થિસારા પરેરાએ 6 બોલમાં 6 સિક્સર ફટકારી, આવું કરનાર શ્રીલંકાનો પ્રથમ ક્રિકેટર બન્યો

થિસારા પરેરાએ 6 બોલમાં 6 સિક્સર ફટકારી (PHOTO AFP)

થિસારા પરેરાએ અંતિમ ઓવરમાં ઓફ સ્પિનર દિલ્હન કૂરેની ઓવરમાં છ બોલમાં છ સિક્સર ફટકારી

  • Share this:
    નવી દિલ્હી : થિસારા પરેરાએ (Thisara Perera)રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું છે. શ્રીલંકાના આ ઓલરાઉન્ડરે એક ઓવરમાં 6 સિક્સરનો રેકોર્ડ બનાવ્યો છે. થિસારા પરેરાએ લિસ્ટ-એ ટૂર્નામેન્ટમાં આર્મી સ્પોર્ટ્સ ક્લબ તરફથી ખેલતા આ રેકોર્ડ બનાવ્યો છે. જોકે આ મેચ ખરાબ રોશનની કારણે રદ કરવી પડી હતી. પરેરાએ જ્યારે બેટિંગ કરવા ઉતર્યો ત્યારે ફક્ત 20 બોલ જ બચ્યા હતા.

    થિસારા પરેરાએ અંતિમ ઓવરમાં ઓફ સ્પિનર દિલ્હન કૂરેની ઓવરમાં છ બોલમાં છ સિક્સર ફટકારી હતી. 6 સિક્સરોની મદદથી પરેરાએ બ્લૂમફીલ્ડ ક્લબ સામે 13 બોલમાં જ અડધી સદી ફટકારી હતી. તે 13 બોલમાં 52 રન બનાવી અણનમ રહ્યો હતો. ક્રિકેટના કોઇ ફોર્મેટમાં 6 બોલમાં 6 સિક્સર ફટકારનાર થિસારા પરેરા શ્રીલંકાનો પ્રથમ બેટ્સમેન છે. શ્રીલંકા તરફથી બીજી ફાસ્ટેસ્ટ અડધી સદી પણ તેના નામે થઈ ગઈ છે. શ્રીલંકા તરફથી સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ કૌશલ્ય વીરારત્નેનો છે. તેણે 2005માં 12 બોલમાં અડધી સદી ફટકારી હતી. દિલ્હન કૂરેએ 4 ઓવરમાં 73 રન આપી દીધા હતા.

    આ પણ વાંચો - સચિન તેંડલકર પછી હવે યૂસુફ પઠાણ પણ કોરોના પોઝિટિવ, અન્ય ખેલાડી પણ તપાસના ઘેરામાં

    આર્મી સ્પોર્ટ્સ ક્લબે પ્રથમ બેટિંગ કરતા 41 ઓવરમાં 3 વિકેટે 318 રન બનાવ્યા હતા. વરસાદના કારણે મેચ 50 ઓવરના બદલે 41 ઓવરની કરવામાં આવી હતી. જવાબમાં બ્લૂમફીલ્ડે 17 ઓવરમાં 73 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ખરાબ રોશનની કારણે મેચ રદ કરવી પડી હતી.

    થિસારા પરેરા પહેલા આ વર્ષે વેસ્ટ ઇન્ડીઝના કાયરન પોલાર્ડે એક ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી. તેણે શ્રીલંકા સામે આંતરરાષ્ટ્રીય ટી-20માં આ સિદ્ધી મેળવી હતી. પરેરા એક ઓવરમાં 6 સિક્સર ફટકારનાર દુનિયાનો નવમો ખેલાડી છે.
    Published by:Ashish Goyal
    First published: