જાપાનની ઓકાહારાએ સિંધુને આપી માત, ફાઇનલમાં ચૂકી ગઇ ટાઇટલ

News18 Gujarati
Updated: July 16, 2018, 9:32 AM IST
જાપાનની ઓકાહારાએ સિંધુને આપી માત, ફાઇનલમાં ચૂકી ગઇ ટાઇટલ
થાઇલેન્ડ ઓપન ફાઇનલમાં જાપાનની ઓકોહારએ સિંધુને 21-15,21-18થી પરાજ્ય આપ્યો હતો

  • Share this:
ફાઇનલ સુધી પહોંચીને ટાઇટલને જીતવાનો સિલસિલો પીવી સિંધુ માટે ખુબ જ કપરો રહ્યો હતો. થાઇલેન્ડ ઓપન ફાઇનલમાં જાપાનની ઓકોહારએ સિંધુને 21-15,21-18થી પરાજ્ય આપ્યો હતો.

પહેલી ગેમમાં ઓકાહારએ શરૂઆતથી જ લીડ બનાવી રાખી હતી. પહેલા ગેમના બ્રેક બાદ સિંધુએ વાપસી કરી હતી અને સ્કોર જાળવી રાખ્યો હતો. ત્યારબાદ ઓકાહારાએ સતત પોઇન્ટ મેળવતાં 20-15ની લીડ મેળવી અને 20 મિનિટમાં પ્રથમ ગેમ 21-15થી જીતી લીધી હતી. બીજા સેટમાં સિંધુએ સારી રમત દર્શાવતાં 5-1ની લીડ મેળવી હતી.

બીજી ગેમમમાં સિંધુએ સારો દેખાવ કરતા 5-1ની લીડ મેળવી હતી પરંતુ ઓકાહારાએ વાપસી કરતાં સતત ચાર પોઇન્ટ મેળવી બરાબરી કરી લીધી હતી. બ્રેક બાદ સિંધુ 11-9 થી આગળ હતી પરંતુ ઓકાહારાએ બરાબરી કર્યા બાદ બંને વચ્ચે એક એક પોઇન્ટ માટે સંઘર્ષ જોવા મળ્યો હતો. ઓકાહારાએ બીજો સેટ 21-18થી જીતી ટાઇટલ પણ જીતી લીધું હતું.
First published: July 16, 2018, 9:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading