વર્લ્ડ કપમાં ઓડિયો રાઇટ્સને લઈને આઈસીસી ફસાઇ ગયું છે. આઈસીસીએ જે કંપનીને રેડિયો અને ઇન્ટરનેટ ઉપર કોમેન્ટ્રીના અધિકાર આપ્યા હતા તે હવે આઈસીસીના પૈસા આપી રહ્યું નથી. કોમેન્ટર્સને પણ પૈસા મળી રહ્યા નથી અને તે હવે કોર્ટ જવાની તૈયારીમાં છે.
આઈસીસીએ દુબઈની એક કંપની ચેનલ ટૂ ને ઓડિયો પ્રસારણનો અધિકાર 2023 સુધી વેચ્યો છે. આ કંપનીએ પછી અલગ-અલગ દેશના બ્રોડકાસ્ટરને ઓડિયો અધિકાર વેચી દીધા હતા. ચેનલ 2 ને અજય સેઠી ચલાવે છે. આ અધિકારો માટે તેણે આઈસીસીને બેન્ક ગેરન્ટી તરીકે ચેક આપ્યા હતા તે પણ બાઉન્સ થઈ ગયા છે.
આ પણ વાંચો - સેમિ ફાઇનલમાં ધોનીને સાતમાં નંબરે કેમ ઉતાર્યો? શાસ્ત્રીએ આપ્યો જવાબ
કોર્ટ જવાની તૈયારી
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના મતે ભારતમાં વર્લ્ડ ફીડની જવાબદારી જે કંપનીને આપવામાં આવી છે તેનું પ્રોડક્શન બંધ કરી દેવામાં આવ્યું છે. હવે વર્લ્ડ કપ મેચની કોમેન્ટ્રી પણ થતી નથી, કોમેન્ટર્સને પૈસા પણ આપવામાં આવ્યા નથી. કોમેન્ટર્સના ચેક બાઉન્સ થઈ રહ્યા છે. આ લિસ્ટમાં દીપદાસ ગુપ્તા, મોહમ્મદ કૈફ, અતુલ વાસન, સૈયદ કિરમાણી, ચારુ શર્મા જેવા નામી કોમેન્ટર્સ છે. આ સિવાય વેસ્ટ ઇન્ડીઝનો પૂર્વ ક્રિકેટર કાર્લ હૂપર, રિકાર્ડો પોવેલ પણ સામેલ છે.આ બંનેએ કંપની સામે કેસ પણ કરી દીધો છે. કંપનીએ આ પહેલા આ કોમેન્ટર્સને હાયર કર્યા હતા તે સમયે તેમને પૈસા આપ્યા ન હતા.
આ ઘટના પર આઈસીસીના વલણ ઉપર પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. કહેવાય છે કે કોઈ અનુભવ વગર આઈસીસીએ આ અધિકાર કંપનીને કેમ આપી દીધો હતો.