તેલંગાણાની ચૂંટણીમાં જ્વાલા ગુટ્ટાનું નામ વોટિંગ લિસ્ટમાંથી ગાયબ

તેલંગાણાની ચૂંટણીમાં જ્વાલા ગુટ્ટાનું નામ વોટિંગ લિસ્ટમાંથી ગાયબ

આ બધુ રાજનીતિ પાર્ટીમાં સામેલ થવા માટે કહેતી નથી - જ્વાલા ગુટ્ટા

  • Share this:
    ભારતીય બેડમિન્ટન પ્લેયર જ્વાલા ગુટ્ટા શુક્રવારે તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં વોટ આપવા ગઈ હતી. જોકે તેનું નામ લિસ્ટમાં ન હતું. જ્વાલાએ આ જાણકારી ટ્વિટ કરીને આપી હતી. જ્વાલાએ કહ્યું હતું કે જ્યારે મેં પોતાનું નામ ઓનલાઇન ચેક કર્યું તો વોટિંગ લિસ્ટમાં નામ ન હતું. આ સાથે તેણે એ પણ સવાલ કર્યો હતો કે આમ ચૂંટણી કેવી રીતે યોગ્ય રીતે થઈ શકે.

    આ સાથે સોશિયલ મીડિયા ઉપર ઘણા લોકોએ પોતાની સાથે બનેલી ઘટનાઓ જણાવી હતી. એક વ્યક્તિએ ટ્વિટ કર્યું હતું કે આખા રાજ્યમાં આ પ્રકારની ઘણી ઘટનાઓ બની છે. તમારો આભાર. આવો મુદ્દો ઉઠાવવા બદલ. મારા માતા-પિતાનું નામ વોટિંગ લિસ્ટમાં ન હતું. અમે એક જ ઘરમાં છેલ્લા 36 વર્ષથી રહીએ છીએ. આ માટે કોણ જવાબદારી લેશે.

    35 વર્ષીય જ્વાલાએ એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. તેમાં કહે છે કે લોકો પુછી રહ્યા છે કે મેં પોતાનું નામ પહેલા ચેક કેમ ના કર્યું. તો હું જણાવીશ કે મેં લગભગ 3 સપ્તાહ પહેલા જ નામ ઓનલાઇન ચેક કર્યું હતું. હું બધી પ્રક્રીયા પુરી થયા પછી પોલિંગ બૂથ ઉપર ગઈ હતી પણ મારું નામ ત્યાં ન હતું. ઘરમાંથી ફક્ત મારી માતાનું નામ જ વોટિંગ લિસ્ટમાં હતું. જ્વાલા સિવાય તેના પિતાનું નામ પણ યાદીમાં ન હતું.





    આ પણ વાંચો - થઈ જાવ તૈયાર, સિંધૂ-સાઈના રમવા આવશે અમદાવાદમાં

    રાજકારણમાં આવી રહી નથી
    જ્વાલાએ કહ્યું હતું કે તે આ બધુ રાજનીતિ પાર્ટીમાં સામેલ થવા માટે કહેતી નથી. હું એ બધા લોકોને કહેવા માંગુ છું કે જે એ વિચારી રહ્યા છે કે હું આ બધુ કોઈ રાજનીતિ પાર્ટીમાં સામેલ થવા માટે કરી રહી છું. તો આવું કશું જ નથી.
    Published by:Ashish Goyal
    First published: