કોરોના વાયરસથી લડવા ડેટ પર જશે આ સુંદર ખેલાડી, બોલી લગાવી તમે પણ મેળવી શકો છો મોકો

News18 Gujarati
Updated: May 2, 2020, 11:51 PM IST
કોરોના વાયરસથી લડવા ડેટ પર જશે આ સુંદર ખેલાડી, બોલી લગાવી તમે પણ મેળવી શકો છો મોકો
કેનેડાની ટેનિસ ખેલાડી યૂઝની બૂચાર્ડે

કોઈએ મોટું દાન આપ્યું તો કોઈ પોતાની યાદગાર વસ્તુ નિલામ કરી પૈસા જોડી રહ્યા છે. આ બધા વચ્ચે કેનેડાની ટેનિસ ખેલાડી યૂઝની બૂચાર્ડે મદદ માટે ફંડ ભેગુ કરવા માટે એક અલગ રીત અપનાવી

  • Share this:
નવી દિલ્હી : આ સમયે પૂરી દુનિયા કોરોના વાયરસ સામે ઝઝૂમી રહી છે. દરેક કોઈ આ સમસ્યા સામે લડવા એકજૂટ છે. આ મુશ્કેલીના સમયમાં મદદ માટે હાથ લંબાવવામાં આવી રહ્યા છે. દરેક સંભવ કોશિસ કરવામાં આવી રહી છે. ખેલ જગત પણ મદદ માટે આગળ આવ્યું છે. કોઈએ મોટું દાન આપ્યું તો કોઈ પોતાની યાદગાર વસ્તુ નિલામ કરી પૈસા જોડી રહ્યા છે. આ બધા વચ્ચે કેનેડાની ટેનિસ ખેલાડી યૂઝની બૂચાર્ડે મદદ માટે ફંડ ભેગુ કરવા માટે એક અલગ રીત અપનાવી છે.

બૂચાર્ડે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે, તે ચેરિટી માટે બોલી લગાવશે અને જે પણ સૌથી વદારે બોલી લગાવશે, તેની સાથે તે ડિનર-ડેટ પર જશે. 26 વર્ષની બૂચાર્ડ હજુ દુનિયાની 332મી રેન્કિંગ ખેલાડી છે.

પરંતુ એક સમયે તેણે પૂરી દુનિયાને હલાવી દીધી હતી, જ્યારે તે 2014માં વિંબલડનની ફાઈનલ સુધી પહોંચી ગઈ હતી. તેજ વર્ષે તેણે ઓસ્ટ્રેલિયન ઓપન અને ફ્રેન્ચ ઓપનમાં પણ સેમિફાઈનલ સુધી પહોંચી હતી. બૂચાર્ડે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરી કહ્યું કે, તે આ ફંડથી અમેરિકામાં ભૂખ સામે લડાઈ લડી રહેલા લોકોની મદદ કરશે.

2 લાખ રૂપિયાથી શરૂ થશે બોલી

ઉલ્લેખનીય છે કે, બૂચાર્ડ ઓલ ઈન ચેલેન્જ સાથે જોડાયેલી છે. બોલી 2 લાખ રૂપિયાથી શરૂ થશે, જે હાલમાં 16ને પાર પહોંચી ગઈ છે. ઓલ ચેલેન્જ વેબસાઈટ અનુસાર, બોલી જીતનાર વ્યક્તિ યૂએસ ઓપન સુધી કોઈ પણ મેચ જીતી શકે છે અને તે પણ એક દોસ્તની સાથે. ત્યારબાદ કેનેડાઈ ખેલાડી સાથે પોસ્ટ મેચ ડિનર કરવાનો મોકો પણ મળશે. આ સિવિયા વિજેતાને આવવા જવા માટે ફ્લાઈટનો ખર્ચ પણ નહીં ઉઠાવવો પડે. આ સિવાય બૂચાર્ડના સાઈન કરેલા રેકેટ અને સ્નીકર્સ પણ આપવામાં આવશે.
First published: May 2, 2020, 11:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading