Home /News /sport /Video : 'બીજલી બીજલી' ગીત પર દેશી ડાન્સ કરતા નીરજ ચોપરાનો વીડિયો થયો વાયરલ, વીરાટે પણ લગાવ્યા ઠુમકા...

Video : 'બીજલી બીજલી' ગીત પર દેશી ડાન્સ કરતા નીરજ ચોપરાનો વીડિયો થયો વાયરલ, વીરાટે પણ લગાવ્યા ઠુમકા...

મુંબઈમાં સ્પોર્ટ્સ ઓનર એવોર્ડ પ્રસંગે નીરજ ચોપરાએ જોરદાર ડાન્સ કર્યો હતો. (સ્ક્રીન ગ્રેબ)

ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરાનો ડાન્સનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છેે, તે ઈન્ડિયન સ્પોર્ટ્સ ઓનર્સ 2023ના અવસર પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા પણ સાથે જોવા મળ્યો હતો.

નવી દિલ્હી : ગુરુવારે મુંબઈમાં ભારતીય ખેલ સન્માન સમારોહ(Indian Sports Honours 2023)નું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન રમત જગતના મોટા સ્ટાર્સથી લઈને બોલિવૂડના સુપરસ્ટાર્સ પણ જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં ક્રિકેટર વિરાટ કોહલી, શુભમન ગિલથી લઈને નીરજ ચોપડા જેવા ઓલ્મપીક ગોલ્ડ મેડાલીસ્ટ હાજરી આપી હતી. જેમાં નીરજ ચોપરાનો ડાન્સ સૌથી વધુ ચર્ચામાં રહ્યો હતો. જોકે, સૂટ બૂટ પહેરીને આવેલા ભારતના આ સુપરસ્ટારે પંજાબી સિંગર હાર્ડી સંધુના ગીત બિજલી બિજલી પર ડાન્સ કર્યો હતો.

ખાસ વાત એ છે કે, પાણીપતના રહેવાસી નીરજ ચોપરાએ આ દરમિયાન હરિયાણવી સ્ટાઈલમાં ડાન્સ કર્યો હતો. જેના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. નીરજ ચોપરાનો આ વીડિયો જેણે પણ જોયો તે તમામ લોકોના ચહેરા પર હાસ્ય આવી જ ગયું હશે.




જોકે, આ ઈવેન્ટમાં વિરાટ કોહલી સાથે જોડાયેલા કેટલાક વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા ભારતીય સ્પોર્ટ્સ ઓનર 2023માં બોલિવૂડ એક્ટ્રેસ નેહા ધૂપિયા અને તેના પતિ અંગદ બેદી સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો :  યોગી સરકાર બનાવશે બ્રિજ કોરિડોર, હેરિટેજ સિટીમાં જોવા મળશે કૃષ્ણની લીલા

પીટી ઉષાથી લઈને ભારતીય પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા અવની લેખરાએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સમારોહ દરમિયાન વિરાટ કોહલીએ અવની સાથેની તસવીરો પણ ક્લિક કરી હતી, જે હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. આ દરમિયાન હોકી સુપરસ્ટાર સંદીપ સિંહ અને બોક્સર વિજેન્દર સિંહ પણ જોવા મળ્યા હતા.
First published:

Tags: Captain virat kohli, Neeraj Chopra, Viral videos