Home /News /sport /વિરાટ કોહલીને લઇ પાકિસ્તાની પેસરના નિવેદન બાદ હંગામો,‘બેટા તું અંડર-19 રમતો હતો અને તારો બાપ...’

વિરાટ કોહલીને લઇ પાકિસ્તાની પેસરના નિવેદન બાદ હંગામો,‘બેટા તું અંડર-19 રમતો હતો અને તારો બાપ...’

પાકિસ્તાની પેસરે વિરાટ કોહલી વિશે આપ્યું વિવાદાસ્પદ નિવેદન (AP)

સોહેલ ખાને નાદિર અલીના પોડકાસ્ટમાં કહ્યું, “મેં એવું કહ્યું. પછી ધ્યાનથી જુઓ તો મિસ્બાહે દરમિયાનગીરી કરી અને તે મારા પર ગુસ્સે થઈ ગયો. તેણે મને ચૂપ રહેવા કહ્યું. સોહેલે વધુમાં કહ્યું કે હું 2006થી પાકિસ્તાન માટે ટેસ્ટ રમી રહ્યો છું અને પછી મને ઈજા થઈ હતી.

વધુ જુઓ ...
નવી દિલ્હી: જ્યારે પણ ક્રિકેટના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાય છે ત્યારે ખેલાડીઓથી લઈને ચાહકો સુધી દરેકમાં એક અલગ જ જુસ્સો અને ઉત્સાહ જોવા મળે છે. ભલે બંને ટીમો હવે દ્વિપક્ષીય ક્રિકેટ રમી રહી નથી, પરંતુ ટીમોના ભૂતપૂર્વ અને વર્તમાન ખેલાડીઓ હજી પણ એકબીજા પર નિવેદનો કરવાથી પોતાને રોકી શકતા નથી. આ સાથે બંને ટીમોના ભૂતપૂર્વ ખેલાડીઓ ઘણીવાર મેદાન પરની અથડામણ અને સ્લેજિંગની વાર્તાઓ ઘણી વખત શેર કરે છે. હવે 38 વર્ષના પાકિસ્તાની બોલર આમિર સોહેલે વિરાટ કોહલીના સ્લેજિંગનો એક કિસ્સો શેર કર્યો છે જેના પછી સમગ્ર ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

સોહેલ ખાને તાજેતરમાં 2015 વન-ડે વર્લ્ડ કપ દરમિયાન વિરાટ કોહલી સાથે તેની ઉગ્ર દલીલની વાર્તા શેર કરી હતી. જ્યારે 2015 વન-ડે વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનનો સામનો થયો, ત્યારે સોહેલ ખાન પાકિસ્તાનના ખેલાડીઓમાંનો એક હતો જેણે તે રમતમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જમણા હાથના ફાસ્ટ બોલરે મેચમાં 55 રન આપ્યા અને પાંચ વિકેટ લીધી હતી. જોકે તે તેની ટીમને હારથી બચાવવા માટે પૂરતું ન હતું. કારણ કે વિરાટ કોહલી 107 રનની ઈનિંગ સાથે સ્ટાર ઓફ ધ મેચ રહ્યો હતો.

આ પણ વાંચો: આપણે ફક્ત મિત્રો છીએ! આ સાંભળીને યુવકે યુવતી પર 24 કરોડનો કેસ ઠોકી દીધો

આ પણ વાાંચો: ભારતીય ફેન્સ માટે મોટી ખુશખબર! આ દિગ્ગજ ખેલાડી ઓસ્ટ્રેલિયા સામે બાથ ભીડવા તૈયાર

આ મેચમાં વિરાટ કોહલી અને સોહેલ ખાન વચ્ચે ઘણી બહેસ થઈ હતી. આ બહેસ દરમિયાન સોહેલ ખાન બેટિંગ કરી રહ્યો હતો. સોહેલ ખાને હાલમાં જ એક શો દરમિયાન આ ઘટનાનો ખુલાસો કર્યો હતો. સોહેલ ખાને કહ્યું, “વિરાટ કોહલી મેચમાં મારી પાસે આવ્યો અને કહ્યું કે ટીમમાં નવો હોવા છતા હું વધારે બોલું છું. મેં તેને કહ્યું- દીકરા જ્યારે તું ભારત માટે અંડર-19 રમી રહ્યો હતો, ત્યારે હું પાકિસ્તાન માટે ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યો હતો (બેટા જબ તુ અંડર-19 ખેલા થા, તેરા બાપ ટેસ્ટ ક્રિકેટ ખેલતા થા).

સોહેલ ખાને નાદિર અલીના પોડકાસ્ટમાં કહ્યું, “મેં એવું કહ્યું. પછી ધ્યાનથી જુઓ તો મિસ્બાહે દરમિયાનગીરી કરી અને તે મારા પર ગુસ્સે થઈ ગયો. તેણે મને ચૂપ રહેવા કહ્યું. સોહેલે વધુમાં કહ્યું કે હું 2006થી પાકિસ્તાન માટે ટેસ્ટ રમી રહ્યો છું અને પછી મને ઈજા થઈ હતી. સોહેલ ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે, જેના પર ફેન્સ પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.ભારત બનામ પાકિસ્તાન મેચો હંમેશા જોવા માટે ખૂબ જ રોમાંચક હોય છે. હાલમાં જ ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને આવી હતી અને ફરી એકવાર મેચનો સ્ટાર વિરાટ કોહલી રહ્યો હતો. તેણે 53 બોલમાં 82 રન બનાવી ભારતની જીત સુનિશ્ચિત કરી હતી. ભારત માટે આ જીત ઘણી મુશ્કેલ લાગી રહી હતી પરંતુ વિરાટ કોહલીએ શાનદાર ઇનિંગ રમીને ભારતને ફરી એકવાર જીત અપાવી હતી. આ મેચની એક વિશેષતા એ રમતની 19મી ઓવરમાં હરિસ રઉફ સામે કોહલીનો છગ્ગો હતો. તે દિવસની વિરાટ કોહલીની ઇનિંગ્સ આજે પણ યાદ છે. આવી કટોકટીની ક્ષણમાં કોહલીએ 19મી ઓવરના અંતે રૌફને સતત સિક્સર ફટકારી હતી.

સોહેલ ખાને પણ વિરાટ કોહલીની આ સિક્સર વિશે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. સોહેલ ખાને કહ્યું, “વિરાટ કોહલીએ હરિસ રઉફને સિક્સર ફટકારવી એ મુશ્કેલ શોટ નહોતો. તેણે ફક્ત પોતાના માટે જગ્યા બનાવી અને સીધો ફટકો માર્યો. તે હાર્ડ લેન્થ પર બોલ કરવામાં આવ્યો હતો અને તે તેને કવર તરફ પણ ફટકારી શક્યો હોત. તે એક સારા બોલ પર સારો શોટ હતો.
First published:

Tags: Cricket News in Gujarati, India Vs Pakistan, Team india, વિરાટ કોહલી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો