સચિન તેંડુલકરે સ્ટિવ સ્મિથ પર કર્યા 3 રિસર્ચ, જણાવ્યા સફળતાના રહસ્યો

News18 Gujarati
Updated: September 19, 2019, 4:02 PM IST
સચિન તેંડુલકરે સ્ટિવ સ્મિથ પર કર્યા 3 રિસર્ચ, જણાવ્યા સફળતાના રહસ્યો
સચિન તેંડુલકરે સ્ટિવ સ્મિથ પર કર્યા 3 રિસર્ચ, જણાવ્યા સફળતાના રહસ્યો

સચિન તેંડુલકરે વીડિયો જાહેર કરીને સ્મિથની બૅટિંગ ટેકનિક ઉપર વાત કરી

  • Share this:
ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ (Australia vs England)વચ્ચે હાલમાં પુરી થયેલી ઍશિઝ શ્રેણી (Ashes Series) 2-2થી ડ્રો રહી હતી. ઓસ્ટ્રેલિયાના બૅટ્સમેન સ્ટિવ સ્મિથે (Steve Smith)અસાધારણ પ્રદર્શન કરતા ચાર ટેસ્ટની સાત ઇનિંગ્સમાં 774 રન બનાવ્યા હતા. જેમાં બે સદી, એક બૅવડી અને ત્રણ અડધી સદી સામેલ હતી. સ્મિથના આ ઐતિહાસિક પ્રદર્શન પછી દરેક તેને આધુનિક યુગનો ડોન બ્રેડમેન (Don Bradman)ગણાવે છે.

ઍશિઝ શ્રેણી પછી ઘણા પૂર્વ ક્રિકેટરોએ પોત-પોતાની રીતથી સ્ટિવ સ્મિથની સફળતાનું રહસ્ય બતાવ્યું હતું. હવે ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે (Sachin Tendulkar)વીડિયો જાહેર કરીને સ્મિથની બૅટિંગ ટેકનિક ઉપર વાત કરી છે. સચિને બતાવ્યું છે કે આખરે કેવી રીતે સ્મિથ હરિફ ટીમોને ભાર પડે છે. સચિને સ્મિથના ડાબા પગનું વિશ્લેષણ કરીને તેની સફળતામાં તેના યોગદાનની વાત કરી હતી.

આ પણ વાંચો - આ છે ભારતને એશિયા કપ જીતાડનાર હીરો, માતા બસ કંડક્ટર તરીકે કરે છે નોકરી

1. સચિન તેંડુલકરના મતે બર્મિંઘમના એજબેસ્ટનમાં રમાયેલી પ્રથમ ઍશિઝ ટેસ્ટમાં ઇંગ્લેન્ડના બૉલરોએ સ્મિથને સ્લિપના ક્ષેત્રમાં આઉટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આવા સમયે સ્મિથ થોડો ચાલીને આગળ આવીને શોર્ટ રમવા લાગ્યો હતો. જેનાથી તેનું લેગ સ્ટંમ્પ જોવા મળતું હતું. તેણે ઓફ સ્ટંમ્પની બહારના બોલને જવા દીધા હતા અને શોટ રમવા માટે ઘણી સમજદારીથી બૉલની પસંદગી કરી હતી.2. લોર્ડ્સ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે લેગ સ્લિપ લગાવી દીધી હતી. આ કારણે જોફ્રા આર્ચર(Jofra Archer)ના બાઉન્સ બૉલ પર સ્મિથને થોડી પરેશાની થઈ હતી. આવું એટલા માટે બન્યું કારણ કે સ્મિથ બૉલની લાઇનમાં તો આવતો હતો પણ આમ કરતા તે થોડો બેકફુટ પર રહેતો હતો. કોઈપણ બૅટ્સમેન માટે જરુરી છે કે તે પોતાના માથાની સ્થિતિ આગળ રાખે અને પૂરી રીતે ના થાય તો આંશિક રુપથી શરીરનું વજન પણ આગળ તરફ રાખે. આ કારણ રહ્યું કે જ્યારે આર્ચરે તેને શોર્ટ પિચ બૉલ ફેક્યો તો સ્મિથે તેને પુલ કરવાના બદલે ડિફેન્સ કર્યું અને આ દરમિયાન તેની પોઝિશન ઘણી ખરાબ રહી હતી. આ કારણે આર્ચરના બાઉન્સર પર ઇજાગ્રસ્ત થયો હતો. જોકે તેણે પોતાની ટેકનિકમાં ફેરફાર કર્યો અને લેગ સ્ટંમ્પ એક્સપોઝ કરવાનું છોડી દીધું હતું. તે જાણતો હતો કે આર્ચર આ એરિયાને નિશાન બનાવી રહ્યો છે. જો તમે લેગ સ્ટંમ્પ છોડીને ઓફ સ્ટંમ્પ તરફ રમવા જશો તો બોલની ઉપર આવી શકશો નહીં અને શોટ હવામાં જશે.

3. સ્મિથે ચોથી અને પાંચમી ટેસ્ટમાં ફોરવર્ડ આવીને બોલને વિકેટકીપર પાસે જવા દીધો હતો. જ્યારે પહેલા આમ કરતા તેની પોઝિશન પાછળની તરફ રહેતી હતી. સ્મિથે જ્યારે ટેકનિકમાં ફેરફાર કર્યો તો બોલ છોડતા સમયે તેનું માથું અને શરીર આગળ તરફ રહેતું હતું. આ કારણે આર્ચરે જ્યારે પણ બાઉન્સર કરે ત્યારે સ્મિથ ખભા ઝુકાવીને બોલ છોડી દેતો હતો.

અંતમાં સચિને બતાવ્યું હતું કે આ આખી શ્રેણીમાં મેં સૌથી મહત્વની એક વાત નોટિસ કરી તે એ હતી કે જ્યારે પણ લેગ સ્લિપ લાગેલી હતી ત્યારે સ્મિથે ક્યારેય પોતાના ડાબા પગને ક્રીઝથી હલાવ્યો ન હતો. તેનાથી હંમેશા પોતાના લેગ સ્ટંમ્પને સુરક્ષિત રાખવામાં મદદ મળતી હતી. આવું પહેલા ન હતું. આ જ કારણ છે કે મેં પહેલા પણ કહ્યું હતું કે સ્મિથની ટેકનિક જટીલ છે પણ તેનું માઇન્ડસેટ ઘણું વ્યવસ્થિત છે.
First published: September 19, 2019, 4:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading