Home /News /sport /Rishabh Pant Accident: જો આ વાત સાચી પડી તો ઋષભ પંતને ભરવો પડશે દંડ, જેલમાં જવાનો પણ વારો આવી શકે?

Rishabh Pant Accident: જો આ વાત સાચી પડી તો ઋષભ પંતને ભરવો પડશે દંડ, જેલમાં જવાનો પણ વારો આવી શકે?

ભારતીય સ્ટાર ક્રિકેટર ઋષભ પંત શુક્રવારે કાર દુર્ઘટનાનો શિકાર થયો હતો.

Rishabh Car Insurance: વીમા વગર કાર ચલાવવી મોટર વ્હીકલ એક્ટ 2019 હેઠળ ગેરકાયદેસર અને અપરાધની શ્રેણીમાં આવે છે. આ અંતર્ગત દોષિત વ્યક્તિને દંડ અથવા જેલ અથવા બંને થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ વીમા વગર વાહન ચલાવતો પકડાય છે, તો તેને પ્રથમ વખત 2000 રૂપિયા અને બીજી વખત 4000 રૂપિયાનો દંડ થઈ શકે છે. 3 મહિનાની જેલ પણ થઈ શકે છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: ભારતીય સ્ટાર ક્રિકેટર ઋષભ પંત શુક્રવારે કાર દુર્ઘટના (Rishabh Pant car accident)નો શિકાર થયો હતો. પંત સાથે આ દુર્ઘટના તે સમયે થઇ જ્યારે તે દિલ્હીથી પોતાના હોમટાઉન રૂડકી જઇ રહ્યો હતો. આ દુર્ઘટનામાં પંતને ઘણી ઇજાઓ પહોંચી છે. જોકે હવે તેના માટે એક નવી મુશ્કેલી ઉભી થઇ ગઇ છે. ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંતની કારનો વીમો વર્ષ 2021માં જ સમાપ્ત થઇ ગયો હતો. જોકે અહીં તમને જણાવી દઇએ કે, News 18 ગુજરાતી આ વાતની પુષ્ટી કરતું નથી. પરંતુ જો આવું થયુ તો પંત માટે મોટી મુશ્કેલી ઉભી થઇ શકે છે. ભારતમાં ઇંશ્યોરન્સ વિના વાહન ચલાવવુ ગુનાની શ્રેણીમાં આવે છે.

    ખરેખરમાં ઘણી વખત લોકો વાહન વીમો લેવાનું ભૂલી જાય છે. કોઈ ઈચ્છતું નથી કે તેમની કાર રસ્તા પર તૂટી પડે, તેથી લોકો માની લે છે કે તેમને વીમાની કોઇ જરૂર નથી. જોકે આ યોગ્ય નથી. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે પંત પાસે વીમો હતો કે નહીં, પરંતુ જો આવું ન થાય તો શું થઈ શકે, ચાલો જાણીએ.

    આ પણ વાંચો: ઋષભ પંતને મુંબઈમાં શિફ્ટ કરાશે, BCCIની મેડિકલ ટીમ કરશે સારવાર

    કોઈ ક્લેમ નહીં

    આનો સૌથી મોટો ગેરલાભ એ હશે કે પંત કારના નુકસાન માટે કોઇપણ ક્લેમ કરી શકશે નહીં. પંતની કાર જેનો અકસ્માત થયો તે મર્સિડીઝ-એએમજી GLE 43 4MATIC કૂપ હતી. તેની કિંમત 1 કરોડ રૂપિયાથી થોડી ઓછી છે. જો કારનો વીમો નથી તો આ રકમ પણ કારની જેમ વેડફાઈ જશે. બીજી બાજુ જો વીમો હોય તો વીમા કંપની કેવી રીતે અને કેટલી રકમ ચૂકવશે તે માટે તમે ઉપરની લિંક વાંચી શકો છો.

    દંડ અને સજા

    વીમા વગર કાર ચલાવવી મોટર વ્હીકલ એક્ટ 2019 હેઠળ ગેરકાયદેસર અને અપરાધની શ્રેણીમાં આવે છે. આ અંતર્ગત દોષિત વ્યક્તિને દંડ અથવા જેલ અથવા બંને થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ વીમા વગર વાહન ચલાવતો પકડાય છે, તો તેને પ્રથમ વખત 2000 રૂપિયા અને બીજી વખત 4000 રૂપિયાનો દંડ થઈ શકે છે. 3 મહિનાની જેલ પણ થઈ શકે છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Rishabh pant, Team india

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन