ઓસ્ટ્રેલિયામાં ભારતે રચ્યો ઈતિહાસ, 72 વર્ષમાં પહેલીવાર જીતી ટેસ્ટ સીરીઝ

ભારતે ઓસ્ટ્રેલિયાને ફોલોઓન કર્યું, 1988 બાદ ફરી રચ્યો ઈતિહાસ

ભારતે ઓસ્ટ્રેલિયાને ફોલોઓન કર્યું, 1988 બાદ ફરી રચ્યો ઈતિહાસ

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ટેસ્ટ મેચ વરસાદના કારણે ડ્રો પર ખતમ થઈ. ટીમ ઈન્ડિયાએ ચાર મેચોની આ ટેસ્ટ સીરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે. તેની સાથે જ ભારતે ઓસ્ટ્રેલિયાની ધરતી ર ઈતિહાસ રચી દીધો. ભારત 72 વર્ષ બાદ કંગારુઓના ઘરમાં ઘૂસીને તેમને હરાવવામાં સફળ રહ્યું છે.

  સ્કોરકાર્ડ:
  ઓસ્ટ્રેલિયા (બીજી ઇનિંગ)-6/0
  ઓસ્ટ્રેલિયા (પહેલી ઇનિંગ)- 300 (ફોલોઓન)
  ભારત (પહેલી ઇનિંગ)-622/7 ડિક્લેર

   ભારત વરસાદ અને ખરાબ પ્રકાશના કારણે ચોથી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચના ચોથા દિવસે મોટી જીતની નજીક પહોંચવામાં અસફળ રહ્યું, પર્રતુ 1988 બાદ ઓસ્ટ્રેલિયાને પહેલીવાર તેની ધરતી પર ફોલોઅન કરવા માટે મજબૂર કરીને ટીમ ઈન્ડિયાએ આ દેશમાં પહેલી સીરીઝ જીતવાની રાહ પર છે.

  ખરાબ હવામાનના કારણે ચોથા દિવસે માત્ર 25.2 ઓવર જ રમાઈ. જ્યારે ઓસ્ટ્રેલિયાએ ફોલોઓન રમતાં બીજી ઈનિંગમાં ચાર ઓવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા વગર 6 રન બનાવ્યા. આ પહેલા ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવે (99 રન આપીને 5 વિકેટ) પહેલી જ ટેસ્ટમાં પાંચ વિકેટ લઈને મેજબાન ટીમને 300 રનમાં રોકી દીધી હતી.
  Published by:Mrunal Bhojak
  First published: