Home /News /sport /FIFA World Cupનું 'સચિન ફેક્ટર' આવ્યું સામે, બની રહ્યો છે આશ્ચર્યજનક સંયોગ
FIFA World Cupનું 'સચિન ફેક્ટર' આવ્યું સામે, બની રહ્યો છે આશ્ચર્યજનક સંયોગ
ફિફા વર્લ્ડ કપમાં કામ આવશે 'સચિન ફેક્ટર'? બની રહ્યો છે આશ્ચર્યજનક સંયોગ
FIFA World Cupની ફાઈનલ થોડા કલાકોમાં શરૂ થવા જઈ રહી છે, પરંતુ આ દરમિયાન ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે ટ્વીટ કરીને બધાને એક સવાલ પૂછ્યો છે કે, આ ટીમ ફિફા વર્લ્ડ કપ જીતી શકે છે.
નવી દિલ્હીઃ ફિફા વર્લ્ડ કપની ફાઈનલ (FIFA World Cup Final) હવે થોડા કલાકોમાં શરૂ થવા જઈ રહી છે, પરંતુ આ દરમિયાન ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે (Sachin Tendulkar) ટ્વિટ કરીને બધાને એક સવાલ પૂછ્યો છે. સચિને પૂછ્યું છે કે, ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે FIFA વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં કોણ જીતશે? અત્યાર સુધી તો ઠીક છે, પરંતુ સચિનના આ ટ્વીટમાં જે સંયોગ સામે આવ્યો છે તે જોઈને લાગે છે કે આર્જેન્ટિના આ દુનિયાનું ચેમ્પિયન બનશે.
અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે, એક મીડિયા રિપોર્ટમાં કેટલાક આંકડા સામે આવ્યા છે જે સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે માત્ર મેસ્સી જ વર્લ્ડ કપ જીતશે. ખાસ વાત એ છે કે, આ રસપ્રદ તથ્યો ખુદ સચિન તેંડુલકરે રીટ્વીટ કર્યા છે. જણાવી દઈએ કે, સચિને ટ્વીટમાં એમ પણ લખ્યું છે કે 2011માં ભારત ક્રિકેટ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું હતું. તો તમે જ કહો કે 2022 માં કોણ બનશે?
આવો જાણીએ તે 4 સંયોગો જે આર્જેન્ટિનાની જીત તરફ ઈશારો કરી રહ્યા છે
1. જર્સી નં. 10 નો સંયોગઃ પહેલો સંયોગ એ છે કે, ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર 10 નંબરની જર્સી પહેરતા હતા. બીજી તરફ મહાન ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સી પણ 10 નંબરની જર્સી પહેરે છે. આવી સ્થિતિમાં ભારતે જે રીતે વર્ષ 2011માં વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો હતો, આર્જેન્ટિનાની ટીમ પણ કંઈક આવું જ કરી શકે છે.
2. વર્લ્ડ કપના 8 વર્ષ પહેલા હારઃ એક તરફ 2011માં વર્લ્ડ કપ જીતવાના 8 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2003માં ભારતીય ટીમને વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. મેસ્સીની ટીમ આર્જેન્ટીના સાથે બરાબર 8 વર્ષ પહેલા આવું જ કંઈક થયું હતું જ્યારે 2014 ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં જર્મનીએ આર્જેન્ટિનાને હરાવ્યું હતું. અને હવે ફરી એકવાર આર્જેન્ટિના ફાઇનલમાં છે. આવી સ્થિતિમાં આ સંયોગો આર્જેન્ટીનાના ચેમ્પિયન બનવા તરફ પણ ઈશારો કરી રહ્યા છે.
3. સેમીફાઈનલમાં 'પ્લેયર ઓફ ધ મેચ': ત્રીજો સંયોગ એ છે કે, 2011 ક્રિકેટ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં સચિન તેંડુલકર 'પ્લેયર ઓફ ધ મેચ' બન્યા હતા અને એવી જ રીતે મેસ્સી પણ આ વખતે ફિફા વર્લ્ડ કપની સેમિફાઇનલમાં 'પ્લેયર ઓફ ધ મેચ' બની ગયા છે. 2011ની સેમીફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને ભારતની ટીમ ફાઇનલમાં પહોંચી હતી. બીજી તરફ વર્ષ 2022ની સેમીફાઈનલમાં આર્જેન્ટિનાની ટીમ ક્રોએશિયાને હરાવીને ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ આંકડાઓ જાણીને તમને આશ્ચર્ય થશે, પરંતુ આ સંયોગ કહી રહ્યો છે કે, આ વખતે માત્ર આર્જેન્ટિના જ ચેમ્પિયન બનશે.
4. છેલ્લો વર્લ્ડ કપ: ચોથો સંયોગ કહી રહ્યો છે કે, જે રીતે સચિન તેંડુલકર (Sachin Tendulkar Messi) વર્ષ 2011માં પોતાનો છેલ્લો વર્લ્ડ કપ રમીને વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યો હતો અને વર્ષ 2022માં જ્યારે મેસ્સી પોતાનો છેલ્લો વર્લ્ડ કપ રમી રહ્યો છે ત્યારે આર્જેન્ટિના પણ ચેમ્પિયન બનશે. હોય ના હોય, આ આંકડાઓને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, વર્ષ 2022માં મેસ્સીની ટીમ જ ચેમ્પિયન બનશે.
હવે જોવાનું એ રહે છે કે, આ આંકડા મેસ્સી અને આર્જેન્ટીનાની જીતની તરફેણમાં ક્યાં સુધી જાય છે. ચાહકોથી લઈને દરેક હવે માત્ર ફાઈનલ મેચની રાહ જોઈ રહ્યા છે જ્યારે બંને ટીમો આમને-સામને થશે. અત્યારે જો જોવામાં આવે તો આર્જેન્ટીનાની તરફેણમાં પવન ફૂંકાઈ રહ્યો છે. ફેન્સ પણ આ મેચને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર