Home /News /sport /કોહલીની પ્રશંસા કરતા રવિ શાસ્ત્રીએ ચાર ભારતીય કેપ્ટનોને કર્યા ‘સ્ટંપ આઉટ’

કોહલીની પ્રશંસા કરતા રવિ શાસ્ત્રીએ ચાર ભારતીય કેપ્ટનોને કર્યા ‘સ્ટંપ આઉટ’

વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ શ્રેણીમાં 2-1થી હરાવીને ઇતિહાસ રચી દીધો

વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ શ્રેણીમાં 2-1થી હરાવીને ઇતિહાસ રચી દીધો

વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ શ્રેણીમાં 2-1થી હરાવીને ઇતિહાસ રચી દીધો છે. જીતની ખુશીમાં ઉત્સાહિત કોચ રવિ શાસ્ત્રીએ ટીમ ઇન્ડિયાની ઓસ્ટ્રેલિયન ધરતી પરની આ જીતને 1983ના વર્લ્ડ કપ કરતા પણ મોટી જીત બતાવી છે. જ્યારે તેમને પુછવામાં આવ્યું કે તે ઐતિહાસિક જીત પછી કેવી લાગણી અનુભવી રહ્યા છે. તો શાસ્ત્રીએ કહ્યું હતું કે હું તમને બતાવીશ કે હું આ જીતથી કેટલો ઉત્સાહિત થયો છું. આ જીત 1983ના વર્લ્ડ કપ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ 1985 કરતા પણ મોટી જીત છે. કારણ કે ટેસ્ટ ક્રિકેટ અસલી ફોર્મેટ છે.

જે રીતે શાસ્ત્રીએ આ જીતને ટીમ ઇન્ડિયાની સૌથી મોટી જીત ગણાવી છે તેને જોતા ધોનીની કેપ્ટનશિપમાં 2007ની ટી-20 વર્લ્ડ કપની જીત અને 2011 વર્લ્ડ કપની જીત પણ ઓછી જ ન આંકી પણ ભુલાવી દીધી હતી. આટલું જ નહીં સૌરવ ગાંગુલીની પાકિસ્તાનમાં પ્રથમ ઐતિહાસિક જીત, દ્રવિડની ઇંગ્લેન્ડમાં 21 વર્ષ પછી ઐતિહાસિક જીત અને દ્રવિડની 2006માં વેસ્ટ ઇન્ડીઝમાં ટેસ્ટ શ્રેણી જીતને કોઈ મહત્વ આપ્યું ન હતું.

આ પણ વાંચો - ટીમ ઇન્ડિયાએ ઇતિહાસ રચવાની સાથે બનાવ્યા આ 5 રેકોર્ડ

આ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાયેલી ચોથી ટેસ્ટ વરસાદના કારણે રદ થઈ તો ટીમ ઇન્ડિયાએ 2-1થી શ્રેણી પોતાના નામે કરી લીધી હતી. સુનીલ ગાવસ્કરે કહ્યું હતું કે ટીમને ઉજવણી કરતા જોઈ તો મારી આંખમાં પણ આંસુ આવી ગયા હતા.

આ પણ વાંચો - આ 5 પ્લેયર્સના કારણે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયામાં પહેલીવાર જીતી ટેસ્ટ સીરીઝ

ભારત પ્રથમ એશિયન ટીમ બની છે જેણે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતી છે. આ સાથે ભારત ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા પછી ભારત પાંચમી ટીમ છે, જેણે ઓસ્ટ્રેલિયા સામે તેના ઘરઆંગણે જીત મેળવી છે. ટીમને આ જીત 71 વર્ષ, 31 શ્રેણી અને 98 ટેસ્ટ પછી મળી છે. આ દરમિયાન 272 ખેલાડી રમ્યા હતા અને 29 સુકાની બદલાયા હતા.
First published:

Tags: Australia, Test series, ભારત, રવિ શાસ્ત્રી, વિરાટ કોહલી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો