Home /News /sport /

વર્લ્ડ કપ માટે શ્રીલંકાએ ટીમની જાહેરાત કરી, આ મોટા ખેલાડીને ના મળ્યું સ્થાન

વર્લ્ડ કપ માટે શ્રીલંકાએ ટીમની જાહેરાત કરી, આ મોટા ખેલાડીને ના મળ્યું સ્થાન

બુધવારે દિમુથ કરુણારત્નેને કેપ્ટન બનાવ્યા પછી શ્રીલંકાએ ગુરુવારે વર્લ્ડ કપ માટે 15 સભ્યોના ટીમની જાહેરાત કરી

બુધવારે દિમુથ કરુણારત્નેને કેપ્ટન બનાવ્યા પછી શ્રીલંકાએ ગુરુવારે વર્લ્ડ કપ માટે 15 સભ્યોના ટીમની જાહેરાત કરી

    બુધવારે દિમુથ કરુણારત્નેને કેપ્ટન બનાવ્યા પછી શ્રીલંકાએ ગુરુવારે વર્લ્ડ કપ માટે 15 સભ્યોના ટીમની જાહેરાત કરી છે. ટીમમાં એન્જલો મેથ્યુસની વાપસી થઈ છે. જે હેમસ્ટ્રિંગની ઈજાના કારણે છેલ્લા ઘણા સમયથી ટીમથી બહાર હતો.

    ટીમમાં કુશાલ પરેરાને પણ તક આપવામાં આવી છે. પરેરા પણ હેમસ્ટ્રિંગની ઈજાના કારણે ટીમમાંથી બહાર હતો. પરેરા નિરોશન ડિકવેલાનું સ્થાન લેશે. જે છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં છે. પૂર્વ કેપ્ટન દિનેશ ચંડીમલને પણ વર્લ્ડ કપમાં સ્થાન મળ્યું નથી.

    ટીમમાં લસિથ મલિંગાને તક આપવામાં આવી છે, જે પોતાનો ચોથો વર્લ્ડ કપ રમશે. તેને સુરંગ લકમલ અને નુવાન પ્રદીપનો સાથ મળશે. પસંદગીકારોએ જીવન મેન્ડિસને પણ તક આપી છે. જે 2007 પછી કોઈ વન-ડે રમ્યો નથી. શ્રીલંકાની ટીમ 1 જૂનથી ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ કપ અભિયાનનો પ્રારંભ કરશે.

    આ પણ વાંચો - World Cup: ટીમ ઇન્ડિયાના 15 ધુરંધરોની જાણો તાકાત અને નબળાઇ

    શ્રીલંકાની ટીમ છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં છે. 2015ના વર્લ્ડ કપ પછી તે કુલ 84 વન-ડે રમ્યું છે જેમાં ફક્ત 23માં જ જીત મળી છે. શ્રીલંકા પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરુઆત પહેલા સ્કોટલેન્ડ સામે બે વન-ડે મેચની શ્રેણી રમશે.

    વર્લ્ડ કપ માટે શ્રીલંકાની ટીમ - દિમુથ કરુણારત્ને (કેપ્ટન), એન્જલો મેથ્યુસ, કુશાલ પરેરા, લહિરુ થિરીમાને, અવિશ્વકા ફરનંનદો, કુશાલ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા, જેફરે વાડરસે, થિસારા પરેરા, ઇસુર ઉડાના, સુરંગ લકમલ, નુવાન પ્રદીપ, જીવન મેન્ડિસ, મિલિંદ શ્રીરીવર્દના ,લસિથ મલિંગા.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Srilanka, World cup 2019

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन