Home /News /sport /IPLમાં રેવ પાર્ટી કરતો પકડાયો હતો આ ક્રિકેટર, હવે સચિન તેંડુલકર સાથે રમી રહ્યો છે એક ટીમમાં

IPLમાં રેવ પાર્ટી કરતો પકડાયો હતો આ ક્રિકેટર, હવે સચિન તેંડુલકર સાથે રમી રહ્યો છે એક ટીમમાં

સચિન તેંડુલકર (Sachin Tendulkar)સહિત ઘણા પૂર્વ ક્રિકેટરો રોડ સેફટી વર્લ્ડ સીરીઝમાં (Road Safety World Series)રમતા જોવા મળી રહ્યા છે

Road Safety World Series - ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર સહિત ઘણા પૂર્વ ક્રિકેટરો રોડ સેફટી વર્લ્ડ સીરીઝમાં રમતા જોવા મળી રહ્યા છે

    નવી દિલ્હી : ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર (Sachin Tendulkar)સહિત ઘણા પૂર્વ ક્રિકેટરો રોડ સેફટી વર્લ્ડ સીરીઝમાં (Road Safety World Series)રમતા જોવા મળી રહ્યા છે. આ શ્રેણીની પ્રથમ મેચમાં ઇન્ડિયા લીજેન્ડ્સે (India Legends)દક્ષિણ આફ્રિકા લીજેન્ડ્સ સામે 61 રને વિજય મેળવ્યો હતો. ઇન્ડિયા લીજેન્ડ્સે 20 ઓવરમાં 4 વિકેટે 217 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકા લીજેન્ડ્સ 20 ઓવરમાં 9 વિકેટે 156 રન બનાવી શક્યું હતું. આ મેચમાં સચિન સાથે રાહુલ શર્મા (Rahul Sharma) પણ રમતો જોવા મળે છે. રાહુલ શર્માએ 4 ઓવરમાં 17 રન આપી 3 વિકેટ ઝડપી હતી. રાહુલ શર્મા એકસમયે રેવ પાર્ટીના કારણે ચર્ચામાં આવ્યો હતો. હાલ તે સચિનની કેપ્ટનશિપ વાળી ઇન્ડિયા લીજેન્ડ્સમાં રમી રહ્યો છે.

    આઈપીએલમાં રેવ પાર્ટી કરતા પકડાયો હતો


    રાહુલ શર્મા 21 માર્ચ 2012ના રોજ પોતાના સાથી ક્રિકેટર વાર્ને પાર્નેલ સાથે રેવ પાર્ટીમાં પકડાયો હતો. આ પાર્ટી મુંબઈના જુહુમાં આયોજીત થઇ હતી. પોલીસે પાર્ટીમાં રેઇડ કરી હતી અને બે ક્રિકેટર સહિત 94 લોકોની ધરપકડ કરી હતી. આ ચર્ચિત રેવ પાર્ટીમાં શ્રીમંત પરિવારની યુવતીઓ, મોડલ, અભિનેતા, ક્રિકેટપ અને ફેશન ડિઝાઇનર સામેલ હતા. પકડાયા પછી બધાએ કહ્યું હતું કે તે એક બર્થ ડે પાર્ટીમાં આવ્યા હતા. તેમને ખબર ન હતી કે આ રેવ પાર્ટી છે.

    આ પણ વાંચો - પાકિસ્તાની ક્રિકેટર સાથે જોડાઇ રહ્યું છે આ અભિનેત્રીનું નામ, જાણો કોણ છે કિન્જા હાશમી

    રાહુલ શર્મા 21 માર્ચ 2012ના રોજ પોતાના સાથી ક્રિકેટર વાર્ને પાર્નેલ સાથે રેવ પાર્ટીમાં પકડાયો હતો


    તે સમયે રાહુલ શર્માએ દાવો કર્યો હતો કે હું જન્મદિવસની પાર્ટીમાં ગયો હતો. મને તો એ પણ ખબર નથી કે રેવ પાર્ટી શું હોય છે. હું નિર્દોષ છું. મારા બ્લડના નમૂના પોઝિટિવ આવે અને હું દોષિત ઠરીશ તો ક્રિકેટ રમવાનું છોડી દઈશ. તે સમયે દિગ્ગજ ક્રિકેટર્સ અને બીસીસીઆઈના અધિકારીઓએ રાહુલ શર્માનો ઘણો બચાવ કર્યો હતો.

    રાહુલ શર્મા ભારત તરફથી 4 વન ડે અને 2 ટી20 મેચ રમ્યો છે


    8 ડિસેમ્બર 2011ના રોજ ભારતીય ટીમ માટે ડેબ્યૂ કરનાર રાહુલ શર્મા 4 વન ડે અને 2 ટી20 મેચ રમ્યો છે. રાહુલે વન ડેમાં 6 અને ટી-20માં 3 વિકેટ ઝડપી હતી. રાહુલે વેસ્ટ ઇન્ડીઝ સામે ઇન્દોર વન ડે મેચથી ડેબ્યૂ કર્યું હતું. આ જ મેચમાં પૂર્વ ભારતીય બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે બેવડી સદી ફટકારતા 149 બોલ પર 219 રણ બનાવ્યા હતા.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Cricket News Gujarati, સચિન તેંડુલકર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन