Home /News /sport /ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ ફરી કરી મોટી-મોટી વાતો

ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ ફરી કરી મોટી-મોટી વાતો

રવિ શાસ્ત્રીનું માનવું છે કે વર્તમાન ટીમ છેલ્લા 15-20 વર્ષમાં વિદેશોમાં સૌથી શાનદાર પ્રદર્શન કરનાર ટીમ છે

શાસ્ત્રીએ કહ્યું હતું કે અમારા ખેલાડીઓએ ઘણું જોર લગાવ્યું હતું. જો તમે છેલ્લા ત્રણ વર્ષના રેકોર્ડ જુઓ તો અમે વિદેશોમાં નવ મેચ અને ત્રણ શ્રેણીમાં જીત મેળવી છે.

ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી ગુમાવી દીધી છે પણ કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે વર્તમાન ટીમ છેલ્લા 15-20 વર્ષમાં વિદેશોમાં સૌથી શાનદાર પ્રદર્શન કરનાર ટીમ છે. ભારતીય ટીમનો ચોથી ટેસ્ટમાં પરાજય થતા પાંચ મેચની શ્રેણીમાં 1-3થી પાછળ છે. શ્રેણીની પાંચમી અને અંતિમ ટેસ્ટ શુક્રવારથી ઓવલના મેદાન પર રમાશે.

શાસ્ત્રીએકહ્યું હતું કે અમારા ખેલાડીઓએ ઘણું જોર લગાવ્યું હતું. જો તમે છેલ્લા ત્રણ વર્ષના રેકોર્ડ જુઓ તો અમે વિદેશોમાં નવ મેચ અને ત્રણ શ્રેણીમાં જીત મેળવી છે. (વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકા સામે બે વખત). શાસ્ત્રીએ કહ્યું હતું કે મેં છેલ્લા 15-20 વર્ષમાં કોઈપણ ભારતીય ટીમને આટલા ઓછા સમયમાં આવું પ્રદર્શન કરતા જોઈ નથી. આ ટીમમાં દમખમ છે.

શાસ્ત્રીએ કહ્યું હતું કે જ્યારે તમે મેચ હારો છો ત્યારે દુખ થાય છે. આવા સમયે તમે આવી સ્થ
First published:

Tags: India vs england, Indian Team, રવિ શાસ્ત્રી

विज्ञापन