દેશની દિગ્ગજ ટેનિસ સ્ટાર લિએન્ડર પેસે (Tennis Star Leander Paes Joined TMC) રમતનું મેદાન છોડીને રાજનીતિના મેદાનમાં કૂદકો લગાવ્યો છે. ટેનિસમાં ભારત માટે અનેક મેડલ જીતનારા લિએન્ડર પેસે ગોવા વિધાનસભાની ચૂંટણી પહેલા મમતા બેનર્જીની તૃણમૂલ કૉંગ્રેસનો હાથ પકડ્યો છે. હવે લિએન્ડર પેસ રેકેટ સાથે રાજનીતિના (Leander Paes Joins TMC in Goa) દાવ પણ રમશે. ટેનિસ ચેમ્પિયન લિએન્ડર પેસ શુક્રવારે ગોવામાં TMCમાં જોડાયો. આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને પાર્ટીના વડા મમતા બેનર્જી હાજર રહ્યા હતા. તૃણમૂલ કોંગ્રેસ આગામી ગોવાની ચૂંટણીમાં પોતાનો ઉમેદવાર (Mamata Banerjee to Field Candidates in Goa Assembly Elections) ઉતારશે. આવી સ્થિતિમાં રાજ્યના ઘણા નેતાઓ અને અન્ય લોકો પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ભૂતકાળમાં, કોંગ્રેસના નેતા લુઇઝિન્હો ફાલેરો, જે રાજ્યના ભૂતપૂર્વ સીએમ હતાએ પણ ટીએમસીમાં જોડાયા હતા.
લિએન્ડર પાર્ટીમાં જોડાયા પછી, તૃણમૂલ કોંગ્રેસના ટ્વિટર એકાઉન્ટ પરથી એક ટ્વીટ થયું- 'અમને એ જણાવતા અત્યંત આનંદ થાય છે કે લિએન્ડર આજે અમારા પ્રમુખ મમતાની હાજરીમાં અમારી સાથે જોડાયો. અમે સાથે મળીને સુનિશ્ચિત કરીશું કે આ દેશમાં દરેક જણ લોકશાહીની સવાર જુએ જેની આપણે 2014 થી રાહ જોઈ રહ્યા છીએ!
ગોવામાં ટીએમસીનો પકડ મજબૂત કરવાનો પ્રયાસ
2022ની વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને ટીએમસી ગોવામાં પોતાની પકડ મજબૂત કરવા પ્રયત્ન કરી રહી છે. મમતા બેનર્જી ગુરૂવારે સાંજે ગોવા પહોંચ્યા હતા. ત્યાર બાદ ટીએમસીએ ભાજપના ગઢમાં પોલાણ કરવાની આશા સાથે ચૂંટણી રાજ્યમાં પ્રચાર કર્યો હતો. અભિનેતા અને કાર્યકર નફીસા અલી પણ ગોવામાં આ કાર્યક્રમમાં ટીએમસીમાં સામેલ થઈ હતી.
17 જૂન 1973ના રોજ જન્મેલા લિએન્ડર પેસ રાઇટ હેન્ડ નેટ રશર છે. ટેનિસ પ્લેયર તરીકે ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સમાં લિએન્ડર પેસે ખૂબ સફળતા મેળવી છે. લિએન્ડર પેસ અને મહેશ ભૂપથીની જોડી દેશમાં ખૂબ જાણીતી હતી. આ જોડીએ દેશને પ્રથમ ડબલ્સ મેન્સનો ગ્રાન્ડ સ્લેમ અપાવ્યો હતો.
કોલક્તા કનેક્શન
લિએન્ડર પેસનો જન્મ કોલકત્તામાં થયો ગતો અને પરિવાર પણ એથ્લેટિક્સમાં હતું. લિએન્ડર પેસના પિતા વેસ પેસ 1972ના ઓલિમ્પિક્સમાં ભારતીય હોકી ટીમના પ્રતિનિધિ હતા અને તેઓ બ્રોન્ઝ મેડલ પર જીત્યા હતા. જ્યારે વર્ષ 19780માં યોજાયેલી એશિયન બાસ્કેટબૉલ ચેમ્પિયનશીપમાં તેના માતા જેનિફર પેસે ભારતની બાસ્કેટબૉલ ટીમનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. લિએન્ડર પેસ વર્ષ 1996ના ઓલિમ્પિક્સમાં મેન્સ સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર