રશિયામાં ગુરૂવારથી ફુટબોલ મહાકુંભનો આરંભ, મેસી-રોનાલ્ડોની એન્ટ્રી

News18 Gujarati
Updated: June 13, 2018, 8:42 PM IST
રશિયામાં ગુરૂવારથી ફુટબોલ મહાકુંભનો આરંભ, મેસી-રોનાલ્ડોની એન્ટ્રી

  • Share this:
દુનિયાના ફુટબોલમાં વર્લ્ડ ચેમ્પિયન તરીકેનો તાજ જીતવાની આશા સાથે વિશ્વભરના સુપરસ્ટાર્સ ખેલાડીઓ લાયોનેલ મેસી અને ક્રિસ્ટીયાનો રોનાલ્ડો પણ પોતપોતાની રાષ્ટ્રીય ટીમો સાથે રશિયા આવી પહોંચ્યા છે. મેસી સહિત આર્જેન્ટીનાની ફુટબોલ ટીમ મોસ્કો એરપોર્ટ પર ઉતરી ત્યારે તેઓ તેમની ઓળખ સમી લાઈટ બ્લૂ અને વ્હાઈટ પટ્ટાવાળી ચેમ્પિયન તરીકે વર્લ્ડ કપ રમવા પહોંચેલી ક્રિસ્ટીયાનો રોનાલ્ડોની પોર્ટુગીઝ ટીમ પણ મોસ્કોમાં ઉતરી હતી અને ત્યાંથી કડક સુરક્ષાવ્યવસ્થા વચ્ચે ટીમની હોટલ પર પહોંચી હતી.

ફુટબોલ જગતમાં સુપરસ્ટાપ તરીકેની ઓળખ ધરાવતા મેસીના શાનદાર પ્રદર્શનના આધારે આર્જેન્ટિના વર્લ્ડ કપ જીતવા ઈચ્છી રહ્યું છે. જ્યારે પોર્ટુગલને યુરોપીયન ચેમ્પિયન બનાવ્યા બાદ સ્વભાવિક રીતે ચાહકો રોનાલ્ડોની આગેવાની બેઠળની ટીમને વર્લ્ડ ચેમ્પિયન તરીકે જોવા ઈચ્છી રહ્યાં છે.

રોનાલ્ડોએ કહ્યું, વધારે મોટી આશા ન રાખો

દુનિયાના ટોચના ખેલાડી તરીકે રિયલ મેડ્રીડ તરફથી શાનદાર દેખાવ કરતાં અને ચેમ્પિયન તરીકે ટ્રોફી ઉચકતો રોનાલ્ડો વર્લ્ડ ચેમ્પિયન બનવાની સિદ્ધિ પણ મેળવે તેવી આશા ચાહકો રાખી રહ્યાં છે. જોકે, રોનાલ્ડોએ ચાહકોને અપીલ કરી છે કે, તેઓ ટીમ પાસેથી રિયાલીસ્ટીક એટલે કે વાસ્તવિકતાની નજીક હોય તેવી અપેક્ષા રાખે.પોર્ટુગીઝ ટીમમાં રોનાલ્ડો તેમજ પેપે સિવાય અન્ય કોઈ મોટો સુપરસ્ટાર નથી, પરંતુ તેમનું ફોર્મેશન માત્ર રોનાલ્ડો પર આધારિત નથી. યુરો કપની ફાઈનલમાં રોનાલ્ડો ઈજાગ્રસ્ત થઈને બહાર નિકળી ગયો હોવા છતાં ટીમે ચેમ્પિયન બનીને બતાવ્યું હતું. પોર્ટુગલે પણ મોસ્કો ઓબ્લાસ્ટરના રામેન્સકોયમાં ઉતારો આપવામાં આવ્યો છે.મેસી પર રહેશે આર્ટેન્ટીના ફેન્સ ઉપરાંત વિશ્વના ફેન્સની

ચાર વર્ષ પહેલા રમાયેલ પિફા વર્લ્ડ કપમાં ફાઈનલમાં પહોંચ્યા બાદ વર્લ્ડ કપ ચૂકી જનાર આર્જેન્ટીના આ વખતે ચેમ્પિયન બનવાની તયારી સાથે રશિયા પહોંચ્યું છે. ચાર વર્ષમાં મેસી તેમજ ટીમના અન્ય ખેલાડીઓ એગ્યુરો, ડી મારિયા વગેરે વધુ મેચ્યોર થયા છે. જોકે, વર્લ્ડકપના ક્વોલિફાયમાં આર્જેન્ટીના અંતિમ મેચ જીતીને માંડ-માંડ ક્વોલિફાય થયું હોવાથી મેસીએ ચાહકોને ટીમ પાસે મોટી અપેક્ષા ન રાખવાની અપીલ કરી છે. આર્જેન્ટીનાએ મોસ્કો ઓબ્લાસ્ટરના બ્રોનીટ્સી શહેરમાં ઉતારો આપવામાં આવ્યો છે. આર્જેન્ટીનાનો મદાર સ્વભાવિક રીતે મેસી પર રહેશે.
First published: June 11, 2018, 3:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading