T20 World Cup 2022: ભારતીય ટીમ માટે સેમિફાઇનલની રેસમાં દક્ષિણ આફ્રિકાની સાથે પાકિસ્તાનને હરાવનાર ઝિમ્બાબ્વેથી પણ સાવચેત રહેવું પડશે. ગ્રીન ટીમ સામે ઝિમ્બાબ્વેના બોલરોએ જે રીતે પ્રદર્શન કર્યું તે પ્રશંસનીય હતું. તેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.
T20 World Cup 2022: ભારતીય ટીમ માટે સેમિફાઇનલની રેસમાં દક્ષિણ આફ્રિકાની સાથે પાકિસ્તાનને હરાવનાર ઝિમ્બાબ્વેથી પણ સાવચેત રહેવું પડશે. ગ્રીન ટીમ સામે ઝિમ્બાબ્વેના બોલરોએ જે રીતે પ્રદર્શન કર્યું તે પ્રશંસનીય હતું. તેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.
નવી દિલ્હીઃ ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2022ની શાનદાર શરૂઆત કરી છે. ટીમ ઈન્ડિયાની ત્રીજી મેચ રવિવારે દક્ષિણ આફ્રિકા સાથે છે. આફ્રિકા સામે જીતવા માટે ભારતીય ટીમે વધુ મહેનત કરવી પડશે. આ સિવાય ભારતીય ટીમે પાકિસ્તાન જેવી મજબૂત ટીમને હરાવનાર ઝિમ્બાબ્વેથી પણ સાવચેત રહેવું પડશે. ઝિમ્બાબ્વેના બોલરોએ જે રીતે પાકિસ્તાન સામે પ્રશંસનીય પ્રદર્શન કર્યું હતું. તેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.
જો કે, ભારતીય ટીમ માટે સારા સમાચાર એ છે કે, જો તે સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશ સામેની મેચ જીતી લે છે તો તેને છેલ્લી મેચમાં ઝિમ્બાબ્વે સામે વધુ વિચારવું પડશે નહીં. કારણ કે ભારત પહેલા જ પાકિસ્તાન અને નેધરલેન્ડની ટીમને હરાવી ચૂક્યું છે. જ્યારે તેણે વધુ ત્રણ મેચ રમવાની છે. જો બ્લુ ટીમ આ ત્રણ મેચમાં બે જીત મેળવે છે તો તે આસાનીથી સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ જશે.
અત્યારે પોઈન્ટ ટેબલની વાત કરીએ તો ભારતીય ટીમ પોતાની બે મેચ જીત્યા બાદ ચાર પોઈન્ટ (+1.425) સાથે પ્રથમ સ્થાને છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેના ત્રણ-ત્રણ પોઈન્ટ છે. પરંતુ સારી રન એવરેજના કારણે આફ્રિકા બીજા અને ઝિમ્બાબ્વેની ટીમ ત્રીજા સ્થાને છે.
આ સાથે જ બાંગ્લાદેશની ટીમ પણ બે પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર છે. ઝિમ્બાબ્વેની સાથે બાંગ્લાદેશની ટીમ પણ સેમિફાઇનલની રેસમાં યથાવત છે. પરંતુ બંને ટીમોના ફોર્મને જોતા એ કહેવું મુશ્કેલ છે કે તેઓ સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરી શકશે. ત્યારે પાકિસ્તાન અને નેધરલેન્ડની ટીમ તેમની બંને મેચ હાર્યા બાદ અનુક્રમે પાંચમા અને છઠ્ઠા સ્થાન પર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર