Home /News /sport /તલાકની અફવાઓ વચ્ચે સાનિયા મિર્ઝા અને શોએબ મલિકની સૌથી મોટી જાહેરાત

તલાકની અફવાઓ વચ્ચે સાનિયા મિર્ઝા અને શોએબ મલિકની સૌથી મોટી જાહેરાત

સાનિયા શોએબની જાહેરાત

The Mirza Malik Show: ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના તલાકની અફવાઓ વચ્ચે બંનેએ મળીને એક નવી જાહેરાત કરી છે.

    the mirza malik show: ઇન્ડિયન ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિકનું નામ દુનિયાના પાવર કપલમાં સામેલ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી બંનેના છૂટાછેડાની અટકળોએ જોર પકડ્યું હતું.

    સાનિયા મિર્ઝા અને શોએબ મલિકની લવ કેમેસ્ટ્રીએ એક સમયે દરેક કોઇના દિલ જીતી લીધા હતા પરંતુ આ સમયે સાનિયા મિર્ઝાની એક પોસ્ટે દરેક કોઇને વિચારવા પર મજબૂર કરી દીધા હતા. સાનિયા મિર્ઝાએ ઇંસ્ટા સ્ટોરી પર પોતાની વાત શેર કરતા લખ્યુ, 'તૂટેલા દિલ ક્યા જાય છે? અલ્લાહને શોધવા માટે'. સાનિયા મિર્ઝાની આ પોસ્ટથી ફેન્સ ચિતિંત હતા. અને આજે આખરે આ તમામ અટકળો પર પરદો પડી ગયો છે.










    View this post on Instagram






    A post shared by UrduFlix (@urduflixofficial)






    સાનિયાએ મૂકી હતી પોસ્ટ

    તાજેતરમાં થયેલ ખુલાસા મુજબ બંને એક શોમાં સાથે દેખાવાના છે. જેનું એલાન થઈ ચૂક્યું છે. આ પ્રોગ્રામમાં શોએબ અને સાનિયા બંને પતિ પત્ની એકસાથે દેખાશે અને તેમણે આ શોના નામ અંગે પણ ખુલાસો કરી દીધો છે. આ શો નું નામ 'મિર્ઝા મલિક શો' રાખ્યું છે અને તેનું પોસ્ટર હાલ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. આ શો પાકિસ્તાની ચેનલ પર આવવાનો છે.

    આ પણ વાંચો: ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા શોએબ મલિક સાથે લેશે છુટાછેડા? સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ

    અટકળો પણ પૂર્ણ વિરામ

    જો કે હાલમાં કેટલાક સમાચારો મુજબ તેઓના તલાકની અફવા ઊડી હતી અને બંનેના સંબંધો પણ સારા ન હોવાનું બહાર આવ્યું હતું. હવે આ તમામ અટકળો પણ પૂર્ણ વિરામ મુકાઇ ગયું છે. કારણ કે જો તલાકના સમાચારો સાચા હોય તો તેઓ સાથે શો કરવા તૈયાર થાય એ માનવામાં આવતું નથી.

    દીકરાનો જન્મદિવસ ઉજવ્યો હતો

    તાજેતરમાં બન્નેએ પોતાના પુત્ર ઇઝહાનનો જન્મદિવસ એક સાથે મનાવ્યો હતો, જેની તસવીરો શોએબ મલિકે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Sania mirza, Shoaib malik, Sports news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन