US Open 2020: નોવાક જોકોવિચે લાઇવ મેચમાં મહિલા જજને બોલ માર્યો, યૂએસ ઓપનથી ડિસ્ક્વોલિફાય થયો

હતાશ થઈને જોકોવિચે લાઇન જજ તરફ જોશથી ફેંક્યો બોલ, મહિલા અધિકારીને બોલ વાગતાં નીચે બેસી ગઈ, જુઓ વીડિયો

હતાશ થઈને જોકોવિચે લાઇન જજ તરફ જોશથી ફેંક્યો બોલ, મહિલા અધિકારીને બોલ વાગતાં નીચે બેસી ગઈ, જુઓ વીડિયો

  • Share this:
    નવી દિલ્હીઃ ટેનિસના નંબર વન ખેલાડી નોવાક જોકોવિચ (Novak Djokovic)ને યૂએસ ઓપન (US Open 2020)થી બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે. જોકોવિચને મેચ હારવાના કારણે નહીં પરંતુ લાઇન જનને બોલ મારવાના કારણે ડિસ્વોપહલિફાય કરી દેવામાં આવ્યો છે. જોકોવિચ (Novak Djokovic)એ બાદમાં ઇન્સ્ટાગ્રામ પર સમગ્ર ઘટનાને દુખદ ગણાવતાં માફી પણ માંગી. જોકે અમેરિકન ટેનિસ ફેડરેશને મોટો નિર્ણય લેતા ટૂર્નામેન્ટના સૌથી મોટા દાવેદારને જ બહાર કરી દીધો. નોંધનીય છે કે, દિગ્ગજ ખેલાડી રોજર ફેડરર (Roger Fedrer) અને રાફેલ નડાલ (Rafael Nadal) આ ટૂર્નામેન્ટમાં હિસ્સો નથી લઈ રહ્યા એવામાં જોકોવિચ સૌથી મોટો દાવેદાર હતો.

    સેટમાં ખરાબ પ્રદર્શનથી નિરાશ હતો જોકોવિચ

    જોકોવિચ પ્રી ક્વાર્ટર ફાઇનલના પહેલા રાઉન્ડમાં સ્પેનના ટેનિસ સ્ટાર પાબ્લો કાર્રેનો બુસ્ટાની સામે 6-5થી પાછળ રહ્યો હતો. જોકોવિચના ચહેરા પર નિરાશા સ્પષ્ટ જોવા મળી રહી હતી. સર્વિસ કરતાં પહેલા તેણે બોલને લાઇનની તરફ હિટ કર્યો જે સીધો જઈને ત્યાં ઊભેલી લાઇન જજને જ વાગ્યો. બોલ અધિકારીના ગળા પર વાગ્યો હતો અને તે નીચે જમીન પર બેસી પડી. જોકોવિચ તેમની પાસે હાલચાલ પૂછવા પહોંચ્યો હતો. મળતી માહિતી મુજબ શ્વાસ લેવામાં તકલીફ થવાના કારણે મહિલા અધિકારી થોડીવાર બાદ ત્યાંથી ઉઠીને જતી રહી. ટૂર્નામેન્ટના ઓફિશિયલે નિયમોને ધ્યાને લઈ જોકોવિચને અયોગ્ય ઘોષિત કરવાનો નિર્ણય લીધો અને કાર્રોને વિજેતા જાહેર કર્યો.


    આ પણ વાંચો, લાઇવ મેચમાં રાશિદ ખાને આંદ્રે રસેલને મારી લાત, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

    જોકોવિેચ માફી માંગી

    જોકોવિચ ગ્રાન્ડ સ્લેમ ડિસ્ક્વોલિફાય થનારો દુનિયાનો ત્રીજો ખેલાડી છે. આ પહેલા 1990માં જૉન મૌકેનરો ઓસ્ટ્રેલિયન ઓપનથી અને વર્ષ 2000માં સ્ટફાન કાબેક ફ્રેન્ચ ઓપનથી ડિસ્ક્વોલિફાય થઈ ચૂક્યા છે. જોકોવિચે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં ભાગ ન લીધો.

    આ પણ વાંચો, ડૉક્ટરે સૂઈ રહેલા બાળક પર વેડ્યું ઉકળતું પાણી, પત્ની ઊભી-ઊભી જોતી રહી

    જોકે તેણે સોશિયલ મીડિયા પર પોતાના કાર્ય માટે માફી માંગી. તેણે લખ્યું કે, પૂરી ઘટનાથી હું ખૂબ દુઃખી છું. હું આ વ્યક્તિ (જેમને બોલ વાગ્યો) સાથે વાત કરી. સારા વાત એ છે કે તેઓ બિલકુલ સ્વસ્થ છે. હું આ ઘટના માટે માફી માંગું છું. આ મુશ્કેલ સમયમાં પણ મારો સાથ આપવા માટે મારા પરિવાર અને પ્રશંસકોનો હું આભારી છું.
    Published by:Mrunal Bhojak
    First published: