કબડ્ડીની રમતથી દેશભરમાં ખ્યાતિ મેળવનારી માંગી ચૌધરી આજે પશુપાલનનું કામ કરવા મજબૂર

ભલે ચારે તરફ નિરાશા ઘેરાયેલી હોય પણ માંગી ચૌધરી હજુ હિંમત નથી હારી, પોતાના જિલ્લાની કબડ્ડી કોચ બનવાની ઈચ્છા

ભલે ચારે તરફ નિરાશા ઘેરાયેલી હોય પણ માંગી ચૌધરી હજુ હિંમત નથી હારી, પોતાના જિલ્લાની કબડ્ડી કોચ બનવાની ઈચ્છા

 • Share this:
  પ્રેમદાન દેથા, બાડમેરઃ 20થી વધુ વાર જિલ્લાનું અને બે વાર રાજસ્થાન (Rajasthan)નું નેતૃત્વ કરી દેશભરમાં પોતાની રમત પ્રતિભાનો પરિચય આપનારી કબડ્ડી (Kabaddi)ની પ્રતિભાશાળી ખેલાડી આજે ઘરનું રસોડું અને પશુપાલન (Cattle) કરવા સુધી સીમિત રહી ગઈ છે. રમતના મેદાનમાં જે ખેલાડીએ સફળતા મેળવી હતી તે હવે ઘરના નાના-નાના કામ કરવા મજબૂર બની છે. દેશભરમાં કબડ્ડીમાં નામ કમાવ્યા બાદ બાડમેરની માંગી ચૌધરી (Mangi Chaudhary) આજે ખેતરમાં પશુઓને ઘાસચારો આપવા જેવા કામ કરીને ગુમનામીનું જીવન જીવી રહી છે.

  પ્રાથમિશ શિક્ષણથી લઈને સીનિયર સુધીના અભ્યાસ દરમિયાન માંગી ચૌધરીએ કબડ્ડીની રમતમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. બે વાર રાજસ્થાનની સ્ટેટ ટીમનું નેતૃત્વ કરવાનું ગૌરવ તેણે પ્રાપ્ત કર્યું. પરંતુ સરકાર તરફથી કોઈ પ્રોત્સાહન નહીં મળવાના કારણે તે આજે ખેતરોમાં પશુઓને સાચવવાનું અને ખેતીવાડીની સાથે ગૃહિણી બનીને કામ સંભાળી રહી છે.

  બાડમેર જિલ્લાની પ્રથમ સ્ટુડન્ટ જેણે રાજસ્થાનની કબડ્ડી ટીમનું નેતૃત્વ કર્યું

  બાડમેરની માંગી ચૌધરીએ 20 વાર સ્ટેટ લેવલ પર દબદબો દેખાડ્યો. માંગી વર્ષ 2010માં બાડમેર જિલ્લાની પ્રથમ સ્ટુડન્ટ હતી જેણે રાજસ્થાન કબડ્ડી ટીમનું નેતૃત્વ કરવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. આવી જ રીતે 2012માં ફરી રાજસ્થાનની ટીમનું નેતૃત્વ કરી સૌને ચોંકાવી દીધા. માંગીની રમતના દેશના અનેક આંતરરાષ્ટ્રીય ખેલાડીઓએ વખાણ કર્યા. રમતના સંશાધનોના અભાવ હોવા છતાંય માંગીએ પોતાની પ્રતિભાથી બધાને ચકિત કર્યા. માંગી જણાવે છે કે કબડ્ડી હંમેશાથી તેની ગમતી રમત રહી છે.

  માંગી ચૌધરી


  આ પણ વાંચો, જુગારમાં પત્નીને હાર્યો તો જુગારીઓએ કર્યો ગેંગરેપ, પીડિતાએ વિરોધ કરતાં પતિનો એસિડ અટેક

  ભલે ચારે તરફ નિરાશા ઘેરાયેલી છે પણ માંગી હિંમત નથી હારી

  માંગી જણાવે છે કે તેના મનમાં બાડમેર જિલ્લામાં કબડ્ડીના કોચ બનવાની તીવ્ર ઈચ્છા હતી. પરંતુ સરકાર તરફથી પ્રોત્સાહન ન મળવાના કારણે તેની પ્રતિભા માત્ર રસોડા અને ભેંસોને સાચવવા સુધી સીમિત થઈ ગઈ છે. એક સમયે કબડ્ડીના મેદાનમાં પોતાની રમતથી લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનનારી માંગી ચૌધરી પોતાના ઘરમાં જ જોવા મળે છે. માંગી કહે છે કે અભાવોએ ભલે ચારે તરફ નિરાશા ઊભી કરી હોય પરંતુ હિંમત હારી નથી. કોઈની આગળ હાથ નહીં ફેલાવું પરંતુ આંખોમાં મદદની આશા હજુ પણ જોવા મળી રહી છે.

  આ પણ વાંચો, Monkey Day 2020: કેમ ઉજવાય છે ‘મંકી ડે’? જાણો વાંદરાઓને સમર્પિત આ દિવસનો ઈતિહાસ અને મહત્ત્વ

  સરકારી દાવાઓ માત્ર વાતો સુધી સીમિત

  એક તરફ રાજ્ય અને કેન્દ્ર સરકાર દીકરીઓને આગળ વધવાની વાત કેર છે તો બીજી તરફ માંગી ચૌધરી જેવી પ્રતિભાઓની સ્થિતિ જોઈને લાગે છે કે સરકારી દાવા માત્ર વાતો સુધી સીમિત છે. માંગી ચૌધરી જેવી પ્રતિભાઓને જો સરકારી પ્રોત્સાહન મળે તો દીકરીઓને આગળ વધારવાનો નારો ખરેખર સાર્થક થશે.
  Published by:Mrunal Bhojak
  First published: