7 Foot 4 ઇંચની માત્ર 14 વર્ષની સગીરાએ બાસ્કેટબોલમાં હડકંપ મચાવ્યો, વિરોધી ટીમનો પરસેવો છૂટી ગયો

સાત ફૂટની બાસ્કેટ બોલ પ્લેયર

હાલના દિવસોમાં ચીનની 14 વર્ષીય જહાંગ ઝિયુ (Zhang Ziyu) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જહાંગ જિયુની ઊંચાઈ જોઈને દરેક જણ આશ્ચર્યચકિત થાય છે.

  • Share this:
    નવી દિલ્હી : અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે બાસ્કેટબ મેચ(Basketball Match)માં ખેલાડીઓની ઊંચાઈ ઘણી મહત્ત્વની હોય છે. ખેલાડીઓની લંબાઈના આધારે, તેમની જીતવાની શક્યતા વધે છે. પરંતુ કેટલીક ટીમોને આ ઊંચાઈનો કઈંક વધારે જ ફાયદો મળે છે. હાલના દિવસોમાં ચીનની 14 વર્ષીય જહાંગ ઝિયુ (Zhang Ziyu) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જહાંગ જિયુની ઊંચાઈ જોઈને દરેક જણ આશ્ચર્યચકિત થાય છે. આ 14 વર્ષની યુવતી 7 ફુટ 4 ઇંચ લાંબી છે. જ્યારે જહાંગ જિયુ બાસ્કેટબોલ રમવા માટે કોર્ટમાં ઉતરે છે, ત્યારે સામેની ટીમ તેની સામે લાચાર થઈ જાય છે.

    પૂર્વ ચીનના શાન્ડોંગ રાજ્ય (Shandong Province)ની રહેવાસી જહાંગ જિયુ તેની ઊંચાઇને કારણે વાયરલ થઈ રહી છે. તાજેતરમાં, ચાઇનામાં યોજાયેલી અંડર-15 રાષ્ટ્રીય બાસ્કેટબો મેચ લીગ (U15 National Basketball Match)માં તેના પ્રદર્શનથી લોકોનું ધ્યાન આકર્ષિત થયું. તેની ઊંચાઇને કારણે, તેણે એક પછી એક બાસ્કેટ ગોલ કર્યા અને તેની ટીમને સરળતાથી વિજય અપાવ્યો. આ મેચમાં, વિરોધી ટીમ જહાંગ જિયુની સામે સંપૂર્ણ નિ:સહાય દેખાઈ હતી. જહાંગ જિયુની હાઈટ સામે વિરોધી ટીમની ેક પણ પ્લેયર તેની સામે ટકી શકી નહીં.

    આ પણ વાંચોNASAની ચેતવણી! ચંદ્ર પરની હલચલથી વિશ્વને ખતરો, 2030માં વિનાશક સમુદ્રી પૂર આવશે

    મેચના કોમેન્ટર્સ પણ જહાંગ જિયુની ઊંચાઈ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેમાંથી એકે જહાંગ જીયુની તુલના વિશ્વના પ્રખ્યાત બાસ્કેટબોલ ખેલાડી યો મિંગ (YaoMing) સાથે કરી. યોની ઊંચાઈ 7 ફુટ 6 ઇંચ હતી. ગ્લોબલ ટાઇમ્સ (Global Times)ના સમાચારો અનુસાર, જ્યારે જહાંગ જિયુ 1st ક્લાસમાં હતી ત્યારે જ તેની ઊંચાઈ 5 ફુટ 2 ઇંચની હતી. તે છઠ્ઠા ધોરણમાં પહોંચી ત્યાં સુધીમાં તેની ઊંચાઈ 6 ફૂટ 9 ઇંચ થઈ ગઈ હતી. હવે ઝાંગ જિયુની તુલના યો સાથે કરવામાં આવી રહી છે.



    તમને જણાવી દઈએ કે, યો વિશ્વનો શ્રેષ્ઠ બાસ્કેટબોલ ખેલાડી છે. તેણે 2016માં તેના પ્રભાવને કારણે હોલ ઓફ ફ્રેમ મેળવ્યું હતું. યોની જેમ, જહાંગ જિયુ પણ બાસ્કેટબ પ્લેયર્સ કુટુંબથી સંબંધ ધરાવે છે. તેની માતા યુ યિંગ ચીનની રાષ્ટ્રીય બાસ્કેટબોલ મહિલા ટીમની સભ્ય રહી ચૂકી છે જ્યારે પિતા પણ એક પ્રોફેશનલ બાસ્કેટબોલ ખેલાડી છે. હવે આ વીડિયો વાયરલ થયા પછી, લોકો જહાંગ જીયુને ફ્યૂચરની શાનદાર પ્લેયર કહી રહ્યા છે.
    Published by:kiran mehta
    First published: