સંજય બાંગરનો ખુલાસો, ચોથા નંબરનો નિર્ણય મારો એકલાનો ન હતો

News18 Gujarati
Updated: September 11, 2019, 3:59 PM IST
સંજય બાંગરનો ખુલાસો, ચોથા નંબરનો નિર્ણય મારો એકલાનો ન હતો
સંજય બાંગરનો ખુલાસો, ચોથા નંબરનો નિર્ણય મારો એકલાનો ન હતો

સંજય બાંગરે કહ્યું - મારા કોચિંગ સ્ટાફમાં રહેતા ટીમ ઇન્ડિયાએ દરેક ફોર્મેટમાં મોટી સિદ્ધિઓ મેળવી છે

  • Share this:
ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) નો પૂર્વ ક્રિકેટર સંજય બાંગર (Sanjay Bangar) બેટિંગ કોચ (Batting Coach) પદેથી હટાવવાના બીસીસીઆઈ(BCCI)ના નિર્ણયથી નિરાશ છે. વર્લ્ડ કપ (World Cup)ની સેમિ ફાઇનલમાં ભારતના પરાજય પછી સંજય બાંગર બીસીસીઆઈના નિશાને હતો. વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પછી તેના સ્થાને વિક્રમ રાઠોડને નવો બેટિંગ કોચ બનાવવામાં આવ્યો છે. બીજી તરફ ફિલ્ડિંગ કોચ આર.શ્રીધર અને બોલિંગ કોચ ભરત અરુણનો કાર્યકાળ 2021 સુધી વધારી દેવામાં આવ્યો છે. બાંગર પોતાના પાંચ વર્ષના કાર્યકાળને શાનદાર સફળતાના અંદાજમાં યાદ કરે છે.

સંજય બાંગરે કહ્યું હતું કે મારા કોચિંગ સ્ટાફમાં રહેતા ટીમ ઇન્ડિયાએ દરેક ફોર્મેટમાં મોટી સિદ્ધિઓ મેળવી છે. જોકે વર્લ્ડ કપ એક જ એવું ટાઇટલ છે જે ટીમ જીતી શકી ન હતી. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે ખાસ વાતચીતમાં સંજય બાંગરે કહ્યું હતું કે 2014 પછી ભારતીય ટીમ સતત ત્રણ વર્ષ સુધી ટેસ્ટમાં નંબર વન રહી હતી. અમે જે 52 ટેસ્ટ રમ્યા હતા. તેમાં 30માં જીત મેળવી છે. જેમાં 13 મુકાબલા વિદેશમાં જીત્યા હતા. અમે બધા દેશોમાં રમાયેલી વન-ડેમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ફક્ત અમે વર્લ્ડ કપ જીતી શક્યા ન હતા.

આ પણ વાંચો - વિરાટ કોહલી ગણિતમાં હતો નબળો, 100માંથી આવતા હતા 3 માર્ક્સ

ચોથા નંબરને લઈને આવું કહ્યું બાંગરે
ચોથા નંબરની બેટિંગને લઈને સંજય બાંગરે કહ્યું હતું કે ચોથા નંબરની બેટિંગને લઈને કરેલા નિર્ણયમાં ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકાર પણ સામેલ હતા. આ નંબર માટે ખેલાડીઓની પસંદગી વર્તમાન ફોર્મ અને ફિટનેસ જેવા આકલન પછી કર્યો હતો. બાંગરનો સીધો ઇશારો મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદની આગેવાનવાળી પસંદગી સમિતિ અને હેડ કોચ રવિ શાસ્ત્રીની હાજરી વાળા ટીમ મેનેજમેન્ટ તરફ હતો. બાંગરે સાથે કહ્યું હતું કે ખેલાડીઓની પસંદગી કરતા એ પણ ધ્યાન રાખ્યું હતું કે ખેલાડી ડાબોડી છે કે જમણેરી. તે બોલિંગ કરી શકે છે કે નહીં. પોતાના કામ કરવાની રીત વિશે બાંગરે કહ્યું હતું કે મારું ફોક્સ ટેકનિક પર વધારે રહેતું હતું. આવા સમયે જ્યારે તમે ખોટો શોટ રમીને આઉટ થઈ રહ્યા હોય તો ટેકનિક ઉપર ફરીથી વિચાર કરવાની જરુર હોય છે.
First published: September 11, 2019, 3:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading