Ashes: સુપરમેન બન્યો ડેનલી, એક હાથથી પકડ્યો અવિશ્વસનીય કેચ

ડેનલીએ પોતાની ડાબી બાજુ ડાઇવ લગાવીને હવામાં એક હાથે કેચ પકડી લીધો

News18 Gujarati
Updated: August 19, 2019, 9:34 AM IST
Ashes: સુપરમેન બન્યો ડેનલી, એક હાથથી પકડ્યો અવિશ્વસનીય કેચ
ડેનલીએ પોતાની ડાબી બાજુ ડાઇવ લગાવીને હવામાં એક હાથે કેચ પકડી લીધો
News18 Gujarati
Updated: August 19, 2019, 9:34 AM IST
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની વચ્ચે બીજી એશિઝ ટેસ્ટ મેચ ડ્રો થઈ ગઈ છે. મેચના છેલ્લા દિવસે ઓસ્ટ્રેલિયાને 267 રનની જરૂર હતી પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત નિરાશાજનક રહી. આ દરમિયાન માર્નસ લાબુશને અડધી સદી ફટકારીને ઇનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો પરંતુ તેની વિકેટ પડ્યા બાદ ફરી એકવાર ટીમ મુશ્કેલીમાં મૂકાઈ ગઈ.

કેપ્ટન ટિમ પેન ટ્રેવિસ હેડની સાથ આપવા ક્રીઝ પર આવ્યો અને બંને વચ્ચે એક સારી પાર્ટનરશીપ બનતી લાગી રહી હતી કે જોફ્રા આર્ચરની બોલિંગમાં જે ડેનલીએ સુપરમેન સ્ટાઇલમાં કેચ પકડીને ઓસ્ટ્રેલિયાના કેપ્ટનને પેવેલિયન ભેગો કરી દીધો. ટિમ પેનના રૂપમાં ઓસ્ટ્રેલિયાને 149 રને છઠ્ઠો આંચકો લાગ્યો.

Loading...

આ પણ વાંચો, ટીમ ઈન્ડિયા પર હુમલાની ધમકી માત્ર અફવા, BCCIએ જાહેર કર્યુ નિવેદન

આર્ચરના બોલ પર ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન મોટો શોટ રમવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તે બિનજવાબદાર શોટ રમી બેઠો. ત્યારે જો ડેનલીએ પોતાની ડાબી બાજુ ડાઇવ લગાવીને હવામાં એક હાથે કેચ પકડી લીધો. તેના આ કેચ પર એક વાર તો ઇંગ્લેન્ડની ટીમને વિશ્વાસ નહોતો થયો.

જોકે, ઓસ્ટ્રેલિયા કેપ્ટન પેવેલિયન પરત ફરતાં હેડ પેટ કમિન્સ  મળીને મેચ ડ્રોમાં ખેંચી જવામાં સફળ રહ્યા. ટિમ પેન ચાર રન જ કરી શક્યો. જોફ્રા આર્ચરએ બીજી ઇનિંગમાં 32 રન આપીને ત્રણ વિકેટ અને જેક લીઝે 37 રન આપીને ત્રણ વિકેટ લીધી.

આ પણ વાંચો, પહેલા જ બોલે આ બાળકે સૌથી 'મજબૂત' ખેલાડીને કર્યો આઉટ, જુઓ Video
First published: August 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...