ઓસ્ટ્રેલિયામાં 'વિરાટ સેના' પાસે ઈતિહાસ રચવાની તક, પરંતુ ડરાવી રહ્યા છે આ આંકડા

સીરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે, પરંતુ ટીમ ઈન્ડિયા માટે આંકડા ખાસ સારા નથી

સીરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે, પરંતુ ટીમ ઈન્ડિયા માટે આંકડા ખાસ સારા નથી

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: ટીમ ઈન્ડિયા ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં હાલ 2-1થી આગળ ચાલી રહી છે. જ્યારે ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ માટે તે 3 જાન્યુઆરીથી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઉતરશે. જો 'વિરાટ સેના'એ સિડનીમાં મેદાન મારી લીધું તો તે ઓસ્ટ્રેલિયામાં સીરીઝ જીતનારી પહેલી ટીમ હશે. જ્યારે બંને ટીમોની વચ્ચે 1947થી ટેસ્ટ સીરીઝ રમાઈ રહી છે.

  ભારતે ઓસ્ટ્રેલિયામાં 1980-81માં ત્રણ મેચોની સીરીઝ 1-1, 1985-86માં ત્રણ મેચોની સીરીઝ 0-0 અને 2003-04માં ચાર મેચોની સીરીઝ 1-1થી ડ્રો કરવામાં સફળતા મેળવી છે, પરંતુ તેને જીત હજુ સુધી નસીબમાં નથી આવી. જોકે, 1977-78માં બિશન સિંહ બેદીની ટીમે દમ દર્શાવ્યો હતો પરંતુ પાંચ મેચોન સીરીઝમાં ચાર મેચો સુધી 2-2તથી બરાબરી પર ચાલી રહેલી ટીમ અંતિમ ટેસ્ટમાં પૂરું જોર લગાવ્યા છતાંય 47 રનથી હારીને સીરીઝ જીતવાની તક ગુમાવી બેઠી હતી.

  ફરી એક વાર ટીમ ઈન્ડિયાની પાસે સીરીઝ જીતવાની તક આવી છે અને મજેદાર વાત એ છે કે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન આશા મુજબ પ્રદર્શન પણ નથી કરી શક્યા. સાચું કહીએ તો બેટ્સમેનના હિસાબે જોઈએ તો ઓસ્ટ્રેલિયા પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. જ્યારે એડિલેડમાં જીતની સાથે પ્રવાસની શરૂઆત કરનારી ટીમ ઈન્ડિયાએ પર્થમાં મળેલી હાર બાદ મેલબોર્નમાં રમાયેલી ત્રીજી ટેસ્ટને 137 રને જીતી જબરદસ્ત વાપસી કરી છે અને આજ કારણ છે કે આ ટીમથી ઓસ્ટ્રેલિયામાં ઈતિહાસ રચવાની આશા રાખવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે ભારતે પહેલીવાર બોક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. જોકે, અત્યાર સુધી રમાયેલી 8 ટેસ્ટમાં 5 જીતની સાથે ઓસ્ટ્રેલિયા આગળ છે. જ્યારે બે ટેસ્ટ ડ્રો રહી છે.

  આ પણ વાંચો, સિડની ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિતના સ્થાને રમશે કે એલ રાહુલ!

  ...પરંતુ ડરાવી રહ્યો છે સિડનીનો આ આંકડો

  સીરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે, પરંતુ ટીમ ઈન્ડિયા માટે મેદાનના આંકડા ખાસ સારા નથી. તેને એમ પણ કહી શકીએ કે સિડનીના આંકડા ટીમ ઈન્ડિયાને ડરાવી રહ્યા છે. ભારત અહીં 1947થી અત્યાર સુધી 11 રમ્યું છે અને માત્ર એક વાર જીત મળી છે. ભારતે પાંચ મેચોમાં હારનો સામનો કર્યો છે તો એટલી જ મેચ ડ્રો રહી છે. ભારતને અહીં એકમાત્ર સફળતા 1978માં બિશન સિંહ બેદની કેપ્ટન્સીમાં મળી અને ત્યારે ભારતે ઓસ્ટ્રેલિયાને એક ઇનિંગ અને બે રનના અંતરથી હરાવી હતી. શું ઈતિહાસ બદલવામાં માહેર વિરાટ કોહલીની ટીમનું સિડનીમાં દબંગ રૂપ દેખાશે!
  Published by:Mrunal Bhojak
  First published: