ધ્યાનચંદની નગરીમાં રસ્તા પર શેરડી વેચવા મજબુર હોકીના 3 આંતરરાષ્ટ્રીય ખેલાડી

શિવમ આનંદ, ઋષભ આનંદ અને સૌરભ આનંદ ગરીબીના કારણે રસ્તા પર શેરડી વેચવા મજબુર બન્યા

ત્રણેય ભાઈઓનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના રમતમંત્રી ચેતન ચૌહાણ સન્માન કરી ચૂક્યા છે

 • Share this:
  હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની નગરી ઝાંસીમાં હોકીની દુર્દશાની કહાની જોવા મળી રહી છે. હોકીમાં આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર દેશનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડી શિવમ આનંદ, ઋષભ આનંદ અને સૌરભ આનંદ ગરીબીના કારણે રસ્તા પર શેરડી વેચવા મજબુર બન્યા છે. દેશ-વિદેશમાં પોતાની રમતથી બધાને પ્રભાવિત કરનાર ત્રણેય ભાઈઓનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના રમતમંત્રી ચેતન ચૌહાણ સન્માન કરી ચૂક્યા છે. આમ છતા તે રસ્તા વચ્ચે શેરડી વેચવા મજબુર બન્યા છે. જે દેશના હોકીના આંતરરાષ્ટ્રીય ખેલાડીની આવી હાલત હોય તે રમત ક્યાંથી આગળ આવી શકે.

  આ ત્રણેય ભાઈઓ હોકીના આંતરરાષ્ટ્રીય ખેલાડી છે. આમ છતા તે ઘર ચલાવવા માટે રસ્તા પર શેરડી વેચી રહ્યા છે. સવારે અને સાંજે હોકીની પ્રેક્ટિસ વચ્ચે જે સમય મળે છે, તેમાં આ ત્રણેય ભાઈઓ પોતાના પિતા સાથે શેરડી વેચવા જાય છે. આવી હાલત છે. આ ખેલાડી પોતાની વાત પીએમ મોદી અને સીએમ યોગી સુધી પહોંચાડવા માંગે છે.

  ત્રણેય ભાઈઓનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના રમતમંત્રી ચેતન ચૌહાણ સન્માન કરી ચૂક્યા છે.


  ઘરની આર્થિક સ્થિતિ સારી નથી
  આ ખેલાડીઓના ઘરની આર્થિક સ્થિતિ સારી નથી. ત્રણ શેડના મકાનમાં રહેનાર ઋષભ આનંદ કહે છે કે અમારી સરકારને માંગણી છે કે ક્રિકેટની જેમ હોકીના ખેલાડીઓને પણ પ્રોત્સાહિત કરવા જોઈએ.

  આ ત્રણેય ભાઈઓ હોકીના આંતરરાષ્ટ્રીય ખેલાડી છે. આમ છતા તે ઘર ચલાવવા માટે રસ્તા પર શેરડી વેચી રહ્યા છે


  ઉલ્લેખનીય છે કે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદનો સંબંધ ઝાંસી સાથે હતો. તેમનો જન્મ પ્રયાગરાજમાં થયો હતો પણ આજે પણ હોકીને લઈને ઝાંસીમાં ઘણી દિવાનગી જોવા મળે છે.
  Published by:Ashish Goyal
  First published: