Home /News /sport /સાઉથ આફ્રિકાએ છેલ્લી ક્ષણે બહાર કાઢ્યું ટ્રમ્પ કાર્ડ, આ એક બોલર ટીમ ઈન્ડિયા પર પડ્યો ભારે

સાઉથ આફ્રિકાએ છેલ્લી ક્ષણે બહાર કાઢ્યું ટ્રમ્પ કાર્ડ, આ એક બોલર ટીમ ઈન્ડિયા પર પડ્યો ભારે

લુંગી એનગિડીએ પોતાની ત્રણ ઓવરમાં ટીમ ઇન્ડિયાના ધુરંધર બેટ્સમેનોને આઉટ કર્યા છે. (PIC: ICC)

Ind Vs SA T20 World Cup 2022: સાઉથ આફ્રિકાના આ ખતરનાક બોલરને પ્રથમ મેચમાં ટીમમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. ત્યાં જ આજની મેચ રમાઇ તે પહેલા પણ ટીમ ઇન્ડિયાના કોઇ ખેલાડીને તેના ટીમમાં સામેલ થવાને લઇ કોઇ વિચાર પણ આવ્યો નહીં હોય પરંતુ અચાનકથી આફ્રિકી ટીમમાં લુંગી એનગિડીએ આવતાની સાથે જ ટીમ ઇન્ડિયાના બેટ્સમેનો પર તુટી પડ્યો હતો

વધુ જુઓ ...
T20 World Cup 2022: ભારતીય કેપ્ટન રોહિત શર્માએ રવિવારે દક્ષિણ આફ્રિકા સામે ટી-20 વર્લ્ડ કપની મેચમાં ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે આજની મેચમાં ટીમ ઇન્ડિયાની શરૂઆત ખુબ જ ખરાબ રહી છે.

ભારતીય ટીમે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કર્યો છે અને અક્ષર પટેલની જગ્યાએ દીપક હુડાને લાવવામાં આવ્યો છે. સાઉથ આફ્રિકાએ સ્પિનર ​​તબરેઝ શમ્સીના સ્થાને ઝડપી બોલર લુંગી એનગિડીને સ્થાન આપવામાં આવ્યું છે. જોકે આજની મેચમાં લુંગી એનગિડીએ જે પ્રકારે બોલિંગ કરી છે. તેને જોતા સ્પષ્ટ થાય છે કે, સાઉથ આફ્રિકાએ આજની મેચમાં પોતાના ટ્રમ્પ કાર્ડનો ઉપીયોગ કરી ભારતીય ટીમને ચોંકાવી દીધી છે.

ખરેખરમાં સાઉથ આફ્રિકાના આ ખતરનાક બોલરને પ્રથમ મેચમાં ટીમમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. ત્યાં જ આજની મેચ રમાઇ તે પહેલા પણ ટીમ ઇન્ડિયાના કોઇ ખેલાડીને તેના ટીમમાં સામેલ થવાને લઇ કોઇ વિચાર પણ આવ્યો નહીં હોય પરંતુ અચાનકથી આફ્રિકી ટીમમાં લુંગી એનગિડીએ આવતાની સાથે જ ટીમ ઇન્ડિયાના બેટ્સમેનો પર તુટી પડ્યો હતો અને ત્રણ ઓવરમાં 17 રન આપીને 4 બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો દેખાડી દીધો હતો.

લુંગી એનગિડીએ પોતાની ત્રણ ઓવરમાં ટીમ ઇન્ડિયાના ધુરંધર બેટ્સમેનોને આઉટ કરી ભારતીય ફેન્સને મોટો ઝટકો આપ્યો છે. તેને વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાને આઉટ કર્યા હતા.

આ પણ વાંચો: INDvsSA: ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો લીધો નિર્ણય, આ ગુજરાતી ખેલાડીના સ્થાને દિપક હુડા રમશે

પર્થમાં રમાઈ રહેલી આ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારત તરફથી પ્લેઇંગ ઇલેવનમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. ટીમમાં દિપક હુડાને સ્થાન મળ્યું છે. અને ગુજરાતી ખેલાડી અક્ષર પટેલને બહાર રાખવામા આવ્યો છે. T20 World Cup માં આજે રવિવારે ગ્રૂપ-2માં ત્રણ મહત્વની મેચ રમાઈ. એમાંથી બે મેચો તો પર્થમાં જ યોજાઇ છે. પર્થમાં દિવસની પહેલી મેચ પાકિસ્તાન અને નેધરલેન્ડસ વચ્ચે થશે. જ્યારે બીજી મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઇ રહી છે. આ મેદાન ભારત માટે અનેક રીતે મહત્વનુ છે. પાકિસ્તાનની આ જ મેદાન પર ઝીમ્બાબ્વે સામે શરમજનક હાર થઈ હતી.
First published:

Tags: Cricket News in Guajarati, Cricket t20 world cup, T20 World Cup 2022