નવી દિલ્હીઃ ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના ઘરે નવા મહેમાનનું આગમન થયું છે. સાનિયાના પતિ તેમજ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે પિતા બનવાની ખુશી વ્યક્ત કરતા ટ્વિટર પર આ સમાચાર આપ્યા હતા. સાનિયાએ હૈદરાબાદની એક હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો. શોએબ અને સાનિયાએ પોતાના પુત્રનું નામ ઇઝાન મિર્ઝા મલિક રાખ્યું છે.
બાળકના જન્મના સમાચાર આપતા શોએબ મલિકે જણાવ્યું કે સાનિયા મિર્ઝાની તબિયત સારી છે. શોએબે શુભેચ્છા માટે લોકોનો આભાર પણ માન્યો હતો.
શોએબ મલિકે ટ્વિટર પર લખ્યું કે, "હું ખૂબ જ ઉત્સાહી છું. પુત્રનો જન્મ થયો છે. માય ગર્લ (સાનિયા મિર્ઝા)ની તબિયત ખૂબ સારી છે. તે હંમેશાની જેમ સ્ટ્રોંગ છે. શુભેચ્છાઓ માટે તમારા બધાનો આભાર. #BabyMirzaMalik"
Excited to announce: Its a boy, and my girl is doing great and keeping strong as usual #Alhumdulilah. Thank you for the wishes and Duas, we are humbled 🙏🏼 #BabyMirzaMalik 👼🏼
સાનિયા મિર્ઝાની બોલિવૂડ મિત્ર તેમજ ફિલ્મ નિર્માતા ફરાહ ખાને પણ આ સમાચાર શેર કર્યા છે. ફરાહે ઇન્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને લખ્યું છે કે, "પુત્રનો જન્મ થયો છે. હું ખાલા(માસી) બની ગઈ છું."
નોંધનીય છે કે સાનિયા મિર્ઝાએ આ વર્ષે એપ્રિલમાં પોતાની પ્રેગ્નેન્સીના સમાચાર શેર કર્યા હતા. સાનિયાએ એક ગ્રાફિકની મદદથી જણાવ્યું હતું કે બાળક પોતાના નામની સાથે મિર્ઝા અને મલિક બંને અટકનો ઉપયોગ કરશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર