Home /News /sport /

કેપ્ટનની પત્નીએ સોશિયલ મીડિયામાં ખેલાડી પર કરી કોમેન્ટ, ડ્રેસિંગ રુમમાં બગડ્યો માહોલ

કેપ્ટનની પત્નીએ સોશિયલ મીડિયામાં ખેલાડી પર કરી કોમેન્ટ, ડ્રેસિંગ રુમમાં બગડ્યો માહોલ

કેપ્ટનની પત્નીએ સોશિયલ મીડિયામાં ખેલાડી પર કરી કોમેન્ટ

શ્રીલંકાના ઓલરાઉન્ડર તિસારા પરેરાની વન-ડે અને ટી-20ના કેપ્ટન લસિથ મલિંગાની પત્ની સાથે રકઝક થઈ

    શ્રીલંકા ક્રિકેટ ટીમ મેદાન ઉપર ઘણું ખરાબ પ્રદર્શન કરી રહી છે. જોકે હવે સમાચાર આવી રહ્યા છે કે ટીમના ખેલાડીઓ પણ ટેન્શનની સ્થિતિમાં છે અને એકબીજા સાથે સરખી રીતે વાત પણ કરતા નથી. થોડા દિવસો પહેલા જ શ્રીલંકાના ઓલરાઉન્ડર તિસારા પરેરાની વન-ડે અને ટી-20ના કેપ્ટન લસિથ મલિંગાની પત્ની સાથે રકઝક થઈ હતી. આ બબાલ મલિંગાની પત્ની તરફથી સોશિયલ મીડિયા પર કરેલ કોમેન્ટથી થઈ હતી. મલિંગાની પત્નીએ સોશિયલ મીડિયા દ્વારા થિસારા પર આરોપ લગાવ્યો હતો કે શ્રીલંકાની રાષ્ટ્રીય ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે શ્રીલંકાના રમત મંત્રીને મળ્યો હતો.

    થિસારાએ પણ આ વાતનો જવાબ સોશિયલ મીડિયા દ્વારા આપ્યો હતો. તેણે ફેસબુક પર 2018માં વન-ડેમાં કરેલા પ્રદર્શનના આંકડા રાખ્યા હતા. તેણે આ આંકડાને બેસ્ટ ગણાવ્યા હતા. થિસારા પરેરાએ શ્રીલંકાના ક્રિકેટ અધિકારી એશ્લે ડી સિલ્વાને પણ લેટર લખ્યો હતો. જેમાં લખ્યું હતું કે આ પ્રકારની વાત જ્યારે ટીમના કેપ્ટનની પત્ની તરફથી કરવામાં આવે તો લોકો તેના ઉપર જ વિશ્વાસ કરશે અને તેમને વિશ્વાસ ન કરતા રોકવા મુશ્કેલ છે. આ લેટરમાં થિસારાએ એમ પણ કહ્યું હતું કે ટીમના કેપ્ટનની પત્ની તરફથી આવી ટિપ્પણી પછી ડ્રેસિંગ રુમનો માહોલ પહેલા જેવો રહ્યો નથી. ખેલાડીઓનો વ્યવહાર બદલાઈ ગયો છે.

    મલિંગા પત્ની તાન્યા સાથે


    આ પણ વાંચો - બોલ્ટના નામે વન-ડે ક્રિકેટની સૌથી ઝડપી ‘સદી’,ટીમ ઇન્ડિયા લાચાર

    થિસારા પરેરાએ તો એમ પણ કહ્યું હતું કે શ્રીલંકાની ટીમ આખા દેશમાં મજાકનું પાત્ર બની ગઈ છે. જેમાં અંદાજો લગાવી શકાય છે કે સ્થિતિ કેટલી ગંભીર છે. શ્રીલંકાની ટીમ હાલમાં જ ઘણી શ્રેણી હારી છે. તે પોતાના હોમગ્રાઉન્ડમાં પણ જીતી શકતી નથી. ન્યૂઝીલેન્ડ સામે વન-ડે અને ટી-20 શ્રેણી હાર્યા પછી ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ પણ હારી છે. ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ 1 ફેબ્રુઆરીથી રમાશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Lasith malinga

    આગામી સમાચાર