Home /News /sport /INDvsENG Semi Final: ભારતની સેમિ ફાઇનલમાં આ અમ્પાયર નહી હોય, ફેન્સે કહ્યુ- હવે તો વર્લ્ડકપ પાક્કો!

INDvsENG Semi Final: ભારતની સેમિ ફાઇનલમાં આ અમ્પાયર નહી હોય, ફેન્સે કહ્યુ- હવે તો વર્લ્ડકપ પાક્કો!

અમ્પાયર રિચર્ડ કૈટલબોરો, જોસ બટલર અને રોહિત શર્મા (ફાઇલ ફોટો)

T20I match official: ટી-20 વર્લ્ડકપ 2022 હવે પોતાના અંતિમ રાઉન્ડમાં પહોચી ગયો છે. સેમિ ફાઇનલમાં ચાર ટીમ નક્કી થઇ ગઇ છે. ભારત પોતાની સેમિ ફાઇનલ મેચ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 10 નવેમ્બરે રમશે. આઇસીસી દ્વારા આ મેચ માટે અમ્પાયર અને અન્ય અધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવી છે.

વધુ જુઓ ...
  T20I match official: ટી-20 વર્લ્ડકપ 2022 હવે પોતાના અંતિમ રાઉન્ડમાં પહોચી ગયો છે. સેમિ ફાઇનલમાં ચાર ટીમ નક્કી થઇ ગઇ છે. ભારત પોતાની સેમિ ફાઇનલ મેચ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 10 નવેમ્બરે રમશે. આઇસીસી દ્વારા આ મેચ માટે અમ્પાયર અને અન્ય અધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવી છે.

  આ વચ્ચે ભારતીય ફેન્સ માટે રાહતના સમાચાર છે કે અમ્પાયર રિચર્ડ કેટલબોરો ટીમ ઇન્ડિયાની મેચમાં અમ્પાયરિંગ નહી કરે, સોશિયલ મીડિયા પર ફેન્સ તેને લઇને ઘણા ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.

  આઇસીસી દ્વારા સોમવારે સેમિ ફાઇનલ માટે મેચ ઓફિશિયલના નામની જાહેરાત કરવામાં આવી છે. 10 નવેમ્બરે એડિલેડમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી સેમિ ફાઇનલ રમાશે. જેમાં આઇસીસી તરફથી બે ફિલ્ડ અમ્પાયર, થર્ડ અમ્પાયર અને મેચ રેફરી વિશે જાણકારી આપવામાં આવી છે.

  • ફીલ્ડ અમ્પાયર: કુમાર ધર્મસેના અને પૉલ રિફેલ
  • થર્ડ અમ્પાયર: ક્રિસ ગફ્ફની
  • ફોર્થ અમ્પાયર: રોડ ટકર
  • મેચ રેફરી: ડેવિડ બૂન

  રિચર્ડ કૈટલબોરો સાથે શું છે કનેક્શન?

  સોશિયલ મીડિયા પર મજાક ઉડાવવામાં આવી રહી છે કારણ કે રિચર્ડ કૈટલબોરો ગત કેટલીક આઇસીસી ઇવેન્ટમાં જ્યારે પણ ભારતની મેચમાં ફીલ્ડ અમ્પાયર બન્યા છે ત્યારે ટીમ ઇન્ડિયા સાથે કઇક અનહોની થઇ છે, પછી તે ટી-20 વર્લ્ડકપ 2021 હોય કે પછી વર્ષ 2019માં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ભારતની સેમિ ફાઇનલ જેમાં મહેન્દ્રસિંહ ધોની રનઆઉટ થયા હતા.

  માત્ર આ બે મેચ જ નથી પરંતુ એવા કેટલાક ઉદાહરણ છે, જ્યા રિચર્ડ કૈટલબોરો ભારત માટે અનલકી સાબિત થયા છે, જેમાં 2014 ટી-20 વર્લ્ડકપ, 2015 વન ડે વર્લ્ડકપ, 2016 ટી-20 વર્લ્ડકપ 2016, 2017 ચેમ્પિયન્સ ટ્રૉફી નૉકઆઉટ મુકાબલા પણ સામેલ છે. આ કારણ છે કે હવે જ્યારે રિચર્ડ કૈટલબોરો ભારતની મેચમાં નિયુક્ત નથી કરવામાં આવ્યા તો ફેન્સ ઉત્સાહિત છે.

  • ન્યૂઝીલેન્ડ વર્સિસ પાકિસ્તાન- 9 નવેમ્બર, સિડની (બપોરે 1.30 વાગ્યે)
  • ભારત વર્સિસ ઇંગ્લેન્ડ- 10 નવેમ્બર, એડિલેડ (બપોરે 1.30 વાગ્યે)
  Published by:mujahid tunvar
  First published:

  Tags: T20 WorldCup, Team india

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन