આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 237 વિકેટ લેનાર શ્રીલંકાના આ બોલરે 32 વર્ષની ઉંમરે લીધો સંન્યાસ

 • Share this:
  નવી દિલ્લી: શ્રીલંકાના ઓલરાઉન્ડર થિસારા પરેરાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. પરેરાએ 2009માં ભારત સામેની વન-ડે સિરિઝમાં શ્રીલંકા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યું કર્યું હતું અને 2 વર્ષ બાદ તેને ટેસ્ટ મેચ રમાવનો મૌકો મળ્યો હતો. તેણે ઝિમ્બબ્વે સામેની મેચમાં ટી-20માં ડેબ્યું કર્યું હતું. પરેરા શ્રી લંકા માટે 6 ટેસ્ટ, 166 વન-ડે અને 84 ટી-20 મેચ રમ્યો છે. તેણે વન-ડેમાં 5740 રન બનાવ્યા છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક સદી અને 14 ફિફ્ટી મારી છે.

  આ વર્ષે માર્ચમાં શ્રીલંકાની ઘરેલું ટૂર્નામેન્ટમાં પરેરાએ એક ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી. તે આવું કરનારો શ્રીલંકાનો પ્રથમ ખેલાડી બન્યો છે. મેજર ક્લબ્સ લિમિટેડ ઓવર લિસ્ટ-એ ટૂર્નામેન્ટમાં તેણે આ સિદ્ધિ હાંસલ કરી. બ્લૂમફિલ્ડ ક્રિકેટ ક્લબ સામેની મેચમાં તે શ્રીલંકાની આર્મી ટીમની અધ્યક્ષતા સંભાળી રહ્યો હતો. એટલું જ નહીં, તે શ્રીલંકા માટે લિસ્ટ-એમાં બીજા સૌથી ઝડપી અડધી સદીનો ખેલાડી પણ બન્યો.

  શ્રીલંકા સામે આંતરરાષ્ટ્રીય ટી 20 માં હેટ્રિક લેનાર પરેરા પણ પ્રથમ ખેલાડી હતો. તેણે ભારત સામે આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ સિવાય તે શ્રીલંકા માટે અડધી સદી ફટકાર્યા વિના સૌથી વધુ ટી -20 મેચ રમવા અને સ્કોર કરનાર ખેલાડી પણ હતો.
  Published by:kuldipsinh barot
  First published: