The Hundred : મહિલા ટી-20ની નંબર 1 બેટ્સમેન શેફાલી વર્મા આ ટીમમાંથી રમશે

The Hundred : મહિલા ટી-20ની નંબર 1 બેટ્સમેન શેફાલી વર્મા આ ટીમમાંથી રમશે

 • Share this:
  નવી દિલ્લી: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની તોફાની ઓપનિંગ બેટ્સમેન શેફાલી વર્મા (Shafali Varma) આ વર્ષે ઈંગ્લેન્ડમાં યોજાવનારી ધ હંડ્રેડ ( The Hundred) એટલે કે 100 બોલની ટૂર્નામેન્ટમાં રમશે. તેને બર્ધિઘમ ફિનિક્સ (Brimingham Phoenix)એ તેન સાથે જોડી લીધી છે. તે ભારતની પાંચમી ખેલાડી હશે જે આ ટૂર્નામેન્ટમાં રમશે. શેફાલી આ ટૂર્નામેન્ટમાં રમનારી પાંચમી ભારતીય ખેલાડી બનશે. અને તેના પહેલા ભારતીય ટી-20 ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) સ્મૃતિ મંઘાના (Smirti Mandhana) જેમિસા રૉડ્રિગ્સ (jemimah Rodigues) અને દિપ્તી શર્માએ બીસીસીઆઇએ આ ટૂર્નામેન્ટમાં રમનારી અઆપત્તિ પ્રમાણ પત્ર (No- Objection Certificate) જાહેર કર્યું છે.

  આ અંગે ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું કે, તે ફક્ત શેફાલી માટે જ નહીં, પરંતુ ભારતીય ક્રિકેટ માટે પણ સારા સમાચાર છે કે, તેના પાંચ ખેલાડીઓ ધ હન્ડ્રેડની પ્રથમ સીઝનમાં રમશે. શેફાલી અહીંની બિગ બેશ લીગમાં સિડની સિક્સરના કોચ બેન સવાયરની ટીમમાં ફરી જોડાશે. આશા છે કે, શેફાલીને બેનના અનુભવથી ફાયદો થશે અને તે તેના કદ અને નામ પ્રમાણે પ્રદર્શન કરી શકશે.


  IPLની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ કોવિડ-19 સામેની લડતમાં 30 કરોડ રૂપિયા દાન કરશે


  આ વર્ષે માર્ચમાં ભારતની મુલાકાતે ગયેલી દક્ષિણ આફ્રિકાની ટીમ સામે 17 વર્ષીય શેફાલીએ શાનદાર બેટિંગ કરી હતી. તેણે ત્રણ મેચમાં 60, 47 અને 23 રનની ઇનિંગ્સ રમી હતી. શેફાલીએ આ શ્રેણીમાં તેના સારા પ્રદર્શન વિશે ખુલાસો કર્યો હતો કે તેણે પોતાની બેટિંગ સુધારવા માટે હરિયાણા ટીમના પુરુષ ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ કરી હતી.

  શેફાલીએ ફિટનેસમાં કરી જોરદાર મહેનત
  શેફાલીએ કહ્યું કે, તે દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં સારી રીતે ચાલી રહ્યો હતો. કારણ કે, તેણે મુસ્તાક અલી ટી-20 ટ્રોફી પહેલા હરિયાણાની પુરૂષ ટીમના બોલરો સામે નેટમાં બેટિંગનો અભ્યાસ કર્યો હતો. મોટા ભાગના ફાસ્ટ બોલરો 140 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી રહ્યા હતા. આ કારણોસર, તેને દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં શોટ રમવા માટે વધારાનો સમય મળ્યો અને તે વધુ રન બનાવવામાં સફળ રહી. આ સિવાય છેલ્લા કેટલાક મહિનાઓમાં શેફાલી તેની ફિટનેસ પર પણ કામ કરી ચૂકી છે. તેનો પણ ઘણો ફાયદો થયો છે.

  ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલા વિરાટ કોહલીએ કોરોના વેક્સિનને પહેલો ડોઝ લીધો, લોકોને કરી ખાસ અપીલ


  શેફાલીએ સપ્ટેમ્બર 2019માં દક્ષિણ આફ્રિકા સામે ટી-20માં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદથી તેણે કુલ 22 મેચ રમી છે. આ સમય દરમિયાન, તેણે 73ના શ્રેષ્ઠ સ્કોર સાથે 617 રન બનાવ્યા છે. તેણે 29 સિક્સર અને 73 ચોગ્ગા ફટકાર્યા છે. બે અડધી સદી પણ તેના ખાતામાં છે. આ વર્ષે માર્ચમાં તેણે મહિલા બેટ્સમેનોની ટી -20 રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. 17 વર્ષની ઉંમરે શેફાલી બીજી વાર રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચનારી એકમાત્ર ખેલાડી બની.

  ગયા વર્ષે ટી -20 મહિલા વર્લ્ડ કપમાં શાનદાર બેટિંગ કર્યા બાદ તે પ્રથમ વખત ટી 20 રેન્કિંગમાં ટોચ પર પહોંચી હતી. તે હજી પણ ટી 20 રેન્કિંગમાં 776 રેટિંગ પોઇન્ટ સાથે પ્રથમ સ્થાન ધરાવે છે.
  Published by:kuldipsinh barot
  First published:May 10, 2021, 18:46 pm

  ટૉપ ન્યૂઝ