Home /News /sport /

Team India: ભારતના આ જાણીતા ક્રિકેટરોએ લગ્ન પછી કર્યાં લફરા, 3 ખેલાડીઓના થયા છૂટાછેડા

Team India: ભારતના આ જાણીતા ક્રિકેટરોએ લગ્ન પછી કર્યાં લફરા, 3 ખેલાડીઓના થયા છૂટાછેડા

લગ્ન થયા હોવા છતાં અફેર કર્યા હોય તેવા 4 દિગ્ગજ ભારતીય ક્રિકેટરો

કેટલાકના સંબંધો પાછળથી તૂટી ગયા હતા. લગ્ન થયા હોવા છતાં અફેર કર્યા હોય તેવા 4 દિગ્ગજ ભારતીય ક્રિકેટરો (Indian cricketers ) વિશે અહી જાણકારી આપવામાં આવી છે.

  Team India : ભારતના 4 ટોચના ક્રિકેટરો તેમના અફેર (Cricketer's Affaire)ને કારણે ચર્ચામાં રહ્યા છે, આ ખેલાડીઓ (Indian Player)ના નામ સાંભળીને તમે ચોંકી જશો. લગ્ન પછી આ 4 દિગ્ગજ ભારતીય ક્રિકેટરો (Cricketer)નું અફેર હતું. કેટલાક ક્રિકેટરોએ તો તેમની પહેલી પત્નીને તેમના અફેરના કારણે છૂટાછેડા આપી દીધા હતા. જોકે, કેટલાકના સંબંધો પાછળથી તૂટી ગયા હતા. લગ્ન થયા હોવા છતાં અફેર કર્યા હોય તેવા 4 દિગ્ગજ ભારતીય ક્રિકેટરો (Indian cricketers ) વિશે અહી જાણકારી આપવામાં આવી છે.

  • મોહમ્મદ શમી


  ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને હસીન જહાંના લગ્ન 7 એપ્રિલ 2014ના રોજ થયા હતા. થોડા વર્ષો પછી શમીની પત્નીએ તેના પર અન્ય મહિલાઓ સાથે સંબંધો હોવાનો આરોપ લગાવ્યો હતો, આ સાથે જ હસીને શમી પર બળાત્કાર જેવા ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. આ દરમિયાન 2018માં મોહમ્મદ શમી પર તેની પત્ની હસીન જહાં દ્વારા બળાત્કાર, હત્યાનો પ્રયાસ અને ઘરેલુ હિંસાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હસીન જહાંએ શમી અને તેના ભાઈ વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો. શમી સામે IPCની કલમ 498A (દહેજ ઉત્પીડન) અને કલમ 354 (જાતીય સતામણી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો, જ્યારે તેના ભાઈ હાસીદ અહેમદ સામે કલમ 354 (જાતીય સતામણી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

  અહી ઉલ્લેખનિય છે કે, મોહમ્મદ શમીએ 6 જૂન 2014ના રોજ કોલકાતાની મોડલ હસીન જહાં સાથે લગ્ન કર્યા હતા. તે મોડેલ હોવા સાથે કોલકાતા નાઈટ રાઈડર્સની ચીયર લીડર પણ બની હતી. આ દરમિયાન બંનેની મુલાકાત થઈ અને બને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. ત્યારબાદ શમીએ પરિવારની મરજી વિરુદ્ધ જઈને લગ્ન કરી લીધા હતા. શમી 17 જુલાઈ 2015ના રોજ પુત્રીનો પિતા બન્યો હતો.

  1. મોહમ્મદ અઝહરુદ્દીન


  2. પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનના બે લગ્ન વિશે ઘણા લોકો જાણતા હશે. તેણે પહેલા નૌરીન સાથે લગ્ન કર્યા હતા અને તેની સાથે તેને બે પુત્રો હતા, પરંતુ બાદમાં તેનું બોલિવૂડ અભિનેત્રી સંગીતા બિલજાની સાથે અફેર હતું. 1996માં અભિનેત્રી સંગીતા બિલજાની સાથે લગ્ન કરવા માટે તે પ્રથમ પત્નીથી અલગ થયો હતો.

   આ પણ વાંચો- મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલનો મોટો ખુલાસો, 2435 કરોડ રૂપિયાનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

   આ દરમિયાન ફિક્સિંગમાં નામ આવવાને કારણે ભારતીય ટીમના 90ના દાયકાના કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનું કરિયર પણ ખતમ થઈ ગયું. મોહમ્મદ અઝહરુદ્દીન પોતાની કારકિર્દીમાં માત્ર 99 ટેસ્ટ મેચ રમી શક્યો હતો. 90ના દાયકામાં મોહમ્મદ અઝહરુદ્દીન સચિન તેંડુલકર કરતા પણ મોટું નામ હતું. તે દેશનો હીરો હતો, પરંતુ ફિક્સિંગના આક્ષેપના કારણે BCCI દ્વારા તેના પર આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

   1. જવાગલ શ્રીનાથ


   2. ભારતીય ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથે જ્યોત્સના સાથે પહેલા લગ્ન કર્યા હતા, પરંતુ માધવી પત્રાવલી નામની પત્રકાર સાથે લગ્ન કરવા માટે તેને છૂટાછેડા આપી દીધા હતા. બંનેએ 2008માં લગ્ન કર્યા હતા. પ્રથમ લગ્ન હોવા છતાં, જવાગલ શ્રીનાથનું માધવી પત્રાવલી સાથે અફેર હતું.

    આ પણ વાંચો- રિક્ષાચાલક ખાડામાં પડ્યો, મંત્રીજી એ કહ્યું- વરસાદે પેટન્ટ બદલી એટલે રોડ ખરાબ થયા

    અહી નોંધનીય છે કે, 2003 વર્લ્ડ કપમાં જવાગલ શ્રીનાથે ભારતીય ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવી હતી અને તેણે વર્લ્ડ કપમાં ભારતની સતત 8 જીતમાં મોટો ફાળો આપ્યો હતો. શ્રીનાથે ભારતીય ટીમ માટે 67 ટેસ્ટ મેચ અને 229 વનડે રમી હતી. જેમાં શ્રીનાથે ટેસ્ટમાં 236 અને વનડેમાં 315 વિકેટ ઝડપી છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, જવાગલ શ્રીનાથે મેચ રેફરી તરીકે તેની બીજી ઇનિંગ શરૂ કરી હતી. તેણે 2006માં કોલંબોમાં શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ મેચમાં મેચ રેફરી તરીકે ડેબ્યૂ કર્યું હતું.

    4. વિનોદ કાંબલી

    વિનોદ કાંબલી આમ પણ તેના ઓફ ફિલ્ડ કિસ્સાઓ માટે પ્રખ્યાત છે. કાંબલીએ તેની બાળપણની મિત્ર નોએલા લુઈસ સાથે 1998માં લગ્ન કર્યા હતા, પરંતુ બાદમાં તેનું મોડલ એન્ડ્રીયા હેવિટ સાથે અફેર હતું અને તેણે તેની સાથે લગ્ન પણ કર્યા હતા.જેની સાથે તેને એક બાળક, જીસસ ક્રિસ્ટિયાનો છે. 1993થી 2000 સુધી ભારતીય ટીમ માટે રમનાર ડાબોડી બેટ્સમેન વિનોદ કાંબલી પોતાની પ્રતિભાથી એક મહાન ખેલાડી બની શક્યો હોત, પરંતુ તેના વિવાદોને કારણે તે ગુમનામીમાં ખોવાઈ ગયો હતો.

    એક સમયે એવું કહેવાતું હતું કે તેની પાસે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર કરતા પણ વધુ ટેલેન્ટ છે, પરંતુ તે તેના વર્તનને કારણે ઘણી વખત ટીમની બહાર થઈ ગયો હતો. શરૂઆતમાં તેણે ભારતીય ટીમ માટે ઘણા રન બનાવ્યા, પરંતુ વિવાદમાં આવ્યા પછી, તેનું બેટ પણ ચાલવાનું બંધ થઇ ગયું અને તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો. તેણે ભારતીય ટીમ માટે 104 ODI અને 17 ટેસ્ટ મેચ રમી છે.
  First published:

  Tags: Cricket News in Gujarati, Indian cricketers, Team india

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन