Home /News /sport /BCCIએ કમાણીમાં બધા ક્રિકેટ બોર્ડને પછાડ્યા: પાકિસ્તાન તો આસપાસ પણ નથી, પણ બાંગ્લાદેશ..

BCCIએ કમાણીમાં બધા ક્રિકેટ બોર્ડને પછાડ્યા: પાકિસ્તાન તો આસપાસ પણ નથી, પણ બાંગ્લાદેશ..

BCCIએ કમાણીમાં બધા ક્રિકેટ બોર્ડને પછાડ્યા

આ વર્ષે BCCIને માત્ર IPLના રાઈટ્સમાંથી લગભગ 50,000 કરોડ રૂપિયા મળ્યા છે. મતલબ કે, બોર્ડની આવકમાં વાર્ષિક અંદાજે 10,000 કરોડ રૂપિયાનો વધારો થયો છે.

નવી દિલ્હી: ક્રિકેટની આવક બાબતે ભારત વિશ્વમાં ટોચના ક્રમે છે. BCCI અત્યારે વિશ્વનું સૌથી ધનવાન ક્રિકેટ બોર્ડ છે. ટીમ ઈન્ડિયાના પ્રદર્શનમાં ઉતાર-ચઢાવ આવે છે, પણ BCCIની આવક સતત વધી રહી છે. આજે વિશ્વની મોટી કંપનીઓ ટીમ ઈન્ડિયા સાથે જોડાવા માંગે છે. જેના કારણે BCCIની આવક આસમાને આંબી ગઈ છે. BCCIની આવકના કારણે અન્ય ક્રિકેટ બોર્ડના પેટમાં તેલ રેડાય છે. ખાસ કરીને પાકિસ્તાની ક્રિકેટ બોર્ડને BCCIની આવક આંખના કણાની જેમ ખૂંચે છે.

ખાસ કરીને આ વર્ષે ટીવી રાઇટ્સના વેચાણ બાદ BCCIની આવક ઘણી વધી ગઇ છે. BCCI સહિત અન્ય દેશોના બોર્ડે ગત વર્ષે કુલ મળીને કેટલી કમાણી કરી તે અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.

આ પણ વાંચો: ICC T20I Ranking: સૂર્યકુમાર યાદવ નંબર વન બેટ્સમેન, ઇંગ્લેન્ડના બેટ્સમેનોને પણ થયો ફાયદો

વર્તમાન સમયે શ્રીલંકાના ક્રિકેટ બોર્ડની હાલત ખરાબ છે. આંકડા મુજબ, વર્ષ 2021માં આશરે શ્રીલંકા 100 કરોડ રૂપિયાની કુલ આવક સાથે દસ દેશોમાં પાછળ રહ્યું હતું, જ્યારે ઝિમ્બાબ્વેની વાર્ષિક કમાણી 113 કરોડ હતી. વિન્ડીઝ બોર્ડ આઠમા નંબરે હતું અને તેણે વર્ષ 2021માં 116 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે ન્યૂઝીલેન્ડે આ મામલામાં આ દેશોને પાછળ છોડીને એક વર્ષમાં 210 કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળતા મેળવી હતી. જ્યારે સાઉથ આફ્રિકન બોર્ડની વાર્ષિક કમાણી રુપિયા 485 કરોડ રહી હતી.

બાંગ્લાદેશ અત્યારે પાકિસ્તાન કરતાં થોડું પાછળ

બીજી તરફ બાંગ્લાદેશની કમાણી આશ્ચર્યજનક રહી હતી. બાંગ્લાદેશના ક્રિકેટની અર્થવ્યવસ્થા બાકીના દેશોથી વધુ મજબૂત હોવાનું દર્શાવે છે. અત્યારે બાંગ્લાદેશ ચોથા ક્રમે રહેલા પાકિસ્તાન (811 કરોડ)થી માત્ર થોડુંક જ પાછળ છે. વિશ્વના ટોચના ત્રણ BCCI સાથે ઓસ્ટ્રેલીયા અને ઈંગ્લેન્ડના બોર્ડ સામેલ છે.

ઈંગ્લેન્ડની તાકાત વધી

ટોચના ત્રણ દેશોમાં BCCI બિગ બૉસ ગણાય છે. BCCIએ વર્ષ 2021માં 3,730 કરોડની આવક ભેગી કરીને દસ દેશોમાં નંબર વનનું સ્થાન મેળવ્યું હતું. જ્યારે 2843 કરોડ સાથે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા બીજા નંબર પર અને 2135 કરોડ સાથે ઈંગ્લેન્ડ ત્રીજા નંબર પર છે, પરંતુ જો ભારતીય ક્રિકેટની હાલત ટી-20 વર્લ્ડ કપ જેવી જ રહે અને ઇંગ્લેન્ડનો દબદબો સતત વધતો રહે તો ECBની વાર્ષિક કમાણી BCCIની નજીક પહોંચી શકે છે.
First published:

Tags: Bcci T20 World Cup, Financial Condition, Team india

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો