ધોનીના કારણે આ પાકિસ્તાની મફતમાં જોવે છે ભારત-પાકની મેચ

ધોનીના કારણે આ પાકિસ્તાની મફતમાં જોવે છે ભારત-પાકની મેચ

મહેન્દ્રસિંહ ધોની અને કરાચીમાં જન્મેલા મોહમ્મદ બશીર વચ્ચે સંબંધ 2011ના વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલી સેમિ ફાઇનલથી શરુ થયો

 • Share this:
  મહેન્દ્રસિંહ ધોની અને કરાચીમાં જન્મેલા મોહમ્મદ બશીર વચ્ચે સંબંધ 2011ના વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલી સેમિ ફાઇનલથી શરુ થયો હતો. આ પછી બંને એકબીજાનું ઘણું સન્માન કરે છે. જ્યારે પણ ભારત-પાકિસ્તાનની મેચ હોય છે તો ધોની જ તેની ટિકિટની વ્યવસ્થા કરે છે. આ વખતે પણ આવું જ થયું છે. બશીર મેચની ટિકિટ ન હોવા છતા રવિવારે યોજાનાર ભારત અને પાકિસ્તાનના મુકાબલા માટે 6000 કિલોમીટરની સફર કરી શિકાગોથી માન્ચેસ્ટર પહોંચી ગયો છે. તે જાણે છે કે ધોની સુનિશ્ચિત કરશે કે તે ઓલ્ડ ટ્રેફર્ડ પર મેચ જોઈ શકે.

  63 વર્ષીય પ્રશંસક બશીરની શિકાગોમાં એક રેસ્ટોરન્ટ છે અને તેની પાસે અમેરિકાનો પાસપોર્ટ છે. તેણે સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા કહ્યું હતું કે હું અહીં કાલે જ આવી ગયો હતો અને જોયું કે લોકો એક ટિકિટ માટે 800થી 900 પાઉન્ડ સુધી ખર્ચ કરે છે. શિકાગો પરત ફરવાના ટિકિટના પૈસા પણ આટલા નથી. ધોનીનો આભાર કારણ કે મારે મેચની ટિકિટ માટે ઘણો સંઘર્ષ કરવો પડતો નથી.

  આ પણ વાંચો - ભારત-પાક મેચ પહેલા આવ્યો નવો Video,સોશિયલ મીડિયા પર ધૂમ  ધોનીના સાથી ખેલાડી ક્યારેક સંપર્ક કરી શકતા નથી પણ તેણે ક્યારેય બશીરને નિરાશ કર્યો નથી. બશીરે કહ્યું હતું કે હું તેને ફોન કરતો નથી કારણ કે તે ઘણો વ્યસ્ત રહે છે. હું મેસેજ દ્વારા તેની સાથે સંપર્કમાં રહું છું. મારા અહીં આવવા પહેલા ધોનીએ મને ટિકિટનો ભરોસો અપાવ્યો હતો. તે ઘણ સારો વ્યક્તિ છે. તેણે મોહાલીમાં 2011 મેચ પછી મારા માટે જે પણ કર્યું છે, મને નથી લાગતું કે તેના વિશે કોઈ વિચારી પણ શકે છે. હું તેના માટે આ વખતે એક સરપ્રાઇઝ લઈને આવ્યો છું. હું જલ્દી તેને આપીશ.
  Published by:Ashish Goyal
  First published: