Home /News /sport /County Championship: અમ્પાયરની સૌથી મોટી ભૂલ, ન તો બોલ બેટને વાગ્યો, ન તો LBW છતા આઉટ

County Championship: અમ્પાયરની સૌથી મોટી ભૂલ, ન તો બોલ બેટને વાગ્યો, ન તો LBW છતા આઉટ

અમ્પાયરના આ નિર્ણય પર આઈપીએલ રમી રહેલા બેન સ્ટોક્સ, લિયામ લિવિંગસ્ટોન જેવા ખેલાડીઓની આંખો પણ પહોળી થઇ ગઈ હતી. (ફાઇલ ફોટો)

આ મેચમાં કેન્ટનો બેટ્સમેન જોર્ડન કોક્સ અમ્પાયરના વિવાદાસ્પદ નિર્ણયનો શિકાર બન્યો હતો. અથવા તો અમ્પાયરની મોટી ભૂલ (Bad umpiring Viral video)ના કારણે તેને પેવેલિયન પરત ફરવું પડ્યું તો ખોટું નહીં હોય. ખરેખરમાં કોક્સને અમ્પાયરે કેચ આઉટ (Jordan cox dismissal) આપ્યો હતો. જ્યારે બોલ તેના બેટની નજીક પણ નહોતો. અમ્પાયરના આ નિર્ણય પર આઈપીએલ રમી રહેલા બેન સ્ટોક્સ, લિયામ લિવિંગસ્ટોન જેવા ખેલાડીઓની આંખો પણ પહોળી થઇ ગઈ હતી અને તેઓ માથું ખંજવાળવા લાગ્યા હતા.

વધુ જુઓ ...
  ઘણી વખત ક્રિકેટ મેચ દરમિયાન અમ્પાયર એવા નિર્ણયો આપી દે છે, જે માત્ર બેટ્સમેન માટે જ નહીં, પણ ચાહકો અને રમતના નિષ્ણાતો માટે પણ પચાવવા મુશ્કેલ બની જાય છે. આવું જ કંઈક ઈંગ્લેન્ડના કેન્ટ અને હેમ્પશાયર (Kent vs Hampshire) વચ્ચે કાઉન્ટી ડિવિઝન-1 (County Championship Division 1) ની મેચ દરમિયાન થયું હતું. આ મેચમાં કેન્ટનો બેટ્સમેન જોર્ડન કોક્સ અમ્પાયરના વિવાદાસ્પદ નિર્ણયનો શિકાર બન્યો હતો. અથવા તો અમ્પાયરની મોટી ભૂલ (Bad umpiring Viral video)ના કારણે તેને પેવેલિયન પરત ફરવું પડ્યું તો ખોટું નહીં હોય. ખરેખરમાં કોક્સને અમ્પાયરે કેચ આઉટ (Jordan cox dismissal) આપ્યો હતો. જ્યારે બોલ તેના બેટની નજીક પણ નહોતો. અમ્પાયરના આ નિર્ણય પર આઈપીએલ રમી રહેલા બેન સ્ટોક્સ, લિયામ લિવિંગસ્ટોન જેવા ખેલાડીઓની આંખો પણ પહોળી થઇ ગઈ હતી અને તેઓ માથું ખંજવાળવા લાગ્યા હતા.  આ સમગ્ર ઘટના કેન્ટની બીજી ઇનિંગની 80મી ઓવરમાં બની હતી, જ્યારે કોક્સ 64 રન પર રમી રહ્યો હતો અને ફેલિક્સ ઓર્ગન ઓવર ફેંકી રહ્યો હતો. તેણે ઑફ-સ્ટમ્પની બહાર ફુલ લેન્થ બોલ ફેંક્યો હતો, જે ઝડપથી સ્પિન થઈ અને અંદર આવ્યો હતો. આના પર કોક્સે રક્ષણાત્મક શોટ રમ્યો હતો. બોલ તેના પેડ સાથે અથડાયો હતો, જે શોર્ટ લેગ પર ફિલ્ડિંગ કરી રહેલા વિથર્લી પાસે ગયો અને તેણે એક સરળ કેચ પકડી લીધો. પ્રથમ નજરે જ સ્પષ્ટ હતું કે બોલ કોક્સના બેટ સાથે અથડાયો ન હતો. પરંતુ અમ્પાયરે આશ્ચર્ય સાથે આંગળી ઉંચી કરી અને પુષ્ટિ કરી કે બોલ બેટ સાથે અથડાયો હતો.

  આ પણ વાંચો- Prashant Kishor નહીં જોડાય કોંગ્રેસમાં, સોનિયા ગાંધીની ઓફર નકારી

  રિપ્લેમાં સ્પષ્ટ દેખાતું હતું કે જ્યારે કોક્સે આ શોટ રમ્યો ત્યારે બોલ તેના બેટથી ઘણો દૂર હતો. આવી સ્થિતિમાં અમ્પાયરનો આ નિર્ણય કોઈને પચ્યો ન હતો અને થોડી જ વારમાં તેનો વીડિયો વાયરલ થઈ ગયો હતો.  સ્ટોક્સ-લિવિંગસ્ટોન અમ્પાયરના નિર્ણયથી આશ્ચર્યચકિત થયા

  આ વીડિયો જોયા બાદ બેન સ્ટોક્સે ટ્વીટ કર્યું, શું… કેવી રીતે. ના? તે આ નિર્ણયને સ્વીકારી પણ ન શક્યો. એ જ રીતે IPL રમી રહેલા લિયામ લિવિંગસ્ટોને પણ આ વીડિયો સાથે હસતું ઇમોજી શેર કર્યું છે. ઈંગ્લિશ અમ્પાયરના આ નિર્ણયથી સેમ બિલિંગ્સ પણ દંગ રહી ગયા હતા. આ પછી કાઉન્ટી મેચોમાં પણ નિર્ણય સમીક્ષા સિસ્ટમ લાગુ કરવાનો અવાજ ઉઠવા લાગ્યો.

  આ પણ વાંચો- પાકિસ્તાની દુકાનમાં નોકરી, IPL રમવા માટે પણ આજીજી કરી, હવે થયો કરોડો રૂપિયાનો વરસાદ

  હેમ્પશાયર મેચ જીતી ગયું

  હેમ્પશાયર એ મેચ એક ઇનિંગ્સ અને 51 રને જીતી હતી. કેન્ટે પ્રથમ દાવમાં 305 રન બનાવ્યા હતા. જેના જવાબમાં હેમ્પશાયરે 656/6ના સ્કોર પર પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. હેમ્પશેર તરફથી ત્રણ બેટ્સમેનોએ સદી ફટકારી અને પ્રથમ દાવમાં જ આ ટીમે 347 રનની લીડ લીધી અને પછી મેચ જીતી લીધી.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Ben stokes, Cricket betting, Cricket News Gujarati, Cricketers

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन