નવી દિલ્હી : પાકિસ્તાનમાં (Pakistan)લાંબા સમયથી ક્રિકેટની વાપસી થઈ છે. 2009માં શ્રીલંકાની ટીમ પર થયેલા આતંકવાદી હુમલા પછી પ્રશંસકો પોતાના દેશમાં મેચ જોવા માટે તરસી ગયા હતા. પીસીબી (PCB)સતત દેશમાં ખેલાડીઓની સુરક્ષાની વાત કરતી જોવા મળે છે. જોકે ફરી એક વખત પાકિસ્તાનમાં ક્રિકેટ મેચ દરમિયાન આતંકવાદી હુમલાના કારણે સુરક્ષા પર સવાલ ઉભા થયા છે.
લોકલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સ્ટેડિયમ પાસે વરસાવી ગોળીઓ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ઓરાકજાઈ જિલ્લામાં એક અમન ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું હતું. ફાઇનલ મેચ દરમિયાન ભવ્ય સમાપન સમારોહમાં તોડફોડ કરવામાં આવી હતી. આટલું જ નહીં મેદાનમાં રહેલા પ્રશંસક, રાજનીતિક કાર્યકર્તા અને મીડિયાકર્મીઓની હાજરીમાં અંધાધુંધ ગોળીઓ ચલાવી હતી. લોકોએ આમથી તેમ ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. પાકિસ્તાનના મીડિયાના મતે મેચ શરૂ થયા પહેલા જ આતંકવાદીઓએ નજીકના પર્વત પરથી રમતના મેદાનમાં અંધાધુંધ ગોળીઓ ચલાવી હતી. પાકિસ્તાનની મીડિયાનું માનવામાં આવે તો અમન ક્રિકેટ ટૂર્નામેન્ટના નામથી આયોજીત કરેલી આ સ્પર્ધા પહેલા જ આતંકવાદીઓએ નજીકના પર્વત પરથી રમતના મેદાન પર ગોળીઓ ચલાવી હતી.
આ પણ વાંચો - આઇપીએલ 2020ને હવે સ્પોન્સર નહીં કરે ચીની કંપની વીવો, કરાર સસ્પેન્ડ
ખેલાડી અને દર્શકોએ ભાગીને જીવ બચાવ્યો
એક દર્શકે કહ્યું કે ગોળીબાર એટલો ભયાનક હતો કે આયોજકો પાસે રમત સમાપ્ત કર્યા સિવાય કોઈ વિકલ્પ ન હતો. ઓરાકજાઇ જિલ્લા પોલીસ અધિકારી નિસાર અહમદ ખાને સ્વીકાર કર્યો કે તેને ક્ષેત્રમાં આતંકીઓ વિશે થોડીક જાણકારી હતી. હવે તેમણે એક સંયુક્ત અભિયાન શરૂ કર્યું છે.
Published by:Ashish Goyal
First published:August 08, 2020, 15:41 pm