ઈજિપ્તની ટીમ પ્રથમ ત્રણ મેચ રમવા કાપશે 11,744 કિમીનું અંતર, જાણો અન્ય ટીમો કેટલું કાપશે

News18 Gujarati
Updated: June 13, 2018, 8:51 PM IST
ઈજિપ્તની ટીમ પ્રથમ ત્રણ મેચ રમવા કાપશે 11,744 કિમીનું અંતર, જાણો અન્ય ટીમો કેટલું કાપશે
News18 Gujarati
Updated: June 13, 2018, 8:51 PM IST
કોઈ પણ ટીમ માટે વર્લ્ડ કપ જીતવાની પ્રથમ શરત ફીટનેસ છે. આ ફિટનેસ માત્ર મેદાન પર જ નહીં, પરંતુ બહાર પણ મહત્ત્વની છે. એક ટીમ મેદાનપ ર જેટલો સમય પસાર કરશે, તેના કરતાં બે-ત્રણ ગણો સમય તે હવાઈ મુસાફરીમાં પસાર કરશે. વર્તમાન વર્લ્ડ કપમાં દરેક ટીમે ગ્રૂપ સ્ટેજમાં ત્રણ મેચ રમવાની છે. 32 ટીમ આ દરમિયાન 2.02 લાખ કિમીની મુસાફરી કરશે. ઈજિપ્તની ટીમ ગ્રૂપ સ્ટેજમાં સૌથી વધુ 11,744 કિમીની મુસાફરી કરશે. તેના માટે તે અંદાજે 20 કલાક વિમાનમાં જ રહેશે. જો ઈજિપ્ત ફાઈનલમાં પહોંચે છે તો તેણે અંદાજે 15,733 કિમીનું અંતર કાપવું પડશે.

વર્લ્ડ કપની 64 મેચ 11 શહેરના 12 સ્ટેડિયમમાં રમાશે, જેમાં એક્ટેરિનબર્ગ અને કોલિનગ્રેડ વચ્ચેનું અંતર 3051 કિમી છે.કોલંબિયાની મુસાફરી ઈજિપ્તથી 6 ગણી ઓછી કોલંબિયાને પ્રારંભિક ત્રણ મેચ રમવા 1884 કિમીની મુસાફરી કરવાની છે. ઈજિપ્ત (11,744 કિમી)થી છ ગણી ઓછી. કોલંબિયા બાદ સૌથી ઓછું અંતર (2,292 કિમી) આર્જેન્ટિના કાપશે.

વર્લ્ડ કપની 64 મેચ 11 શહેરમાં રમાશે. દરેક ટીમ ઓછામાં ઓછા 3 શહેરમાં રમશે. બધી ટીમો કુલ મળીને 2.02 લાખ કિમીની મુસાફરી કરશે. એટલે કે, દરેક ટીમ સરેરાશ 6,663 કિમીનું અંતર કાપશે. વર્લ્ડ કપની 32 ટીમ ગ્રૂપ સ્ટેજમાં 2.02 લાખ કિમીની મુસાફરી કરશે, ઈજિપ્તની ટીમ પ્રથમ 3 મેચ રમવા માટે સૌથી વધુ 11,744 કિમીનું અંતર કાપશે.

નાઈજિરિયા 10,528 કિમીની મુસાફરી કરશે, ઈજિપ્ત બાદ સૌથી વધુ

- 9,000 કિમીથી વધુ મુસાફરી કરશે 4 ટીમ ગ્રૂપ સ્ટેજમાં.જેમાં બ્રાઝિલ, સ્વિડન, ડેનમાર્ક, પોલેન્ડની ટીમ છે.
- 7,000 કિમીથી વધુ મુસાફરી કરશે 8 ટીમ ગ્રૂપ સ્ટેજમાં. જેમાં સ્પેન, સાઉદી આરબ, સ્વિટ્ઝરલેન્ડ અને પેરૂની ટીમ છે.
- 5,000 કિમીથી વધુ મુસાફરી કરશે 8 ટીમ ગ્રૂપ સ્ટેજમાં. જેમાં ઉરુગ્વે, સેનેગલ, બેલ્જિયમ, કોસ્ટા રિકા, મેક્સિકોની ટીમ છે.
Loading...

- 3,000 કિમીથી વધુ મુસાફરી કરશે 8 ટીમ ગ્રૂપ સ્ટેજમાં. જેમાં જર્મની, પોર્ટુગલ, ઈરાન અને યજમાન રશિયાની ટીમ છે.
- 2,000 કિમીથી વધુ મુસાફરી આર્જેન્ટિના અને કોલંબિયા કરશે.

ઈજિપ્તની ટીમ ગ્રોઝનીમાં ટ્રેનિંગ લઈ રહી છે. તે 3 ગ્રૂપ મેચ એક્ટેરિનબર્ગ, સેન્ટ પીટર્સબર્ગ, વોલ્ગોગ્રેડમાં રમશે. આ માટે તેના ખેલાડી 4.30 કલાક મેદાન પર રહેશે, જ્યારે અહીં પહોંચવા 20 કલાકની હવાઈ મુસાફરી કરશે. જો બ્રાઝિલ ફાઈનલ રમશે તો 12,030 કિમીની મુસાફરી કરશે.

જર્મની, બ્રાઝિલ, સ્પેન, આર્જેન્ટિના, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, બેલ્જિયમ, પોર્ટુગલને ક્વાર્ટર ફાઈનલની દાવેદાર ટોપ-8 ટીમ મનાય છે. જાણો તેઓ ફાઈનલ સુધી પહોંચશે તો કેટલા કિલોમીટર સુધીનું અંતર કાપશે.

- બ્રાઝિલ : ગ્રૂપ સ્ટેજમાં 9,048 કિમીનું અંતર કાપશે. ફાઈનલ રમશે તો 12,030 કિમી.
- જર્મની : ગ્રૂપ સ્ટેજમાં 4,876 કિમીનું અંતર કાપશે. ફાઈનલ રમશે તો 8,358 કિમી.
- સ્પેન : ગ્રૂપ સ્ટેજમાં 8,996 કિમીનું અંતર કાપશે. ફાઈનલ રમશે તો 12,807 કિમી.
- આર્જેન્ટિના : ગ્રૂપ સ્ટેજમાં 2,292 કિમીનું અંતર કાપશે. ફાઈનલ રમશે તો 5,595 કિમી.
- ઈંગ્લેન્ડ : ગ્રૂપ સ્ટેજમાં 7,561 કિમીનું અંતર કાપશે. ફાઈનલ રમશે તો 10,290 કિમી.
- બેલ્જિયમ : ગ્રૂપ સ્ટેજમાં 5,803 કિમીનું અંતર કાપશે. ફાઈનલ રમશે તો 10,529 કિમી.
- ફ્રાન્સ : ફાઈનલ રમશે તો 7,899 કિમી અને પોર્ટુગલ 8,902 કિમીનું અંતર કાપશે.
First published: June 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर