Home /News /sport /જાડેજાને 'મેન ઓફ ધ મેચ'માં મળેલો 'ચેક' કચરાપેટીમાંથી મળ્યો!

જાડેજાને 'મેન ઓફ ધ મેચ'માં મળેલો 'ચેક' કચરાપેટીમાંથી મળ્યો!

જાડેજાને મેન ઓફ ધ મેચમાં મળેલો ચેક મળ્યો કચરા પેટીમાંથી

મેચમાં 4 વિકેટ ઝડપનાર ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે વન-ડે શ્રેણીની પાંચમી મેચ કેરળના તિરુવનંતપુરમમાં રમાઈ હતી. આ મેચમાં 4 વિકેટ ઝડપનાર ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. એવોર્ડ સાથે તેને 1 લાખ રુપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. જોકે આ ચેકની રેપ્લિકા કચરામાંથી મળી આવી હતી. જેના કારણે બીસીસીઆઈની ટિકા થઈ રહી છે.

કેરળના એક એનજીઓએ આ તસવીર સોશિયલ મીડિયામાં શેર કરીને બીસીસીઆઈને ટિકા કરી હતી. એનજીઓએ બીસીસીઆઈના પર્યાવરણ પ્રત્યે આવા વલણના કારણે ટિકા કરી હતી અને ક્રિકેટ મેચ દરમિયાન પ્લાસ્ટિક અને તેના જેવી સામગ્રીઓને ઓછી કરવાના વિકલ્પ પર વિચાર કરવા કહ્યું હતું.

જો તમે ક્રિકેટ જોતા હોય તો તમને ખબર હશે કે કોઈ ખેલાડીને એવોર્ડ સાથે ચેકની રેપ્લિકા આપવામાં આવે છે. આ રેપ્લિકા કંપનીનો પ્રચાર કરવા અને તસવીર લેવા માટે ઉપયોગ કરવામાં આવે છે. બધા જાણે છે કે આવા મોટો ચેકને લઈને કોઈ બેન્કમાં જતા નથી તો તમે વિચાર કર્યો છે કે આ ચેક ક્યાં જાય છે.

આ પણ વાંચો - ચેન્નાઈમાં વિન્ડીઝનો વ્હાઇટવોશ કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે ટીમ ઇન્ડિયા

રેપ્લિકાનો ફક્ત બ્રાન્ડિંગ, પ્રમોશન અને તસવીર ખેચવા માટે જ ઉપયોગ કરવામાં આવે છે તો તેને પ્લાસ્ટિકના બદલે કાગળનું કેમ કરવામાં આવતું નથી.
First published:

Tags: રવિન્દ્ર જાડેજા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો