Home /News /sport /વિરાટ કોહલીના નામે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રસ્તાનું નામ, આ ખેલાડીઓને પણ મળ્યુ છે સમ્માન

વિરાટ કોહલીના નામે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રસ્તાનું નામ, આ ખેલાડીઓને પણ મળ્યુ છે સમ્માન

વિરાટ કોહલી (ફાઇલ ફોટો)

The road to Australia in the name of Virat Kohli: ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં એક રસ્તાનું નામ ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીના નામ પર રાખવામાં આવ્યુ છે. મેલબોર્નના ઉપનગર રૉક બૈકમાં એક રસ્તાનું નામ કોહલી ક્રિસેન્ટ છે, જેને વિરાટ કોહલીના નામ પર રાખવામાં આવ્યુ છે.મેલબોર્નના ઉપનગર રૉક બૈકમાં એક રસ્તાનું નામ કોહલી ક્રિસેન્ટ છે, જેને વિરાટ કોહલીના નામ પર રાખવામાં આવ્યુ છે. મૂળ રીતે કેરળના એસ જગત જે કોહલી ક્રિસેન્ટ પાસે રહે છે, તેમણે કહ્યુ, જ્યારે કોઇ મને પૂછે છે કે હું ઓસ્ટ્રેલિયામાં ક્યા રહુ છું તો હું ગર્વથી પોતાનું એડ્રેસ જણાવુ છું.

વધુ જુઓ ...
    The road to Australia in the name of Virat Kohli: ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં એક રસ્તાનું નામ ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીના નામ પર રાખવામાં આવ્યુ છે. મેલબોર્નના ઉપનગર રૉક બૈકમાં એક રસ્તાનું નામ કોહલી ક્રિસેન્ટ છે, જેને વિરાટ કોહલીના નામ પર રાખવામાં આવ્યુ છે. મૂળ રીતે કેરળના એસ જગત જે કોહલી ક્રિસેન્ટ પાસે રહે છે, તેમણે કહ્યુ, જ્યારે કોઇ મને પૂછે છે કે હું ઓસ્ટ્રેલિયામાં ક્યા રહુ છું તો હું ગર્વથી પોતાનું એડ્રેસ જણાવુ છું.

    મેલબોર્નના ઉપનગર રૉક બૈકની પાડોશી રસ્તામાં વધુ આશ્ચર્યની વાત છે. કોહલી ક્રિસેન્ટથી લગભગ 600 મીટરના અંતર પર તેંડુલકર ડ્રાઇવ નામનો એક રસ્તો છે. આ મોહલ્લાના તમામ રસ્તાના નામ એમએસ ધોની, કપિલ દેવ, વીવીએસ લક્ષ્મણ, ઇન્જમામ ઉલ હક, કર્ટલી એમ્બ્રોસ, ઇમરાન ખાન, ગેરી સોબર્સ અને જોએલ ગાર્નર સહિત ટોચના આંતરરાષ્ટ્રીય ક્રિકેટરના નામ પર રાખવામાં આવ્યા છે.

    આ પણ વાંચો: Virat Kohli Birthday: 34 વર્ષનો થયો વિરાટ કોહલી, જાણો પૂર્વ ભારતીય કેપ્ટનની કારકિર્દીના 10 મોટા રેકોર્ડ્સ

    અહીં શેરીઓના નામો સામાન્ય રીતે ડેવલપર્સ દ્વારા સબમિટ કરવામાં આવે છે અને સિટી કાઉન્સિલ દ્વારા મંજૂર કરવામાં આવે છે. મેલ્ટન કાઉન્સિલ હેઠળ આવતા રોકબેન્ક્સ ઉપનગર ઘર ખરીદનારા ભારતીય સમુદાયમાં લોકપ્રિય છે.

    મૂળ રીતે કેરળના એસ જગત જે કોહલી ક્રિસેન્ટ પાસે રહે છે, તેમણે કહ્યુ, જ્યારે કોઇ મને પૂછે છે કે તમે ઓસ્ટ્રેલિયામાં ક્યા રહો છો, તો હું ગર્વથી પોતાનું સરનામું જણાવુ છુ. જગતે કહ્યુ કે શરૂઆતમાં જ્યારથી હું અહી આવ્યો, ત્યારે મારા મિત્ર ક્રિકેટર વિરાટ કોહલીના ખરાબ ફોર્મ માટે દોષી ઠેરવતા હતા, કારણ કે જ્યારે હું અહી આવ્યો તો તે રન બનાવી રહ્યો નહતો, તેમણે જણાવ્યુ કે મારો મિત્ર મને એમ કહેતા દોષ આપતો હતો કે તે મારા કારણે છે અને હવે તેમણે સ્કોર બનાવવાનો શરૂ કરી દીધો તો હું પોતાના કૉલર ઉંચા કરીને ચાલુ છુ.

    તેંડુલકર ડ્રાઇવની બાજુના રસ્તાનું નામ ઇન્ઝમામ ઉલ હકના નામ પર રાખવામાં આવ્યુ છે, માટે જ્યારે ભારત-પાકિસ્તાન સામે રમે છે તો શેરીમાં તેની અસર પણ જોવા મળે છે. તાજેતરમાં જ્યારે ભારતે મેલબોર્નમાં પોતાના T20 ઉદ્દઘાટન મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતુ તો કોહલી-તેંડુલકર ગલીમાં રાત્રે ફટાકડા ફોડવામાં આવ્યા હતા.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Sports news, ક્રિકેટ, વિરાટ કોહલી

    विज्ञापन
    विज्ञापन