હવે વિદેશી પ્રવાસ પર ટેસ્ટ સિરીઝ હારશે નહી ટીમ ઈન્ડિયા! આ છે મોટું કારણ

News18 Gujarati
Updated: March 11, 2018, 4:30 PM IST
હવે વિદેશી પ્રવાસ પર ટેસ્ટ સિરીઝ હારશે નહી ટીમ ઈન્ડિયા! આ છે મોટું કારણ

  • Share this:
સાઉથ આફ્રિકાના પ્રવાસથી સબક શીખીને ભારતીય ટીમ હવે વિદેશ પ્રવાસ પહેલા પરિસ્થિતિને અનુકૂળ થવા માટે ટેસ્ટ સિરીઝ પહેલા વનડે અને સિરીઝ રમશે. ભારતીય ટીમની દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ 2-1થી ગુમાવ્યા બાદ બીસીસીઆઈએ આ નિર્ણય લીધો છે. બીસીસીઆઈ સીઈઓ રાહુલ જોહરીએ કહ્યું કે, જ્યારે ટીમ આ વર્ષે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જશે તો પહેલા વનડે રમશે.

રાહુલ જોહરીએ કહ્યું, "ટીમ મેનેજમેન્ટ પાસેથી મળેલ ફિડબેક બાદ અમે આના પર ગંભીર વિચાર વિમર્શ કર્યો છે. હવે ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારત પહેલા વનડે સિરીઝ રમશે અને પછી ટેસ્ટ મેચ સિરીઝ થશે. ઓસ્ટ્રેલિયામાં પણ એવું જ થશે."

ટીમ ઈન્ડિયાનો ઈગ્લેન્ડનો પ્રવાસ 3 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે, જેમાં ત્રણ વનડે, ત્રણ ટી-20 અને 5 મેચોની સિરીઝ રમાશે. 3 જુલાઈએ ટી-20 સિરીઝની પહેલી મેચ મેનચેસ્ટરમાં રમાશે. ત્યાર બાદ કાર્ડિફ અને બ્રિસ્ટલમાં ટી-20 મેચ હશે. 12 જુલાઈથી વનડે સિરીઝ હશે, જેની મેચો ટ્રેંટ બ્રિઝ, લોર્ડસ અને હેડિંગ્લેમાં થશે. ટેસ્ટ સિરીઝની શરૂઆત 1 ઓગસ્ટથી થશે, જેની પહેલી મેચ લોર્ડ્સમાં રમાશે.વર્ષ 2014માં ટીમ ઈન્ડિયા ઈગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી તો તેને ટેસ્ટમાં 1-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ ટીમ ઈન્ડિયાએ 3-1થી વનડે પોતાના નામે કરી હતી. પાછલી સિરીઝમાં ટેસ્ટ સિરીઝ પહેલા રમાઈ અને ટીમ ઈન્ડિયાને પરિસ્થિતિને અનુકૂળ થવામાં સમય લાગ્યો, જે કારણે ટેસ્ટ સિરીઝ હાથમાંથી નિકળી ગઈ. કંઈક એવું સાઉથ આફ્રિકા સિરીઝમાં પણ થયું. જોકે, હવે બીસીસીઆઈએ શિખામણ લીધી છે અને નિર્ણય કર્યો છે કે, હવે દરેક પ્રવાસ પર વનડે અને ટી20 સિરીઝ બાદ જ ટેસ્ટ સિરીઝ રમવામાં આવશે.
First published: March 11, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading