ICC વર્લ્ડ કપમાં 16 જૂને રમાનારી ભારત-પાકિસ્તાન મેચ પર સંકટ!

News18 Gujarati
Updated: February 18, 2019, 4:55 PM IST
ICC વર્લ્ડ કપમાં 16 જૂને રમાનારી ભારત-પાકિસ્તાન મેચ પર સંકટ!
વર્લ્ડ કપ શરૂ થવામાં હવે થોડાક જ મહિના બાકી છે એવામાં શું ભારત આ આઈસીસી ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની વિરુદ્ધ મેચ રમવાનો ઇન્કાર કરી શકે છે?

વર્લ્ડ કપ શરૂ થવામાં હવે થોડાક જ મહિના બાકી છે એવામાં શું ભારત આ આઈસીસી ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની વિરુદ્ધ મેચ રમવાનો ઇન્કાર કરી શકે છે?

  • Share this:
અજય રાય

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ આતંકવાદીઓએ સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલામાં 40 જવાનો શહીદ થવાથી દેશભરમાં જોરદાર આક્રોશ છે. આ હુમલા બાદ ભારત સરકારે અનેક મહત્વપૂર્ણ પગલા લીધાં છે તો હવે 30 મેથી ઈંગ્લેન્ડમાં શરૂ થનારા ક્રિકેટ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની પાકિસ્તાન સામે ન રમવાની વાત જોર પકડી રહી છે. સૂત્રોનું માનીએ તો આ બીસીસીઆઈ હાલની સ્થિતિમાં 16 જૂને માનચેસ્ટરમાં રમાનારી વર્લ્ડ કપ મેચમાં પાકિસ્તાનની સાથે રમવાનો ઇન્કાર કરી શકે છે.

પાકિસ્તાન સાથે ન રમવાની વાતની શરૂઆત ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયાથી શરૂ થઈ. તેના સચિવ સુરેશ બાફનાએ પુલવામા હુમલા બાદ કહ્યું કે, ટીમ ઈન્ડિયાને આગામી વર્લ્ડ કપમાં પાકિસ્તાનની સાથે નહીં રમવું જોઈએ.

આ પણ વાંચો, ક્રિસ ગેલે કરી સંન્યાસ લેવાની જાહેરાત, આ દિવસે રમશે છેલ્લી મેચ

આ પહેલા ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયાએ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકવાદી હુમલાનો વિરોધ દર્શાવતા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના પોસ્ટર ઢાંકી દીધા હતા. બીજી તરફ, મોહાલી ક્રિકેટ સ્ટેડિયમમાંથી પણ પાકિસ્તાની ક્રિકેટરોના પોસ્ટર હટાવી દેવામાં આવ્યા છે.

જો ભારત હટી ગયું તો...
2019 વર્લ્ડ કપ શરૂ થવામાં હવે થોડાક જ મહિના બાકી છે એવામાં શું ભારત આ આઈસીસી ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની વિરુદ્ધ મેચ રમવાનો ઇન્કાર કરી શકે છે? આ શક્ય છે પરંતુ સીધેસીધું પાકિસ્તાન ક્રિકેટ ટીમને પોઇન્ટ મળી જશે અને તેની અસર પોઇન્ટ ટેબલની સાથે ભારતની હાર-જીત પર પડશે. જ્યારે આઈસીસી ભારતીય ટીમ પર દંડ પણ ફટકારી શકે છે. જો અંતિમ શક્યતાની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા પર બેનની તલવાર પણ લટકી શકે છે. જોકે, બીસીસીઆઈનું ક્રિકેટમાં દબદબો હવાના કારણે અંતિમ શક્યતા પર કોઈ એક્શન લેવાની શક્યતા નહિંવત છે.

શું ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડની રાહ પકડશે ભારત?

ભારત, શ્રીલંકા અને પાકિસ્તાનની સંયુક્ત મેજબાનીમાં 1996 વર્લ્ડ કપ આયોજિત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ઓસ્ટ્રેલિયા અને વિન્ડીઝે સુરક્ષા કારણોથી શ્રીલંકા વિરુદ્ધ તેની જ ધરતી પર મેચ રમવાનો ઇન્કાર કરી દીધો હતો. આ બંને દેશો ન રમવાના કારણે શ્રીલંકાને પોઇન્‍ટ મળી ગયા અને તે કોઈ પરેશાની વગર ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયું. જ્યારે તેણે પાકિસ્તાનમાં રમાયેલી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડ કપ જીતી લીધો હતો.

ત્યારબાદ 2003 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની ટીમે સુરક્ષા કારણોથી ઝિમ્બાબ્વે વિરુદ્ધ હરારેમાં રમવાનો ના પાડી દીધી હતી. આ વલ્ડ કપનું આયોજન સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વેએ સંયુક્ત રીતે કર્યું હતું. ઈંગ્લેન્ડે ના પાડતાં આઈસીસીએ નારાજગી તો વ્યકત કરી હતી ઉપરાંત ઝિમ્બાબ્વેને પોઇન્ટ પણ આપી દીધા હતા.

5 જૂનથી શરૂ થશે ટીમ ઈન્ડિયાનું અભિયાન

1983 અને 2011ની ચેમ્પિયન ટીમ ઈન્ડિયા આગામી વર્લ્ડ કપની શરૂઆત 5 જુનથી સાઉથ આફ્રિકાની વિરુદ્ધ રમીને કરશે. જ્યારે તે પોતાના નવ રાઉન્ડ રોબિન લીગ મેચોમાં 6 અલગ-અલગ સ્થળે રમશે. ભારતીય ટીમ સાઉથેમ્પ્ટન, (દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન), બર્મિંઘમ (ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ) અને માનચેસ્ટર (પાકિસ્તાન અને વિન્ડીઝ) સામે બે-બે મેચ રમશે. આ ઉપરાંત વિરાટ સેના ઓવલ (ઓસ્ટ્રેલિયા, નોટિંઘમ (ન્યૂઝીલેન્ડ) અને લીડ્સ (શ્રીલંકા)માં એક-એક મેચ રમશે.

26/11 હુમલા બાદથી બંધ છે ક્રિકેટ

ઉલ્લેખનીય છે કે 26/11 હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેના તમામ સંબંધ તોડી દીધા હતા અને ત્યારથી બંને દેશોની વચ્ચે ક્રિકેટ સંબંધો પુન: ચાલુ નથી થઈ શક્યા. જ્યારે ઉરી હુમલામાં 18 જવાનો શહીદ થતાં સંબંધો વધુ વણસી ગયા હતા. હાલમાં જ થયેલા પુલવામા હુમલાથી બંને દેશોના ક્રિકેટ સંબંધોની શક્યતા પર લગભગ પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે.
First published: February 18, 2019, 4:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading