Home /News /sport /IND VS AUS: અમદાવાદમાં મેચ જોવા ન જતાં, ધમકી ભર્યો કોલ આવતા ફફડાટ, નમો સ્ટેડિયમ પર સુરક્ષા વધારાઈ

IND VS AUS: અમદાવાદમાં મેચ જોવા ન જતાં, ધમકી ભર્યો કોલ આવતા ફફડાટ, નમો સ્ટેડિયમ પર સુરક્ષા વધારાઈ

ahmedabad

IND VS AUS: અમદાવાદના મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચમાં કેટલાક લોકોના ફોનમાં ધમકી ભર્યા મેસેજ મળ્યા હતા કે ખાલિસ્તાન તરફી લોકો નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં હુમલો કરશે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચ જોવા માટે અમદાવાદ સહિત દેશમાંથી મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. જોકે, આ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. ખાલિસ્તાની આતંકી ગુરપરવંતસિંહનો ધમકીભર્યો પ્રીરેકોર્ડેડ મેસેજ વાયરલ થઈ રહ્યો છે.

મેચ ન જોવા માટે ધમકી 

આ મેસેજમાં લોકોને આ મેચ ન જોવા જવાની ધમકી આપવામાં આવી છે. ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુના અવાજમાં રેકોર્ડ મેસેજ અંગ્રેજીમાં છે. ખાલિસ્તાની આતંકીના ધમકીભર્યા મેસેજથી લોકોની બેચેની વધી ગઈ છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સીરિઝમાં અમદાવાદ ખાતે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં આજે યુવા ઓપનર શુભમન ગિલે સદી ફટકારી હતી. લોકેશ રાહુલના સ્થાને ટીમમાં સ્થાન મળ્યા બાદ તે ધાર્યા અનુસાર પરફોર્મ નહોતો કરી શક્યો જેના કારણે ટીકાકારોની ટીકાનો સામનો કરવો પડી રહ્યો હતો પણ આજે તેણે ફરીથી શાનદાર ફોર્મ બતાવીને વિવેચકોની બોલતી બંધ કરી દીધી હતી.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં

આ મેસેજ વાયરલ થયા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ મેસેજ ટ્રેક કરીને તેની જાણાવાજોગ નોંધ દાખલ કરી છે અને આ મેસેજ ક્યાંથી મોકલવામાં આવ્યો હતો તેની તપાસ શરૂ કરી છે.

આ મેચમાં કાંગારૂ કેપ્ટન સ્ટીવ સ્મિથ ટોસ જીત્યો હતો અને તેણે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ ઓસી. ટીમે શાનદાર બેટિંગ કરી હતી અને ટીમનો સ્કોર 450 થી ઉપર પહોંચાડી દીધો હતો. ઉસમાન ખ્વાજાએ સદી ફટકારી હતી અને સાથે તેણે કેમરૂન ગ્રીનનો સાથ મળ્યો હતો. બંનેએ અનુક્રમે 180 અને 114 રન ફટકાર્યા હતા.

બલ્ક મેસેજ અને પૂર્વ રેકોર્ડ કરેલા કોલ વાયરલ

ગુજરાતમાં હજારો લોકોને ઓડિયો-વીડિયો મેસેજ અને કોલ મળ્યા હતા. તેમજ એક વીડિયો પણ વાયરલ થયો હતો. આ પાછળ ખાલિસ્તાનીઓનું ષડયંત્ર હોવાનું સામે આવ્યું હતું. ખાલિસ્તાનવાદી ગુરપરવંતસિંહ પન્નુએ ધમકી વાયરલ કરી હોવાનું તપાસમાં ખૂલ્યું છે.

લોકોને ઘરમાં રહો સુરક્ષિત રહોની ધમકી આપવામાં આવી હતી. તેમા વડાપ્રધાન મોદી વિરુદ્ધ કેટલીક ટીપ્પણીઓ પણ કરવામાં આવી હતી. શીખ ફોર જસ્ટિસના વડા ગુરપરવંતસિંહ પન્નુ દ્વારા મેચ દરમિયાન બલ્ક મેસેજ અને પૂર્વ રેકોર્ડ કરેલા કોલ વાયરલ કરાયા હતા. જેનો હેતુ મેચ પહેલા લોકોમાં ભયનો માહોલ પેદા કરવાનો હતો.

ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે, 9 માર્ચે અમદાવાદના મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ હતી. ત્યારે કેટલાક લોકોના ફોનમાં ધમકી ભર્યા મેસેજ મળ્યા હતા કે ખાલિસ્તાન તરફી લોકો નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં હુમલો કરશે.

આ પણ વાંચો: શુભમન ગિલની સદી! ટીકાકારોની બોલતી બંધ કરી દીધી, કોહલીએ જુઓ શું કર્યું

સુરક્ષા વ્યવસ્થા મજબૂત

જો કે આ પ્રકારની ધમકીને લઈને બંન્ને દેશના ખેલાડીઓ સહિત દર્શકોની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. સાથે જ ધમકી પછી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ, ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે ગ્રાઉન્ડથી માંડીને સોશિયલ મીડિયા સુધીની વોચ વધારી દીધી છે.

કથિત રીતે ખલીસ્તાન તરફી લોકોની આ ધમકીની સત્તાવાર નોંધ કર્યા બાદ રાજ્યની પોલીસને એલર્ટ પર રખાઈ છે.



કેવા પ્રકારના મેસેજ વાયરલ થયા?

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ દરમિયાન તોફાન કરવાની ધમકી આપવામાં આવી હતી. આ બાદ એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. લોકોને મળેલા ધમકીભર્યા મેસેજની તપાસ કરવામાં આવી હતી. સાથે જ કોલને લઈને પણ તપાસ કરાઈ હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે, આ મેસેજ યુએસ સ્થિત વકીલ અને શીખ્સ ફોર જસ્ટિસના વડા ગુરપરવંતસિંહ પન્નુ દ્વારા કરવામા આવ્યા હતા. બલ્ક મેસેજ અને પૂર્વ રેકોર્ડ કરેલા કોલ વાયરલ કરાયા હતા.
First published:

Tags: Ahmedabad Test, IND vs AUS, India vs australia