Home /News /sport /T20 વર્લ્ડકપ વચ્ચે ICCએ પોતાના નિયમમાં બદલાવ કર્યો, સેમી ફાઇનલ-ફાઇનલ મેચના પરિણામ માટે 10 ઓવરની રમત જરૂરી

T20 વર્લ્ડકપ વચ્ચે ICCએ પોતાના નિયમમાં બદલાવ કર્યો, સેમી ફાઇનલ-ફાઇનલ મેચના પરિણામ માટે 10 ઓવરની રમત જરૂરી

ટી-20 વર્લ્ડકપ (ફાઇલ ફોટો)

T20I World Cup 2022 ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલ ટી-20 વર્લ્ડકપ 2022ની સેમી ફાઇનલ અને ફાઇનલ મેચના પરિણામ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ નવા નિયમ લાગુ કર્યા છે. નવા નિયમ અનુસાર સેમી ફાઇનલ અને ફાઇનલ મેચના પરિણામ માટે ઓછામાં ઓછા 10 ઓવરની રમતની જરૂર પડશે.

વધુ જુઓ ...
    T20I Worldcup2022: ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલ ટી-20 વર્લ્ડકપ 2022ની સેમી ફાઇનલ અને ફાઇનલ મેચના પરિણામ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ નવા નિયમ લાગુ કર્યા છે. નવા નિયમ અનુસાર સેમી ફાઇનલ અને ફાઇનલ મેચના પરિણામ માટે ઓછામાં ઓછા 10 ઓવરની રમતની જરૂર પડશે.

    નવા આઇસીસી નિયમ અનુસાર જો સેમી ફાઇનલ અને ફાઇનલ મેચ દરમિયાન વરસાદને કારણે રમત 10 ઓવરથી ઓછી કરવામાં આવે છે તો તે મેચનું કોઇ પરિણામ નહી નીકળે. મહત્વપૂર્ણ છે કે હજુ સુધી ઓસ્ટ્રેલિયામાં ખરાબ હવામાનને કારણે કેટલાક મુકાબલા રદ કરી દેવામાં આવ્યા છે.

    સેમી ફાઇનલ અને ફાઇનલ મેચ માટે આઇસીસીએ રિઝર્વ દિવસ પણ રાખ્યો છે. બીજી તરફ સુપર 12ના બન્ને ગ્રુપમાંથી હજુ સુધી એક જ ટીમ સેમી ફાઇનલમાં પહોચી ગઇ છે. મહત્વપૂર્ણ છે કે ગત ટી-20 વર્લ્ડકપની રનરઅપ ન્યૂઝીલેન્ડ ટી-20 વર્લ્ડકપ 2022ની સેમી ફાઇનલમાં પહોચનારી પ્રથમ ટીમ છે.

    આ પહેલા આ હતો આઇસીસીનો નિયમ

    તમારી જાણકારી માટે જણાવી દઇએ કે આ પહેલા જો કોઇ ટી-20 મેચ દરમિયાન વરસાદને કારણે રમત રોકાય છે તો ડીએલએસ નિયમથી મેચનું પરિણામ આવે છે તો ઓછામાં ઓછા 6 ઓવરની રમત જરૂરી હતી પરંતુ હવે નવા આઇસીસી નિયમ અનુસાર ડીએલએસ નિયમનું પ્રયોગ કરવા માટે 10 ઓવરની રમતની જરૂર પડશે. નહી તો મેચનું પરિણામ નહી નીકળે.

    સાથે જ તમારી જાણકારી માટે જણાવી દઇએ કે ટી-20 વર્લ્ડકપ સેમી ફાઇનલમાં પહોચવા માટે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ઓસ્ટ્રેલિયામાં ભલે 4 નવેમ્બરે અફગાનિસ્તાન વિરૂદ્ધ જીત મેળવી હોય પરંતુ તે પોતાના રનરેટમાં સુધારો કરી શકી નથી.

    હવે તેને સેમી ફાઇનલમાં પહોચવા માટે ઇંગ્લેન્ડ અને શ્રીલંકાની મેચ પર નિર્ભર રહેવુ પડશે. સાથે જ ગ્રુપ 2માં ભારત અને દક્ષિણ આફ્રિકાના સેમી ફાઇનલમાં પહોચવાના વધુ ચાન્સ છે.
    Published by:mujahid tunvar
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन