનો મોકો મળ્યો તે ખૂબ સદ્ભાગ્યની વાત છે. આગળ જતાં તે જે પણ પસંદ કરે છે અમે તેના માટે તેમને શુભેચ્છા પાઠવીએ છીએ.

ટેસ્ટ કારકિર્દી

પેઈને અત્યાર સુધી કુલ 35 મેચો રમી છે, જેમાં તેણે 1534 રન કર્યા છે. તેનો હાઈએસ્ટ સ્કોર 92 રનનો છે. અને તેણે 32.63 ના સરેરાશ સાથે રન સ્કોર કર્યા હતા. બેટિંગ સિવાય કેચ અને સ્ટમ્પિંગના આંકડાઓ પર નજર કરવામાં આવે તો તેણે 150 કેચ કર્યા છે અને 7 સ્ટમ્પિંગ કર્યા છે. તેના નેતૃત્વમાં કેપ્ટનશીપના રેકોર્ડની વાત કરવામાં આવે તો તેણે 11 જીત, 8 હાર અને 4 ડ્રોમેચ તેના નામે કરી છે. તેણે સ્ટમ્પની પાછળ રહી 157 ખેલાડી આઉટ કર્યા હતા. તેણે 35 વન-ડે ઈન્ટરનેશનલ પણ રમી હતી.

આ પણ વાંચો: સૂર્યકુમાર યાદવ બે વખત જ પહેલા જ બોલે થયો 0 પર આઉટ, ટીમમાંથી જશે બહાર? રોહિતે શું કહ્યુ જુઓ

અગાઉ મીડિયા સ્ક્રૂટીની વચ્ચે અનિશ્ચિત સમય માટે ગેમથી દૂર જતા પહેલા ઇજામાંથી કમબેક કર્યા બાદ ફરીથી ટીમમાં સામેલ થઈ રમવાનો તેનો વિચાર હતો. જો કે, આવું શક્ય બન્યું ન હતું. ફુલટાઇમ સ્ટેટ કોન્ટ્રાક્ટ ન હોવા છતાં, પાઇને તાસ્માનિયાની ટોપ સ્ક્વોડ સાથે ઉનાળા સુધી તાલીમ લીધી અને ક્વીન્સલેન્ડ સામેની સીઝનના ઓપનર માટે શેફિલ્ડ શિલ્ડ રિકોલ મેળવ્યું.



ટિમ પાઈને સીઝનમાં સાત મેચ રમી હતી તેમજ તેના હોમટાઉન હોબાર્ટ હરિકેન્સ માટે બિગ બેશ લીગ પણ તે સામેલ થયો હતો. પાઈને અગાઉ કોચિંગ પોસ્ટ-પ્લેઇંગમાં જવાનો સંકેત આપ્યો હતો.
First published:

Tags: Australian, IND vs AUS, Tim Paine